તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 17th June 2025
રાજકોટથી વતન ઓરીસ્સા જવા નીકળેલો યુવક ભેદી રીતે ગુમ

રાજકોટ તા.૧૭: નિર્મલા કોન્વેન્ટ સ્કુલ રોડ પર આવેલા બાલમુકુંદ પ્લોટ શેરી નં.૪ સેફાલી ટાવર પાછળ રહેતા અને ઘરકામ કરતા મોતીલાલ અભિભાઇ સેનાપતિનો ૧૮ વર્ષીય પુત્ર સુમિતગઇ તા.૧૧ના સવારે ૧૧ વાગ્યે પોતાના પિતા પાસેથી રૂા.૨૦૦૦ લઇ વતનમાં જવાનું કહી નિકળ્યા બાદ ભેદી રીતે ગુમ છે. તેનુ વતન ઓરીસ્સા કાલાહાંડી જીલ્લાના બિનિકેલા (પો.સ્ટેશન કેસીંગા) ગામ છે. જો ૧૧મીએ તે હાવડા ટ્રેન મારફતે ગયો હોય તો બે દિવસમાં તેના વતન પહોંચી શકે છે પરંતુ આજ દિવસ સુધી વતનમાં નહિ પહોંચતા તેના માતા-પિતા અત્યંત વ્યથિત બની ગયા છે. યુવક પાસે મોબાઇલ ફોન પણ ન હતો. આ બારામાં ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવી છે. ફોટોમાં નજરે પડતા સુમિત મોતીલાલ સેનાપતિ અંગે કોઇને જાણ થાય તો (મો.૯૬૬૨૨ ૧૫૯૬૨) ઉપર જાણ કરવા જણાવાયું છે.
(3:34 PM IST)










