તા. ૧૨ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો વદ – ૫ શુક્રવાર
News of Wednesday, 18th June 2025
શ્રી ઋષભદેવ સ્થા. જૈન સંઘ સંચાલિત સર્વે સંઘો દ્વારા વિજયભાઈ રૂપાણીને ભાવાંજલિ અર્પણ

રાજકોટઃ જૈન સમાજના પનોતા પુત્ર, જીવદયાપ્રેમી, જૈન શ્રેષ્ઠી, શાસન રત્ન, પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના આકસિમિક નિધનથી સમગ્ર જૈન સમાજ અને રાજ્ય તથા દેશની જનતાને ન પૂરી શકાય તેવી ખોટ પડી છે.
વિજયભાઈ રૂપાણી ઋષભદેવ સંઘના અગ્રણી શ્રાવકરત્ન હતા. વિજયભાઈએ પૂજ્ય ગુરુભગવંત બા.બ્ર. શ્રી રાજેશમુનિજી મહારાજસાહેબ પાસે શ્રાવકના ૧૨ વ્રત ધારણ કર્યા હતા. શ્રી વિજયભાઈ મુખ્યમંત્રી થયા પછી ગાંધીનગર તેમના કાર્યાલયમાં ખુરશી પર બેસતા પહેલા પૂજ્ય રાજગુરુભગવંતને યાદ કરી તેમને વંદન કરતા. શ્રીસમિતિનું મેગેઝીન (મુખપત્ર) ‘‘ગોંડલ ગચ્છ ગૌરવ'' નું પ્રથમ અંકનું વિમોચન તેમના હસ્તે થયેલ.
તેઓ મુખ્યમંત્રી હતા ત્યારે પૂજ્ય ગુરુદેવના માસક્ષમણના પારણા વખતે તા. ૧-૧ラ૨૦૨૧ના શ્રી પાર્શ્વનાથ ઉપાશ્રયમાં દર્શન તેમજ સુખશાતા પૂછવા માટે આવેલ, ત્યારે શ્નપૂજ્ય રાજગુરુભગવંતઙ્ખની પ્રેરણાને શીધ્ર શિરોધર્ય કરી વિજયભાઈએ તથા અંજલિબેને દરરોજ નિત્ય દેવ-ગુરુ-ધર્મનું ભાવપૂર્વક સ્મરણ તથા ત્રણ વંદના-નમસ્કાર કરવાનો નિયમ અંગીકાર કરેલ. શ્રી શીતલનાથ ઉપાશ્રયનું ઉદ્ધાટન પણ જૂન ૨૦૨૨ના એમના હસ્તે થયેલ.
આવો આત્મા ઉચ્ચ ગતિમાં જ ગયો હોય. શ્રી વિજયભાઈ પોતાની અધૂરી સાધના પૂર્ણ કરી વહેલા વહેલા મોક્ષગતિને પામે એવી પ્રાર્થના. તેમ શ્રી ગોંડલ સંપ્રદાય સ્થા. જૈન સિધ્ધાંત સંરક્ષક સમિતિラરાજકોટના ઉપપ્રમુખ પરેશભાઈ પટેલે જણાવેલ છે.
(2:30 PM IST)










