તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 16th June 2025
‘‘હૃદયાંજલિ''વિજયભાઈ સદાય હૃદયસ્થ બિરાજમાન રહેશે

રાજકોટઃ કોઈ શબ્દો જ નહિ જેનાથી તેના વ્યક્તિત્વ કે નેતૃત્વ ને શ્રદ્ધાંજલી અર્પણ કરી શકાય નેતાઓ અનેક મળશે પરંતુ ‘‘લોક નેતા'' વિજય ભાઈ નહિ મળે, કોઈ પણ કામ હોય ગાંધીનગર, હોય કે ઘર હોય વિના સંકોચ તેમને મળી શકાતું, કલા નો જીવ હતો જયારે જયારે મેં નિમંત્રણ આપ્યું હોય ત્યારે તેમની હાજરી હોય, તેમના માર્ગદર્શન નીચે મેં અનેક કાર્યક્રમો કર્યા છે, ચાહે અરવિંદ ભાઈ મણિયાર હોલ હોય, ગાંધી નગર તેમના બંગલે, કલાકારો નું સ્નેહ મિલન હોય, કે હેમુભાઈ ગઢવી હોલ હોય, તાજેતર મા જ ૨/૩/૨૦૨૫ મા રાજકોટ મા તેમના માર્ગદર્શન નીચે સ્વ રાજકપૂર નો અતિભવ્ય કાર્યક્રમ થયો એ ઇતિહાસ બની ગયો, મારી હંમેશ ની હૂંફ અને સાચા માર્ગદર્શન ના રાહબરનીે રાજકોટ ને અને પુરા ગુજરાત ને તો ખોટ પડી છે, પરંતુ મારાં પથદર્શક ની ખોટ મને જિંદગી ભર રહેશે,ઈશ્વર ની ક્રૂરતા છે, આવા મહા મૂલ્ય માનવી ની અણધારી વિદાય એ સહન કરવું દરેક માટે અદ્યરું છે, પરંતુ ઈશ્વર પાસે માનવી લાચાર છે, પ્રભુ એ સૌ નગરજનો ના મહામુલ્ય વ્યક્તિ ને છીનવી લીધા છેએમના આત્મા ને પ્રભુ ના શ્રી ચરણો માં સ્થાન મળે તેવી પ્રાર્થના (વિજય કારિયા.ભારતીય જનતા પાર્ટી, સંસ્કૃતિક સેલ, રાજકોટ મહાનગર)
(4:19 PM IST)










