<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 14th June 2025

વિજયભાઈને સાત જિનાલયોના ટ્રસ્‍ટીઓની શ્રધ્‍ધાંજલી

વિમાનનાં ૨૪૧ મુસાફરો અને મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓને ભાવાંજલિ અર્પણ

રાજકોટ, તા.૧૪: પ.પૂ.આ.ભ.શ્રી જયેશખસૂરીશ્વરજી મ.સા.ની અને પ્રેરણાથી કાલાવાડ રોડ શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન તપગચ્‍છ સંધ (પારસધામ), વિમલનાથ જૈન દેરાસર - વોકહાર્ટ હોસ્‍પીટલની સામે, શંખેશ્વર પાર્શ્વનાથ જિનાલય (કળષ્‍ણનગર), વાસુપુજય સ્‍વામી જિનાલય - ગોપાલ ચોક, મુનીસુવ્રત સ્‍વામી જિનાલય - શાષાીનગર, જયાનંદ ધામ નવગ્રહ જિનાલય અવધ રોડ, શ્રી ગીરનાર ધામ જામનગર રોડ, એટલાન્‍ટીસ હીલ્‍સ, રૈયાધારનાં સર્વે ટ્રસ્‍ટીઓ અશ્વિનભાઈ અમળતલાલ શાહ, ડો. સુનીલ ટી. શાહ, મહેશ બીહારીભાઈ મણીયાર, વિપુલ વિનયચંદ્ર દોશી, નિતેષ રતીલાલ શાહ અને ટ્રસ્‍ટી ગણ જીવદયા પ્રેમી પૂર્વ મુખ્‍યમંત્રી વિજયભાઈ રૂપાણી તથા વિમાનમાં સવાર તમામ ૨૪૧ મુસાફરો અને મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરેલ.

(3:00 PM IST)