<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 16th June 2025

ખાદ્યતેલોમાં તેજી યથાવતઃકપાસીયા તેલ ર૦-સીંગતેલમાં વધુ ૧૦ રૂા.નો ઉછાળો

ગત સપ્તાહમાં કપાસીયા તેલમાં ૬૦ અને સીંગતેલમાં ૫૦ રૂા. વધ્‍યા'તાઃ આયાતી ટેક્ષ ઘટવા છતા ખાદ્યતેલોના ઘટવાના બદલે વધતા લોકોમાં આશ્ચર્ય

 

રાજકોટ, તા., ૧૪: ઇરાન અને ઇઝરાયેલના યુધ્‍ધના પગલે ખાદ્યતેલોના ભાવોમાં તેજીનો દોર યથાવત રહયો છે. આજે કપાસીયા તેલમાં  વધુ ર૦ રૂા. અને સીંગતેલમાં ૧૦ રૂા.નો ઉછાળો થયો છે.

ઇઝરાયલ અને ઇરાન વચ્‍ચે યુધ્‍ધના પગલે આયાતી તેલોની આવકમાં અસર થશે તેવા અહેવાલે કપાસીયા તેલમાં આજે વધુ ર૦ રૂા.વધ્‍યા હતા. કપાસીયા તેલ લુઝના ભાવ ૧૨૦૦ રૂા. હતા તે વધીને આજે ૧ર૧૦ રૂા. થયા હતા. કપાસીયા ટીનના ભાવ ર૧૪૦ થી ર૧૯૦ રૂા. હતા તે વધીને ર૧૬૦ થી ર૨૧૦ રૂપીયાની સપાટીએ ભાવ પહોંચ્‍યા છે.

કપાસીયા તેલની સાથે સીંગતેલમાં પણ ૧૦ રૂા.નો ભાવવધારો થયો છે. સીંગતેલ લુઝના ભાવ ૧૩૭૦ રૂા. હતા તે વધીને ૧૩૮૦ રૂા. અને સીંગતેલ નવા ટીનનો ભાવ ર૩૮૦ થી ૨૪૩૦ રૂા. હતા તે વધીને ર૩૯૦ થી ર૪૪૦ રૂા. થયા છે.

ગત સપ્તાહમાં સીંગતેલમાં ડબ્‍બે ૫૦ રૂા. અને કપાસીયા તેલમાં ૬૦ નો ભાવવધારો થયો છે. કેન્‍દ્ર સરકારે આયાતી ટેકસ ઘટાડતા ખાદ્ય તેલોનો ભાવ ઘટશે, તેવી લોકોને આશા હતી પરંતુ ખાદ્યતેલોના ભાવોમાં યુધ્‍ધના બહાનાતળે ભાવોમાં ફરી વધારો થતા લોકોમાં આヘર્ય ફેલાયું છે.

(4:45 PM IST)