<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 18th June 2025

વિમાન દૂઘર્ટનામાં ભોગ બનનાર રાજકોટના મૂકતાબેન ડાંગરના ડીએનએ મેચ થયા : પાર્થિવ દેહ રાજકોટ લવાયો : સ્‍મશાન યાત્રા નીકળી

પુત્રી મીનલબેનના ડીએનએ મેચ થયા : મામલતદાર-પોલીસ એસ્‍કોટર્સ સાથે રાજકોટમાં પાર્થિવદેહ : : ઘંટેશ્વર ખાતે હૃદયદ્વાવક દૃશ્‍યો : રાજકોટના બીજા હતભાગી નરસીભાઇના ડીએનએ મેચીંગ બાકી

વિમાન દુર્ઘટનામાં મૃત્‍યુ પામનાર રાજકોટના મુકતાબેન ડાંગરને શહેર ભાજપ પ્રમુખ તથા અધિકારીઓ-આગેવાનો દ્વારા અંજલી

રાજકોટઃ અમદાવાદ વિમાન દુર્ઘટનામાં રાજકોટના શ્રી મુકતાબેન ડાંગરનુ પણ કરૂણ મૃત્‍યુ નિપજયું હતું. તેમનો ડીએનએ  રીપોર્ટ મેચ થતા આજે તેમના પાર્થિવદેહને સંપુર્ણ માન-સન્‍માન સાથે તેમના નિવાસસ્‍થાન લવાયો હતો અને ભાવાંજલી બાદ રામનાથ પરા ખાતે તેમની સ્‍મશાન યાત્રા લઇ જવાઇ હતી. આજે સદગતને શહરે ભાજપ પ્રમુખ શ્રી માધવ દવે, રાજાભાઇ, મામલતદાર કચેરીના સર્કલ ઓફીસર સત્‍યમ શેરસીયા, પોલીસના અધિકારીઓ, સગાજનો-પાડોશીઓ-સંબંધીઓએ અંજલી અર્પી ફુલહાર કર્યા હતા તે નજરે પડે છે. (તસ્‍વીરઃ અભીજીત બગથરીયા) 

રાજકોટ, તા. ૧૮ : અમદાવાદમાં થયેલ ભયાનક વિમાન દૂર્ઘટનામાં રાજકોટના  બે સ્‍વ. મૂકતાબેન ડાંગર અને રૂડાનગરમાં  રહેતા એડવોકેટ નરશીભાઇ સગપરીયાના પણ કરૂણ મૃત્‍યુ નિપજયા હતા.

બંનેના ડીએનએ મેચીંગ અંગે તા.૧૩ થી કાર્યવાહી શરૂ થઇ હતી. રાજકોટ કલેકટર શ્રી પ્રભવ જોષીએ રૂરલ પ્રાંત શ્રી વિમલ ચક્રવર્તી, મામલતદાર શ્રી કેતન સખીયા, મામલતદાર કૃષ્‍ણકુમારસિંહ ચુડાસમા અને અન્‍ય સ્‍ટાફને અમદાવાદ દોડાવ્‍યો હતો.

દરમિયાન ગત મોડી રાત્રે રાજકોટના હતભાગી શ્રી મુકતાબેન ડાંગર-ઘંટેશ્વર પાર્ક-એસઆરપી કેમ્‍પની સામે, બાપા સીતારામ ચોક, વર્ધમાન હાઇટસ પાસેના ડીએનએ ર્ટેસ્‍ટ તેમની પુત્રી મીનલબેન સાથે મેચ થતા ત્‍યાં અમદાવાદ ઉપસ્‍થિત મુકતાબેનના પુત્રી જમાઇ ભાંગી પડયા હતા. આ પછી વહેલી સવારે સંપુર્ણ માન સન્‍માન અને જરૂરી તમામ સર્ટીફીકેટો સાથે મુકતાબેનના પાર્થીવદેહની કુટુંબીજનોને સોંપણી કરાઇ હતી. સદગતના પાર્થિવ દેહને અમદાવાદથી આજે બપોરે ૧૧.૩૦ વાગ્‍યાની આસપાસ ખાસ એમ્‍બ્‍યુલન્‍સ, અમદાવાદ પોલીસ એરફોર્સ અને લોધીકા માલતદાર શ્રી કૃષ્‍ણકુમારસિંહ ચુડાસમાની સાથે રાજકોટ તેમના નિવાસસ્‍થાને લવાયો ત્‍યારે マદયદ્રાવક સર્જાયા હતા. તેમના પુત્ર મયુરભાઇ બચુભાઇ ડાંગર, વરૂણ મયુરભાઇ ડાંગર, પુત્રી મીનલબેન અન્‍ય સમાજના-આડોશી-પાડોશીઓ તથા અન્‍યો ભાંગી પડયા હતા. અત્‍યંત ગમગીની ભર્યુ વાતાવરણ સજાર્યુ હતું.

અત્રે ઉમરેવુ જરૂરી કે સ્‍વ. મૂકતાબેન આ પહેલા લંડન હતા, અને તેમના વીઝા સમાપ્‍ત થતા તેઓ રાજકોટ આવી ગયા હતા. બાદમાં ફરી વીઝા મંઝૂર થતા તેઓ અમદાવાદથી તા.૧૨ ના એર ઇન્‍ડીયાના બોઇંગમાં લંડના જઇ રહયા હતા અને બોંઇગ તૂટી પડતા મૂકતાબેનનું પણ કરૂણ મૃત્‍યુ નિપજયું હતું.

સદગતની સ્‍મશાનયાત્રાઆજ બપોરે તેમના નિવાસસ્‍થાનેથી નીકળી હતી. રાજકોટ પોલીસ સ્‍ટાફ ઉપરાંત પૂર્વ વિસ્‍તારની મામલતદાર કચેરીના સર્કલ ઓફીસર સત્‍યમ શેરલીયા અને અન્‍ય સ્‍ટાફ રામનાથપરા સ્‍મશાન સુધી સતત સાથે રહયા હતા.

દરમિયાન પ્‍લેન અકસ્‍માતમાં રાજકોટના અન્‍ય એડવોકેટ શ્રી નરશીભાઇ સગપરીયાનું પણ કરૂણ મૃત્‍યુ  નિપજયું છે. તેમના DNAટેસ્‍ટ હજુ મેચ થયા નથી તેમ અમદાવાદ રહેલા રાજકોટના પ્રાંત અધીકારીએ ઉમેર્યુ હતું. 

(3:34 PM IST)