News of Saturday, 14th June 2025
જામનગર રોડના વર્ધમાનનગર જતા રસ્તા ઉપર હોટેલનું દબાણઃ ગંદુ પાણી છોડાય છે
મ્યુ.કમિશનરને પત્ર લખી પગલા લેવા રહેવાસીઓની માંગ

રાજકોટઃ તા.૧૪: શહેરના જામનગર રોડ સ્થિત વર્ધમાનનગરના રહેવાસીઓ દ્વારા વિસ્તારની એક હોટલ દ્વારા દબાણ કરાયાનું અને ગંદુપાણી સોસાયટીમાં છોડતા હોવાના આરોપો સાથેમ્યુ.કમિશનરને પત્ર લખી ફરિયાદ કરી છે. પત્રમાં જણાવ્યા મુજબ રામાપીર ચોકડીથી સીધો રસ્તો વર્ધમાનનગરમાં પ્રવેશે છે. જે માર્ગ ટૂંકો છે એક હોટલના સંચાલક દ્વારા ગેરકાયદે દબાણ કરી લેવાયાનો આરોપ કરવામાં આવ્યો છે. અનેકવાર આ અંગે ફરિયાદ કરી હોવા છતા કોઇ ઉકેલ આવેલ નથી. ઉપરાંત તેમણે બાજુનો ખરાબો પણ વાળી લીધેલ છે.
ઉપરાંત હોટલનું ગંદુ પાણી પણ સોસાયટીમાં છોડવામાં આવતું હોવાથી રહેવાસીઓને સ્વાસ્થ્યની તકલીફ થવાની પણ સંભાવના પત્રના અંતમાં દર્શાવી પગલા લેવા માંગ કરવામાં આવી છે
(3:42 PM IST)










