<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 16th June 2025

સ્‍વ. વિજયભાઇ રૂપાણીને રાજકોટ લોહાણા મહાજન દ્વારા ભાવભરી શ્રધ્‍ધાંજલી

ગુજરાતના લોકપ્રિય પૂર્વ મુખ્‍યમંત્રી અને રાજકોટના પનોતા પુત્ર : રાજકોટના વિકાસમાં સ્‍વ. વિજયભાઇનું અસામાન્‍ય યોગદાન સદાય અવિસ્‍મરણીય રહેશેઃ રાજુભાઇ પોબારૂ તથા ડો. નિશાંતભાઇ ચોટાઇ

રાજકોટ, તા. ૧૬: ગુજરાતના લોકપ્રિય, સંવેદનશીલ પૂર્વ મુખ્‍યમંત્રી અને રાજકોટના પનોતા પુત્ર શ્રી વિજયભાઇ રૂપાણીનું આકસ્‍મિક દુઃખદ અવસાન થતાં વિશ્વના સૌથી મોટા લોહાણા મહાજન ‘રાજકોટ લોહાણા મહાજન' ના પ્રમુખશ્રી રાજુભાઇ પોબારૂ, કારોબારી પ્રમુખ ડો. નિશાંતભાઇ ચોટાઇ સહિતના સમગ્ર ટ્રસ્‍ટી મંડળે ભારે દુઃખની લાગણી વ્‍યકત કરી હતી અને સ્‍વ. વિજયભાઇ રૂપાણીને ભારે હ્‍દયે ભાવભરી શ્રધ્‍ધાંજલી અર્પણ કરી હતી. રાજકોટના હ્‍દયસમાં ટાગોર રોડ (મહિલા કોલેજ અંડરબ્રીજ થી એસ્‍ટ્રોન ચોક તરફ જતા) ઉપર સ્‍વ. વિજયભાઇ રૂપાણી તથા તેમની સાથે આકસ્‍મિક પ્‍લેન દુર્ધટનામાં સ્‍વર્ગસ્‍થ થયેલ તમામ દિવંગતોને શ્રધ્‍ધાંજલી અર્પણ કરતા વિશાળ હોર્ડીંગ્‍સ-બેનરો રાજકોટ લોહાણા મહાજન દ્વારા લગાડવામાં આવ્‍યા છે. સ્‍વ. વિજયભાઇ રૂપાણીની વિશાળ અંતિમયાત્રા દરમ્‍યાન પણ રાજકોટ લોહાણા મહાજનના તમામ હોદેદારો-ટ્રસ્‍ટીઓની સાથે સાથે સમગ્ર રઘુવંશી સમાજના અગ્રણીઓએ પણ ફુલહાર સાથે સ્‍વ. વિજયભાઇ રૂપાણીને શ્રધ્‍ધાંજલી અર્પણ કરી હતી. રાજકોટ લોહાણા મહાજનના પ્રમુખ શ્રી રાજુભાઇ પોબારૂ અને કારોબારી પ્રમુખ ડો. નિશાંતભાઇ ચોટાઇએ જણાવ્‍યું હતું કે રાજકોટના વિકાસમાં સ્‍વ. વિજયભાઇનું અસામાન્‍ય યોગદાન સદાય અવિસ્‍મરણીય રહેશે

(4:09 PM IST)