તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Wednesday, 18th June 2025
૨૨ જુને સવારે ૬:૨૦ કલાક થી સૂર્યગ્રહનો ગ્રહ આદ્રા નક્ષત્રમાં પ્રવેશઃ વિધિવત ચોમાસાનો પ્રારંભ
૨૧ જૂન શનિવારે સાયન સૂર્ય કર્ક રાશિમાં જતા દક્ષિણાયન અને વર્ષાઋતુનો પ્રારંભઃ વર્ષનો સૌથી લાંબો દિવસ

જેઠ વદ બારસને રવિવારે સવારના ૬:૨૦ કલાકે સૂર્યનારાયણ અદ્રા નક્ષત્રમાં પ્રવેશ કરશે. આ સમયે ગોચરમાં ચંદ્ર ભરણી નક્ષત્રમા છે. સુકર્મા નામનો યોગ છે કૌલવ કરણ છે.
જ્યોતિષી રાજદીપ જોશીના જણાવ્યા પ્રમાણે મેષ રાશિનો ચંદ્ર છે જ્યારે વાહન ઉંદરનું છે જે મધ્યમ ગણાય આદ્રા નક્ષત્રની પ્રવેશ કુંડળી જોતા મિથુન લગ્નમાં સૂર્ય બુધ અને ગુરુની યુતી વરસાદ માટે સારી ગણાય તીથી પ્રમાણે જોઈએ તો અનાજ કઠોળના ભાવ વધે સોના ચાંદીના ભાવ વધે જ્યારે વાર પ્રમાણે જોઈએ તો સફેદ વસ્તુઓ મોંઘી થાય પશુઓમાં પીડા થાય નક્ષત્ર પ્રમાણે જોઈએ તો આફતો આવે યોગ પ્રમાણે જોઈએ તો વ્યાપારમાં વધારો થાય પરંતુ સાથે મોંઘવારી પણ વધારો થાય વરસાદની બાબતે જોઈએ તો આ વર્ષે ગુજરાતમાં આશરે ૮૦ થી ૧૦૦% સુધી વરસાદ પડે તેવી આશા રાખી શકાય એટલે કે ૧૪ આની વર્ષ ગણાય એકંદરે પાક સારો થાય (જ્યોતિષી રાજદીપ જોશી)
(2:40 PM IST)










