News of Saturday, 14th June 2025
સરગમ કલબે ઍક ઉમદા માર્ગદર્શક ગુમાવ્યા છેઃ ગુણવંતભાઈ ડેલાવાળા

રાજકોટઃ શહેરના પનોતા પુત્ર, પૂર્વ મુખ્યમંત્રી અને બધાથી ઉપર ઍક સરળ પ્રકૃતિનાં વ્યક્તિ ઍવા વિજયભાઈ રૂપાણીના નિધનથી રાજકોટને જ નહી પણ સમગ્ર સૌરાષ્ટ્ર-ગુજરાતને મોટી ખોટ ગઈ છે તેમ જણાવી સરગમ કલબના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળાઍ શ્રદ્ધાંજલિ પાઠવી છે. તેમણે કહ્ના છે કે, સ્વ. વિજયભાઈઍ કરેલા સમાજસેવાના કાર્યોને રાજકોટ ક્યારેય ભૂલી શકશે નહી.
ગુણવંતભાઈઍ કહ્ના છે કે, સ્વ. વિજયભાઈ સરગમ કલબ અને સરગમ પરિવાર સાથે વરસોથી સંકળાયેલા હતા અને કાયમ માટે માર્ગદર્શક રહ્ના છે. સરગમ કલબને જયારે કોઈ પણ માર્ગદર્શનની જરૂર પડતી ત્યારે તેઓ ઉપયોગી સલાહ આપતા હતા. વધુમાં સરગમ કલબને ઇન્ડોર સ્ટેડીયમ અને હેમુ ગઢવી હોલનું સંચાલન આપવામાં પણ વિજયભાઈઍ મહત્વની ભૂમિકા ભજવી હતી.
વિજયભાઈ સરગમ કલબના અનેક કાર્યક્રમોમાં પણ ઉપસ્થિત રહ્ના હતા અને સેવાકાર્યોને બિરદાવ્યા હતા તેમ જણાવતા ગુણવંતભાઈઍ કહ્ના છે કે,આજે વિજયભાઈને ઈશ્વરે આપની પાસેથી છીનવી લીધા છે ત્યારે આ વાત માનવા માટે મન તૈયાર થતું જ નથી.
સમગ્ર ડેલાવાળા પરિવારને સ્વ. વિજયભાઈ સાથે આત્મીય સંબંધ હતો. ગુણવંતભાઈ અને વિજયભાઈ રાજકોટની વિરાણી સ્કુલમાં સાથે ભણ્યા હતા અને રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘની શાખામાં પણ સાથે જ જતા હતા. આમ ગુણવંતભાઈ અને વિજયભાઈ વચ્ચે વરસોથી પારિવારિક સંબંધો હતા.
(3:02 PM IST)










