<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 17th June 2025

હૃદયના ખરા ભાવથી વિજયભાઇને શ્રધ્‍ધાંજલી...

વિજયભાઇ વીરા...આવા રે પરિયાણ શાને આદર્યા...

(હે...સુના રે ચૌટાને સુની શેરીઓ... સુની દીસે છે રાજકોટની બજાર  રે...)

 

પ્‍લેન ઉડયુ છે અમદાવાદથી ને...

લંડન કેરી લીધી તમે વાટ રે...

-વિજયભાઇ વીરા... આવા તે પરિયાણ...

 

સંદેશ પહોંચ્‍યા છે દિલ્‍હી શહેરમાં

હે ઉડીને આવ્‍યો ભારત કેરો નાથ રે...

-વિજયભાઇ વીરા... આવા તે પરિયાણ...

 

હે.. બહેની રાધિકા કાગળ મોકલે

‘‘પપ્‍પા'' મારા વહેલા એકવાર આવો રે

 -વિજયભાઈ વીરા આવા તે પરિયાણ...

 

સંદેશ પહોંચ્‍યા છે અમેરિકા આંગણે

ઉડીને આવ્‍યો છે કુંવર ‘‘ઋષભ'' આજે રે

-વિજયભાઈ વીરા આવા તે પરિયાણ...

 

અંજલીબહેન રૂવે ધ્રુસકે ધ્રુસકે

ખોવાયો મારો મંગલસૂત્રનો શણગાર રે

-વિજયભાઈ વીરા આવા તે પરિયાણ

 

‘‘વસમી'' વિદાય લાગે વિજયભાઈ ‘‘આપની'' 

આંસૂની કલમે આ કાગળીયો ભીંજાય રે...

-વિજયભાઈ વીરા આવા તે પરિયાણ

 

‘‘માયા'' બાના જાયા આવા રે

પરિયાણ શાને આદર્યા

 

રમણીકભાઇના કુંવર આવા રે

-પરિયાણ શાને આદર્યા?

 

વિજયભાઇ વીરા...આવા રે પરિયાણ શાને આદર્યા...

 

રચયિતાઃ નાથુભાઇ મડીયા

નિવૃત નાયબ ઇજનેર જીઇબી રાજકોટ  (મો. ૯૯૭૮૪ ૦૩૩૨૫)

(2:34 PM IST)