તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 16th June 2025
કન્ઝયુમર બાર એસો.ના હોદેદારો અદાલતી કાર્યવાહીથી અલિપ્ત રહેશે
પૂર્વ મુખ્યમંત્રીની સ્મશાન યાત્રા અન્વયે રસ્તાઓ બંધ હોય..

રાજકોટ, તા.૧૬: તાજેતરમા અમદાવાદ ખાતે ઘટેલ પ્લેન ક્રેશ દુર્ઘટનામા ગુજરાત રાજ્યના ભૂતપૂર્વ મુખ્યમંત્રીશ્રી વિજય ભાઈ રૂપાણીનું દુઃખદ અવસાન થયેલ હોય અને તેમની અંતિમ યાત્રા તા. ૧૬/૬/૨૦૨૫ ને સોમવારના રોજ રાજકોટ શહેરમાંથી નીકળનાર હોય જે અન્વયે રાજકોટ શહેરના મોટા ભાગના રોડ-રસ્તાઓ બંધ રહેવાના હોય, જેથી બહાર ગામથી આવતા વકીલશ્રીઓ તથા પક્ષકારોને હાલાકી ન પડે તે માટે તા.૧૬/૬/૨૦૨૫ ને સોમવારના રોજ તમામ પ્રકારની કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહેવા રાજકોટ બાર એસોસિએશન દ્વારા સકર્યુલર ઠરાવ કરવામાં આવેલ છે.
આ ઠરાવને કન્ઝ્યુમર બાર રાજકોટ સમર્થન આપેલ છે અને આજે તા.૧૬/૬/૨૦૨૫ ને સોમવારના રોજ તમામ પ્રકારની કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહેવા આ સકર્યુલર ઠરાવ પસાર કરે છે.
આ તકે કન્ઝ્યુમર કમિશનને જુદાજુદા કેસો માં જે તે સ્ટેજ હોય તે સ્ટેજ જાળવી રાખવા વિનંતી કરવામાં આવી છે.
(3:19 PM IST)










