તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 17th June 2025
સ્વ.વિજયભાઈ તથા અન્ય મૃતકોને કાળાસર હિંગળાજ મંદિરની શ્રધ્ધાંજલી

રાજકોટ, તા.૧૭: અમદાવાદમાં થયેલ પ્લેન અકસ્માતમાં મળત્યુ પામેલા દીવંગત તમામ આત્માઓને સહૃદય શ્રઘ્ધા સુમન તથા એ આત્માઓ ને પરમપિતા પરમાત્મા પોતાનાં અમળતમય શ્રી ચરણોમાં સ્થાન આપે અને સાશ્વત શાંતિ પ્રદાન કરે એજ ભગવાન શિવ અને માં હિંગળાજ સમક્ષ નત મસ્તક પ્રાર્થના. આ અકસ્માતમાં દેશનાં જુદા જુદા વિસ્તારોમાંથી વિદેશ પ્રવાસે જઈ રહેલા યત્રાળુઓ સાથે ગુજરાતનાં પુર્વ મુખ્યમંત્રીશ્રીની પણ વસમી વિદાય થઇ છે. રાજકોટનાં પનોતા પુત્ર, સરળ સ્વભાવ અને વિશાળ લોકચાહના ધરાવનાર સૌરાષ્ટ્રનું અમુલ્ય રત્ન એવા લોકનેતા શ્રી વિજયભાઈ રૂપાણીને ગુમાવ્યાનું દુઃખ પણ હંમેશા રહેશે.
આ દુર્ઘટનામાં જે પરિવારોએ પોતાનાં સ્વજનો ગુમાવ્યા છે, તે સૌને મહામાયા માં હિંગળાજ આ આઘાત સહન કરવાની શક્તિ અને સામર્થ્ય આપે, તથા ઘવાયેલાઓ જલ્દીથી સ્વસ્થ થાય એજ માંના ચરણોમાં પ્રાર્થના. તેમ મહંત રજનીશગીરી ગોસ્વામી મહામાયા શ્રી હિંગળાજ પ્રગટ શક્તિપીઠ મંદિરની યાદીમાં જણાવ્યું હતું.
(3:53 PM IST)










