તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 17th June 2025
ભગવતીપરામાં પારકા ઝઘડામાં વચ્ચે પડતાં સમીર સોરા પર હુમલો
રાતે બે વાગ્યે અજાણ્યાએ હાથમાં છરી ઝીંકી

રાજકોટ તા. ૧૭: ભગવતીપરા હુશેનીયા મસ્જીદ પાસે રહેતો સમીર અયુબભાઇ સોરા (ઉ.વ.૨૯) રાતે બે વાગ્યે આશાબા પીરની દરગાહ પાસેથી ચાલીને જતો હતો ત્યારે અજાણ્યા શખ્સે તેના હાથમાં છરી કે તિક્ષ્ણ હથીયારનો ઘા મારી દેતાં લોહીલુહાણ હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં હોસ્પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, મહેશભાઇ જોગડા, ધર્મેન્દ્રભાઇ, પ્રશાંતભાઇ, શક્તિસિંહે બી-ડિવીઝન પોલીસને જાણ કરી હતી. સમીરના કહેવા મુજબ તે ટ્રક ડ્રાઇવીંગ કરી ગુજરાન ચલાવે છે. રાતે કામેથી ઘરે જતો હતો ત્યારે રસ્તામાં બે અજાણ્યા શખ્સો ઝઘડો કરતાં હોઇ પોતે છોડાવવા વચ્ચે પડતાં અજાણ્યાએ તેના પર ઘા કરી દીધો હતો. પોલીસે ખરેખર શું બન્યું? તેની તપાસ હાથ ધરી છે.
(12:10 PM IST)










