<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 18th June 2025

સામાકાંઠે સોૈથી વધુ ૩૫ મીમી (૧.૫૦ ઇંચ):મોસમનો કુલ ૯.૫૦ ઇંચ વરસાદ

 

રાજકોટ તા. ૧૮: શહેરમાં છેલ્લા ત્રણ દિવસથી કટકે કટકે ધોધમાર વરસાદ પડી રહેલ છે. સોમવારે ધુવાધાર ચાર ઈંચ વરસાદ પડી ગયા બાદ ગઈકાલે સાંજના સમયે તેમજ રાત્રીના ધીમીધારે દોઢ ઈંચથી વધુ પાણી વરસી જતાં મોસમનો કુલ વરસાદ ૯ાાઈંચને પાર થયો છે. 

શહેરમાં ગઈકાલે છ વાગ્‍યા બાદ શરૂ થયેલ ધોધમાર વરસાદ ફક્‍ત ૧૦ મીનીટ વરસ્‍યો હતો ત્‍યાર બાદ રાત્રી દરમિયાન ઝાપટા સ્‍વરૂપે તેમજ ધીમીધારે વરસાદ વરસવાનું ચાલુ રહેતા સેન્‍ટ્રલઝોનમાં ૩૮ મીમી, વેસ્‍ટઝોનમાં૨૦મીમી અને ઈસ્‍ટઝોનમાં સૌથી વધુ ૩૫ મીમી પાણી વરસી ગયું હતું. ગઈકાલના વરસાદના પગલે સેન્‍ટ્રલઝોનનો કુલ વરસાદ ૨૪૪ મીમી તથા વેસ્‍ટઝોનનો કુલ વરસાદ ૨૬૫ મીમી અને ઈસ્‍ટઝોનનો કુલ વરસાદ ૧૯૨ મીમી ફાયર વિભાગના ચોપડે નોંધાયો છે. જેથી શહેરનો સરેરાશ આજ સુધીનો વરસાદ ૯ાા ઈંચ પર પહોંચ્‍યો છે. ગઈકાલે સમીસાંજે વરસાદ શરૂ થતાં ફરી વખત મુખ્‍યમાર્ગો ઉપર પાણી ભરાવાની ઘટનાઓ આમ જોવા મળી હતી. તેમજ ગઈકાલના વરસાદના પગલે શહેરને પીવાનું પાણી પુરૂ પાડતા જળાશયોમાં પણ નોંધપાત્ર પાણીની આવક થઈ હોવાનું જાણવા મળેલ છે.

(3:46 PM IST)