<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 18th June 2025

રાજકોટના નવા કલેકટર ડો. ઓમપ્રકાશ સામે લોકમેળો એ મોટો પડકારઃ છેવાડાના વિસ્‍તારો સુધી પહોંચવા પ્રાધાન્‍ય

લોકમેળામાં SOPનું ફરજીયાત પાલન કરાશેઃ રાજકોટમાં ર૦૧૯માં આસિ. કલેકટર તરીકે ફરજ બજાવી છે

રાજકોટ, તા. ૧૮: રાજકોટ કલેકટર શ્રી પ્રભાવ જોષીની બદલી થતા તેમના સ્‍થાને જૂનાગઢ મ્‍યુ.કમીશ્નર ડો. ઓમપ્રકાશ ની રાજય સરકારે નિમણુંક કરી છે, તેઓ સંભવતઃ ગુરૂવારે કે શુક્રવારે ચાર્જ સંભાળે તેવી શકયતા છે.

આજે જૂનાગઢ ખાતે તેમનો ફોન ઉપર સંપર્ક કરવા ૩ થી ૪ વખત કોશીશ કરાઇ હતી, પરંતુ તેઓ મીટીંગમાં વ્‍યસ્‍ત હોય પ્રત્‍યુતર આપી શકયા ન હતા.

અત્રે એ નોંધનીય છે કે નવા કલેકટર ડો. ઓમપ્રકાશ ર૦૧૯ માં રાજકોટમાં રૂરલ પ્રાંત તરીકે આસિ. કલેકટર તરીકે ફરજ બજાવી ચુકયા છે, ત્‍યારે પણ તેમણે રાજકોટનો લોકમેળો એઇમ્‍સ અંગે મહત્‍વની કામગીરી કરી હતી.

હવે તેઓ રાજકોટમાં કલેકટર તરીકે આવી રહયા છે, આવતા વેત તેમની સામે રાજકોટનો લોકમેળો એ મોટો પડકાર બની રહેશે, કારણ કે નવા SOP મુજબ રાઇડ માલીકો આવવા તૈયાર નથી, અને નવા કલેકટરે SOPનું પાલન ફરજીયાત પણે કરવું પડશે તેવો નિર્દેશ આપી દિધો છે, રાજકોટનો લોકમેળો અત્‍યારથી જ વિવાદમાં આવી ગયો છે, નવા કલેકટર ડો. ઓમપ્રકાશ રાઇડ અંગે કયાં પ્રકારના નિણર્યો લેશે તે ઉપર રાઇડ માલીકોની પણ મીટ મંડાઇ છે, ડો. ઓમપ્રકાશ એવો પણ નિર્દેશ આપ્‍યો હતો કે રાજકોટ જીલ્લાના છેવાડાના વિસ્‍તારો સુધી આરોગ્‍ય-શિક્ષણ અને લોકોને માટે તમામ યોજનાઓ પહોંચે તે ખાસ પ્રાધાન્‍ય રહેશે, તેઓ રાજકોટમાં ફરજ બજાવી ચુકયા હોય રાજકોટથી પરિચિત છે

(4:12 PM IST)