<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 16th June 2025

લગ્નના આઠમા દિવસથી જ નિરાલી વસંતને ત્રાસઃ મામાજીની દિકરી જીલે કહ્યું-તું તારા પતિને છોડી દે, એ મારો પ્રેમ છે!

રાજકોટનો ચોંકાવનારો કિસ્‍સોઃ મામાજીની દિકરી સાથેના સંબંધોએ પરિણીતાનું જીવતર ઝેર કર્યુઃ મહિલા પોલીસ સ્‍ટેશનમાં એફઆઇઆર દાખલ : પતિ હિમાંશુ વસંત વારંવાર આફિક્રા રહેતી મામાની દિકરી જીલ સાથે વિડીયો કોલથી વાતો કરતોઃ વાંધો ઉઠાવતાં કહેતો કે જીલને હું ભુલી શકું નહિ, તારે નોકરાણીની જેમ જ ઘરમાં રહેવાનું છેઃ મામાજી કહેતાં હું તાંત્રિકવિધી જાણુ છું, તારા માવતરીયા ઉપર વિધી કરી નાંખીશઃ નાનીજીએ કહ્યું-તું તારા પતિ સાથે વ્‍યવહાર નહિ રાખ તો તારા મામાજીની પહેલી પત્‍નિને મારી નાંખી તેમ તને'ય મારી નાંખીશઃ દિયરે હું હાડકાનો ડોક્‍ટર છું, તમે સુતા હશો ત્‍યારે પોઇન્‍ટ દબાવી દઇશ કહી ગર્ભિત ધમકી દીધી : ત્રાસ ગુજારી પતિ કહેતો કે-તારા પિયરીયામાં કહીશ તો હું સ્‍યુસાઇડનું નાટક કરી બધાને ફસાવીશઃ સાસુ-સસરાને ફરિયાદ કરી તો કહ્યું-પરિવારમાં આમ જ ચાલે, તારે આવી રીતે જ રહેવું પડશે : પોલીસે નિરાલીબેનના બિઝનેસમેન પતિ હિમાંશુ વસંત, સસરા સુરેશભાઇ વસંત, ડોક્‍ટર દિયર કિશન, સાસુ સીમાબેન, મામાજી જયેશભાઇ કાનાબાર, મામીજી નિરાલીબેન, મામાજીની દિકરી જીલ વિરૂધ્‍ધ ગુનો નોંધ્‍યો

રાજકોટ તા. ૧૬: શહેરના કાલાવડ રોડ પર હાલ માવતરે રહેતી અને ઢેબર રોડ ગુરૂકુળ પાસે ગીતાનગરમાં સાસરૂ ધરાવતી નિરાલીબેન હિમાંશુ વસંત (ઉ.વ.૨૯)ને લગ્નના આઠ જ દિવસ બાદથી ત્રાસ શરૂ થઇ જતાં પતિ, સાસરિયા વિરૂધ્‍ધ ફરિયાદ નોંધાવી છે. પતિને તેના જ મામાની દિકરી જીલ સાથે આડાસંબંધ હોઇ તેણી અવાર-નવાર હિમાંશુથી દૂર રહેવાનું અને એ મારો પ્રેમ છે, તું તેને મુકીની જતી રહે તેમ કહી ગાળો દેતી હોઇ તેમજ પતિ પણ તારે નોકરાણીની જેમ રહેવાનું છે, મારી મમ્‍મી કહે તેમ કરવાનું છે, જીલને તો હું ભુલી જ નહિ શકું તેમ કહી વારંવાર વિડીયોકોલમાં વાત કરતો હોઇ વાંધો ઉઠાવતાં મારકુટ કરી લેતો હોઇ તેમજ દિયર, સાસુ, સસરા, મામાજી, મામીજી પણ મેણાટોણા મારી ત્રાસ ગુજારતાં હોઇ મામજી પોતે તાંત્રિક વિદ્યા જાણે છે, તારા માવતર પર તાંત્રિક વિદ્યા કરી નાંખીશ તેમ કહી ધમકાવતાં હોઇ નિરાલીબેને વિસ્‍તૃત વિગતો સાથે ફરિયાદ નોંધાવી છે.

આ બનાવમાં મહિલા પોલીસે કાલાવડ રોડ હવેલીની બાજુમાં રોયલ પાર્ક ખાતે રહેતાં નિરાલીબેન હિમાંશુ વસંત (ઉ.વ.૨૯)ની ફરિયાદ પરથી ઢેબર રોડ ગુરૂકુળ સામે ગીતાનગરમાં રહેતાં તેણીના પતિ હિમાંશુ, સસરા સુરેશભાઇ વસંતરાય વસંત, સાસુ સીમાબેન, દિયર કિશન, તેમજ વરાછા સુરત ખાતે રહેતાં મામાજી જયેશ પ્રભુદાસભાઇ કાનાબાર, મામીજી નિરાલીબેન જયેશભાઇ કાનાબાર અને મુળ ઉપલેટા દ્વારકાપુરીની વતની હાલ આફ્રિકા રહેતી મામાજીની દિકરીં જીલ આશિષભાઇ ચોટાઇ તેમજ નાનીનજી વિવેકાનંદનગર રાજકોટમાં રહેતાં પ્રવિણાબેન પ્રભુદાસભાઇ કાનાબારની ફરિયાદ પરથી ગુનો નોંધ્‍યો છે. આ બધાએ એકસંપ કરી મેણાટોણા મારી ગાળો દઇ મારકુટ કરી દહેજની માંગણી કરી મારી નાખવાની ધમકી આપ્‍યાનો આરોપ મુકાયો છે.

નિરાલીબેન વસંતે પોતાની ફરિયાદમાં જણાવ્‍યું છે કે  હું હાલ મારા પિતાજીના ઘરે છેલ્લા સાડા ત્રણેક મહિનાથી રહુ છું અને ઘરકામ કરુ છું. મારા લગ્ન તા. ૧૧/૦૬/૨૦૨૪ના રાજકોટ ખાતે રહેતા સુરેશભાઈ વસંતરાય વસંતના દિકરા હિમાંશું સાથે સમાજના રીતરીવાજ મુજબ થયા છે. આ લગ્નથી અમારે કોઈ સંતાન નથી. મારા પતિ હિમાંશુ તથા મારા સસરા સુરેશભાઈ માધવ એન્‍ટરપ્રાઇઝમાં પોતાનો બિઝનેસ કરે છે. મારા સાસુ સીમાબેન જે ઘરકામ કરે છે અને મારા દિયર કિશન જે હાલ બી.જે મેડીકલ કોલેજમાં અભ્‍યાસ છે અને મારા દાદીજી સાસુ પણ અમારી સાથે સંયુક્‍ત પરિવારમાં રહે છે.

લગ્ન બાદ હું ગીતા નગર ૬ ગુરૂકુળ સામે ઢેબર રોડ રાજ કોટ ખાતે સંયુક્‍ત પરિવારમાં રહેતી હતી. લગ્ન પછી એકાદ અઠવાડીયુ મારું લગ્નજીવન સારી રીતે ચાલેલ બાદ હતું. અમારા લગ્નના આઠ દિવસ બાદ મારા મામાજીની દીકરી જીલ આફ્રિકાથી રાજકોટ મારા સાસરીમા રાજકોટ ખાતે આંટો આવેલ હતી. જીલ અમારી ઘરે આવી ત્‍યારે મારા પતિએ એમને પુછેલ કે, લગ્નમાં કેમ નહોતી આવી? ત્‍યારે આ જીલે મારા પતિને જણાવેલ કે, તે નિરાલી સાથે લગ્ન કર્યા તે મને નથી ગમ્‍યુ. આથી મારા સાસરીવાળા બધા હસવા લાગેલ હતા. બાદ અવાર નવાર મા રા મામાજીની દીકરી જીલ મારા પતિને અવાર નવાર વિડીયો કોલથી વાતચીત કરતી હતી. જ્‍યારે હું જીલ અને મારા પતિને વિડીઓ કોલથી વાત કરતા જોઈ જાવ ત્‍યારે જીલ મને અવાર નવાર ધમકી આપતી કે-હિમાંશુથી દુર રહેવાનું, તું હિમાંશુને મુકીને જતી રહે, એ મારો પ્રેમ છે.  તે મારા પતિ સાથે પ્રેમસંબંધ ધરાવે છે. તેવુ જણાવેલ અને મારી સાથે અપમાનજનક શબ્‍દ અને ગાળો બોલતી જે અહિ લખી શકાય તેમ નથી. તે મારા પતિ હિમાંશુ સાથે અનૈતીક સંબંધ ધરાવતી હોવાના સંકેત આપતી અને મારા દામ્‍પત્‍ય જીવનમાં અવાર નવાર દખલગીરી કરી મને માનસિક ત્રાસ આપતી હતી.

બાદ આ બધી વાત મેં મારા પતિને કરતા મારા પતિ મને કહેવા લાગેલ કે તારે નોકરાણીની જેમ રહેવાનુ અને મારા મમ્‍મી કહે તેટલુ જ કરવાનું. બાદમાં એકવાર મારા પતિને જીલ સાથે વિડીયો કોલમાં વાત કરતા જોતાં પતિને પુછતાં એ વાત ગમેલ નહિ અને ત્‍યારથી જ મારા પતિ મને સરખી રીતે રાખતા નહિ. મારા મામાજીની દિકરી જીલ અને મારો પતિ અવાર નવાર ફોનમાં વિડિયો કોલથી વાત કરતા જે મને નહોતું ગમતુ. જેથી આ વાત મારા પતિને કહેતી તો મારો પતિ મારી સાથે ઝઘડો કરવા લાગતો અને કહેતો કે હું જીલને નહીં ભુલી શકુ. આમ મારા પતિને જીલ સાથે આડા સંબંધ હોઇ જેથી અમારે પતિ પત્‍નિને અવાર નવાર ઝઘડા થતા હતા. બાદ મારા લગ્નના દોઢેક મહિના પછી હું અને મારા પતિ દુબઇ ખાતે હનિમુન પર ગયેલ ત્‍યાં પણ મારા પતિ મારી સાથે હતાં ત્‍યારે એરપોર્ટ પર જીલનો વિડિયો કોલ આવેલ અને બાદ મારી સાથે ઝઘડો કરવા લાગેલ હતા.

દુબઈમાં પણ હું ત્‍યાં એકલતા અનુભવતી છતાં મારા પતિ મારી સાથે સરખુ બોલતા નહી. નાની નાની વાતમાં મારી સાથે ઝઘડો કરતા. બાદ મારા પતિ સિગારેટ પીતા હોવાથી હું મારા પતિને સિગારેટ રૂમમાં પિવાની ના પાડતી તો મારા પતિ મારી સાથે જેમ ફાવે બોલી ભુંડી ગાળો આપવા લાગતા. જીલના કારણે ઝઘડો થતો અને તા. ૨૧/૧૧/૨૦૨૪ના મારા પતિએ ઝઘડો કરી મારા પર  બધી વસ્‍તુ ફેંકવા લાગેલ જેથી મને પગના અંગુઠામાં ઇજા થઇ હતી. છએક દિવસ પછી મને પગના અંગુઠામાં વધારે દુઃખાવો થતા હું અને મારા પતિ તેના ફેમિલી ડોકટ૨ રાજેશ ચોક્કસી પાસે ગયેલ ત્‍યારે મને પગના અંગુઠાના ભાગે સર્જરી કરાવેલ હતી અને ટાંકા આવેલ હતા. મારા પતિ એ મને જણાવેલ કે માનસિક ત્રાસ બાબતે તું તારા પિયરવાળાને કહીશ તો હું સ્‍યુસાઈડનું નાટક કરીશ અને તારા પિયર વાળાના નામ લખી નાખીશ એવી ધમકી આપતા. આવી રીતે મને મારા પતિ મ્‍હેણા ટોણા મારી શારીરિક માનસિક ત્રાસ આપતા. બાદ આ બધી વાત મારા સાસુ સસરાને કહેતી તો મારા સાસુ સીમાબેન મારા પતિને સમજાવવાના બદલે મને કહેતા કે અમારા પરીવારમા તો આમ જ ચાલે છ, તારે આમ જ રહેવું પડશે અને જેમ તેમ બોલવા લાગતા.

ત્‍યારબાદ મારા સસરા સુરેશભાઈ પણ મારા સાસુ તથા મારા પતિનો પક્ષ લેતા અને કહેતા અમાશ પરિવારમા આવુ જ ચાલે છે અને તારે પણ આવી જ રીતે રહેવુ પડશે.બાદ મારા દિયર કિશનની સગાઈની વાત ચાલતી ત્‍યારે મારે અને મારા પતિને માંડવામા બેસવાનુ હોવાથી મારા સાસુ સસરાએ મારા પિયર વાળાને કહેલ કે તમારે નિરાલીને બે સોનાની લગડી અને પાંચ લાખ રૂપિયાની આપવા પડશે. અવાર નવા મારા સાચુ સસરા મને કહેતા કે તારા લગ્ન તો અમે સમાજ માટે કરેલ છે અને મારો દિયર ઓર્થોપેડીક ડોકટર છે જે અમદાવાદથી મારા લગ્ન સમયે શનિ રવિ રાજકોટ ખાતે આવતો અને ત્‍યારે મારો દિયર મને કહેતો કે હું હાડકાનો ડોક્‍ટર છું જેથી શરીરમાં કયા પોઇન્‍ટથી શુ થાય એ મને બધી ખબર છે અને તમે સુતા હશો ત્‍યારે હું કોઈ પોંઈન્‍ટ દબાવી દઈશ એવી રીતે મને મારી નાખવાની ગર્ભીત ધમકી આપતો હતો અને કહેતી કે આટલુ બધુ દુઃખી ના થવાય સરખુ ના ચાલતુ હોય તો છુટાછેડા લઈ લેવાય.

આવી રીતે મને મહેણા ટોણા મારી માનસિક ત્રાસ આપતા અને અને બધા એક સંપ થઈ મને ઘણી વખત વાસી જમવાનુ આપતા છતા મારે ઘર ચલાવવુ હોય જેથી હું બધુ મુંગા મોઢે સહન કરતી અને મારા પિયર વાળા ને પણ કહેતી નઈ. મારા મામાજી જયેશભાઈ કાનાબાર તથા મામીજી નીરાલીબેન કાનાબાર મારા સાસુને અવાર નવાર ફોન કરી અને મારા વિરૂધ્‍ધ ચઢામણી કરતા જેથી મારા સાસુ મારી સાથે ઝઘડો કરતા અને ઘણી વખત વ્‍હોટ્‍સએપમાં વિડીયો કોલ કરતા ત્‍યારે મને જયેશભાઇ કહેતા કે હું તાંત્રીક વિદ્યા જાણુ છું અને અમારી કોઇ વાત તારા પિયરવાળાને કહેતી નહી બાકી હું બધા પર તાંત્રીક વિદ્યા કરી દઈશ એમ ધમકી આપતા.  આમ મારા સાસરીયામા મારા પતિને મારા મામીજી નીરાલીબેન કાનાબાર સાથે પણ આડા સંબંધ છે જે બાબતે અમારે અવાર નવાર ઝઘડો થતો.

છતા હું બધુ જતુ કરતી. મારા નાનીજી સાસુ પ્રવિણાબેન જેના જન્‍મદિવસના દિવસે મારા સાસુએ મને ફોન આપેલ અને કહેલ કે નાનીજીનો જન્‍મદિવસ છે જેથી તું શુભેચ્‍છા આપ જેથી મેં મારા નાનીજી સાથે વાત કરેલ ત્‍યારે મારા નાનીજી મને મારા પતિ વિશે કહેવા લાગેલ કે મારો પતિ બદલાઇ ગયો છે તું મારા દિકરાને મારા ઘરે અને મામાના ઘરે જવા દેતી નથી અને જીલ સાથે બીટુ એટલે કે મારો પતિ વ્‍યવહાર નહી રાખે તો અમો તારા મામાજીની પહેલી પત્‍નિને મારી નાખી તેમ તને મારી નાખીશુ તોય કોઈને ખબર નહી પડે એમ મને વિડિયો કોલમા હું એકલી હતી ત્‍યારે મને કહેલ. આવી રીતે મને મારવાની ધમકી આપતા. આમ મારો પતિ હિમાંશુ તથા સસરા સુરેશભાઈ તથા સાસુ સીમાબેન તથા દિયર કિશન તથા મારા મામાજી જયેશભાઇ તથા મામીજી નિરાલીબેન તથા મારા નાનીજી પ્રવિણાબેન તથા મામાજીની દિકરી જીલ ચોટાઇ બધા એક સંપ થઈ અને મને મેણા ટોણા મારી, મારકુંટ કરી મારી નાખવાની ધ મકી આપી,ગાળા ગાળી કરી, દહેજની માંગણી કરી શારીરિક માનસિક ત્રાસ આપતા હોય જેથી બધા વિરૂધ્‍ધ ફરિયાદ દાખલ કરાવવી પડી છે. હેડકોન્‍સ. એ.ડી. રેથડીયાએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(4:19 PM IST)