તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 17th June 2025
શાપર-વેરાવળ પોલીસે રાજકોટની મહિલાને ૮ કિલો ગાંજાના જથ્થા સાથે ઝડપી લીધી
પકડાયેલ કરીન ઉર્ફે ફરીદાએ રાજકોટમાં રાજસ્થાની શખ્સ ગાંજાનો જથ્થો આપી ગયાની ફેફીયત આપીઃ પીઆઇ આર.બી.રાણા તથા ટીમે દબોચી લીધી

તસ્વીરમાં પકડાયેલ મહિલા અને ગાંજાનો જથ્થો નજરે પડે છે.
રાજકોટ, તા., ૧૭: શાપર-વેરાવળ પોલીસે કાંગશીયાળી પાસેથી રાજકોટની મહિલાને ગાંજાના જથ્થા સાથે પકડી પાડી કાર્યવાહી હાથ ધરી છે.
અશોકકુમાર યાદવ પોલીસ મહાનિરીક્ષક રાજકોટ હિમકરસિંહ પોલીસ અધિક્ષક રાજકોટ ગ્રામ્ય તથા સીમરન ભારદ્રાજ એ.એસ.પી. રાજકોટ ગ્રામ્ય માદક પદાર્થની હેરાફેરી/વેચાણની પ્રવૃતિ કરતા ઇસમોને શોધી કાઢી કડક કાર્યવાહી કરવા સુચન કરેલ હોય જે અનુસંધાને કે.જી.ઝાલા નાયબ પોલીસ અધિક્ષક ગોંડલના માર્ગદર્શન હેઠળ મળેલ હકીકત આધારે શાપર (વેરાવળ) પો.સ્ટે વિસ્તારના કાંગશીયાળી ગામની સીમ માલધારી ચોકથી રાજકોટ જતા નેશનલ હાઇવે રોડ સૌરાષ્ટ્ર હોટલ પાસેથી કરીનબેન ઉર્ફે ફરીદા ડોઓ કરીમભાઇ શાહમદાર ઉ.વ.૩૦ રહે.રાજકોટ, કોઠારીયા સોલવન્ટ, રસુલપરા શેરી નં ૧૭,રોશની મેડીકલ ની બાજુમાં, રજાકભાઇના મકાનમાં ભાડેથી તા.જી.રાજકોટને માદક પદાર્થ (ગાંજા) નો જથ્થો ૮ કિલો ૬૩૮ ગ્રામ કુલ કિ.રૂ.૮૬,૩૮૦/- સાથે ઝડપી લીધી હતી.
પકડાયેલ કરીન ઉર્ફે ફરીદાએ આ ગાંજાનો જથ્થો રાજકોટમાં રેલ્વેના પાટા પાસે રાજસ્થાની શખ્સ આપી ગયાની કબુલાત આપી હતી.
પકડાયેલ કરીન ઉર્ફે ફરીદા અગાઉ ગાંજો વેચતી હોવાની અને પ્રથમવાર પોલીસની ઝપટે ચડી ગઇ હતી. આ કામગીરી શાપર(વે.) પો.સ્ટે. ના પો.ઇન્સ. આર.બી.રાણા, પો.સબ.ઇન્સ. વી.જી.જેઠવા તથા એ.એસ.આઇ મયૂરસિંહ જાડેજા, દિવ્યરાજસિંહ સરવૈયા, પો.હેડ કોન્સ. તુષારસિંહ જાડેજા, મહેન્દ્રભાઈ ધાધલ, પો કોન્સ.અલ્પેશભાઇ ડામસીયા, પો. કોન્સ લગ્ધીરસિંહ જાડેજા તથા ધનશ્યામસિંહ જાડેજા, અના.લોકરક્ષક મનસુખભાઇ ચૌહાણ, મહીલા લોકરક્ષક નિમુબેન મેતા નાઓ દ્વારા કરવામાં આવેલ છે.
(2:29 PM IST)










