<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 18th June 2025

ભુગર્ભ ગટરો-સેપ્‍ટીક ટેન્‍કની સફાઇ પહેલા-પછી શું સાવચેતી રાખવી

નેશનલ સફાઇ કર્મચારી ફાયનાન્‍સ એન્‍ડ ડેવલપમેન્‍ટ કોર્પોરેશન દ્વારા નમસ્‍તે યોજના અંતર્ગત વર્કશોપ યોજાયો સફાઇ કામગીરી સાથે સંકળાયેલ તમામ કર્મીઓને સાધનો વપરાશ માટેની માહિતી અપાઇ

રાજકોટ, તા., ૧૮:  નેશનલ સફાઈ કર્મચારી ફાયનાન્‍સ એન્‍ડ ડેવલપમેન્‍ટ કોર્પોરેશન (NSKFDC) દ્વારા ભૂગર્ભ ગટર તથા મશીન હોલની સફાઈ કામગીરી સાથે સંકળાયેલ સફાઈ કામદારો/વ્‍યક્‍તિઓની કામગીરી દરમ્‍યાન સેફટીના સાધનોના વપરાશ (૧) PPE કીટ્‍સ, સલામતી સાધનો અને મશીનોના ઉપયોગ અને મહત્‍વ (૨) MS એક્‍ટ, ૨૦૧૩ની જોગવાઈ તથા ગટર અને સેપ્‍ટિક ટાંકીની સલામત અને આરોગ્‍યપ્રદ સફાઈ અંગેના MS નિયમો (૩) ગટરો અને સેપ્‍ટિક ટેન્‍કની સફાઈ પહેલાં, દરમ્‍યાન અને પછી લેવાતા સાવચેતી પર પ્રેઝન્‍ટેશન (૪) સ્‍વચ્‍છતા ઉદ્યમી યોજના (SUY) હેઠળ સ્‍વચ્‍છતા સંબંધિત પ્રોજેક્‍ટ માટે ધિરાણ આપવાની યોજનાઓ (૫) NAMASTE અને DAKSH હેઠળ તાલીમ આપી ગટર અને સેપ્‍ટિક ટેન્‍કની જોખમી સફાઈ અટકાવવા માટે અર્ધદિવસીય વર્કશોપ યોજાયેલ હતો. આ કામગીરી સાથે સંકળાયેલા કામદારો સાથે ભવિષ્‍યમાં કોઈ અનિચ્‍છનીય બનાવ ન બને તે માટે સેફટીના સાધનોનો યોગ્‍ય ઉપયોગ કરવાથી તથા સફાઈ કામગીરીની યોગ્‍ય SOP (સ્‍ટાન્‍ડર્ડ ઓપરેટીંગ પ્રોસીઝર) અનુસરવાથી શકય અકસ્‍માતો નીવારી શકાય છે. જે ધ્‍યાને લઈને નેશનલ સફાઈ કર્મચારી ફાયનાન્‍સ એન્‍ડ ડેવલપમેન્‍ટ કોર્પોરેશન (NSKFDC) દ્વારા વર્કશોપ યોજવામાં આવેલ. જેમાં ડ્રેનેજ પ્રોજેક્‍ટ શાખાના ના.કા.ઈ. શ્રી પી.એમ.કાસુન્‍દ્રા, મદદનીશ ઇજનેર રાજેશ રાઠોડ, ગૌરવ પુરબિયા, વર્ક આસીસ્‍ટન્‍ટા રવી સોલંકી, નવધણ જે. પ્રજાપતી તેમજ તમામ ૧૮ વોર્ડના ભૂગર્ભ ગટર ફરિયાદ નિકાલ વિભાગના નાયબ કાર્યપાલક ઈજનેર, મદદનીશ એન્‍જીનીયર સહિતના દ્વારા યોગ્‍ય SOP અંગેની વિસ્‍તારપૂર્વક માહિતી આપવામાં આવેલ. આ સમગ્ર વર્કશોપનું આયોજન ડ્રેનેજ પ્રોજેક્‍ટ વિભાગના સીટી એન્‍જીનીયર કે.પી.દેથારીયાના માર્ગદર્શન હેઠળ થયેલ હતું.

મહાનગરપાલિકાના દરેક વોર્ડના ના.કા.ઈઓ, મ.ઈ/ અ.મ.ઈ., સેનેટરી ઇન્‍સ્‍પેક્‍ટરઓ, તથા ભૂગર્ભ ગટર તથા મશીન હોલની સફાઈ કામગીરી સાથે સંકળાયેલ એજન્‍સીઓ તેમજ તેમના કામદારોને સેફટીના સાધનોના વપરાશ તથા સલામતી અંગે જાગળતતા ખાતર તેમજ જાણકારી મળે તથા સતર્કતા રહે તે હેતુથી આ વર્કશોપનું આયોજન કરવામાં આવેલ.

(3:35 PM IST)