તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Wednesday, 18th June 2025
જનસંઘ વખતના સાથી વિજયભાઇને ગુમાવ્યાનો આઘાત : નટુભાઇ ચાવડા

રાજકોટઃ ભાજપના ઉદય પહેલા જનસંઘ વખતના સાથી એવા વિજયભાઇ રૂપાણીને ગુમાવ્યાનો આઘાત નટુભાઇ ચાવડા અનુભવી રહયા છે. ધારાસભાની ચુંટણી લડી રહેલા વિજયભાઇ રૂપાણીના રોડ-શો વખતે પંચનાથ મંદીર ખાતેનો ફોટો શેર કરતા ભાજપના પીઢ અગ્રણી નટુભાઇ ચાવડાએ જણાવ્યું હતું કે, વિજયભાઇની વિદાય સહન ન થઇ શકે તેવી છે. વોર્ડ નં. ૧ ના ઇન્ચાર્જ વિજયભાઇ હતા અને હું વોર્ડ નં. ૭ નો ઇન્ચાર્જ હતો. દર બુધવારે કેશુભાઇ પટેલના ઘરે મીટીંગો થતી ત્યારથી અરવિંદભાઇ મણીયાર, વજુભાઇ વાળા સહિતના લોકો કાર્યકર તરીકે ખભ્ભે ખભ્ભા મેળવી કાર્યરત રહયા છીએ. વિજયભાઇની વિદાયથી અમને બહુ મોટી ખોટ પડી છે.
(3:20 PM IST)










