તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 16th June 2025
લોક રક્ષક દળની પરીક્ષાના ઉમેદવારોને દુર કેન્દ્ર ફાળવી ખીસ્સા ખંખેરી લેવાયા : લોક સંસદ વિચાર મંચ
રહેવા-જમવાના અને ભાડાના ખર્ચા પેટે સરકાર પ હજાર ઉમેદવારોના ખાતામાં જમા કરે

રાજકોટ તા. ૧૬ : લોક સંસદ વિચાર મંચના ગજેન્દ્રસિંહ ઝાલા, એડવોકેટ ઇન્દુભા રાઓલ, દિલીપભાઇ આસવાણી, નાગજીભાઇ વિરાણી, જિલ્લા નારી સુરક્ષા સમિતિ (રાજકોટ)ના લીગલ એડવોકેટ ભાવનાબેન વાઘેલા, સરલાબેન પાટડીયા, કૈલાશબેન વાઘેલા, પ્રફુલાબેન ચૌહાણની સંયુકત યાદીમાં જણાવાયુ છે કે લોક રક્ષક દળની લેવાયેલ પરીક્ષામાં ઉમેદવારોને દુર દુર કેન્દ્ર ફાળવી ખર્ચાના ખાડામાં ઉતારી દેવાયા હતા.
અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ગાંધીનગર, ભાવનગર અને આણંદ ખાતે કુલ ૮૨૫ શાળાઓમાં પરીક્ષા લેવાઇ હતી. જેમાં ઉમેદવારોએ અંતરીયાળ ગામોમાંથી ૩૦૦ થી ૩૫૦ કિ.મી. દુર આવીને પરીક્ષા આપી હતી. આવવા જવાનું ભાડુ, રહેવા જમવાની વ્યવસ્થાના ખર્ચા કોણ ભોગવશે? સરકારે ખરેખર તો આવા ઉમેદવારોના ખાતામાં રૂ.૫૦૦૦ આવા ખર્ચ પેટે જમા કરી દેવા જોઇએ. તેમ લોક સંસદ વિચાર મંચના આગેવાનોએ જણાવ્યુ છે.
ગુજરાત એસ.ટી. મુસાફર હિતરક્ષક સમિતિના ગજેન્દ્રસિંહ ઝાલા, એડવોકેટ દિલીપભાઇ આસવાણી, પટેલ નાગજીભાઇ વિરાણી, એડવોકેટ ભાવનાબેન વાઘેલા, સરલાબેન પાટડીયા, પ્રફુલાબેન ચૌહાણની સંયુકત યાદીમાં જણાવાયુ છે કે રાજકોટના બસ સ્ટેશન પર પરીક્ષાના ઉમેદવારો ઉમટી પડતા અફડાતફડીના દ્રશ્યો સર્જાયા હતા. બસ સ્ટેશનમાં કયાંય પગ મુકવાની પણ જગ્યા રહી નહોતો. આ માટે સલામતીની પણ કોઇ વ્યવસ્થા નહોતી.
(3:38 PM IST)










