તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Wednesday, 18th June 2025
પ્લાસ્ટીક પ્રદુષણ દુર કરવા મનપા કાર્યરતઃ વિવિધ સ્થળોએ ઝુંબેશ
શહેરના મેઇન રોડ, બસસ્ટેન્ડ, રીક્ષા સ્ટેન્ડ, જાહેર શૌચાલયની સફાઇ : સીંગલ યુઝ પ્લાસ્ટીક વપરાશકર્તાઓને ત્યાં ચેકીંગઃ જપ્તી-વહીવટી ચાર્જ વસુલાયો

રાજકોટ, તા. ૧૮: મહાનગરપાલિકા દ્વારા વિશ્વ કક્ષાએ પ્લાસ્ટિક પ્રદૂષણનો અંત લાવવા અને સ્વચ્છતા જાળવવા માટે “Ending Plastic Pollution” વિષય અંતર્ગત ઝુંબેશ હાથ ધરવામાં આવેલ છે.
જેમાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રાજકોટ શહેરના બસ સ્ટેન્ડ, રીક્ષા સ્ટેન્ડ, ટેક્ષી સ્ટેન્ડ, હાઇવે, રીંગ રોડ, મેઇન રોડની સફાઇ ઝુંબેશ હાથ ધરવામાં આવી અને GVP પોઇન્ટ અને તમામ જાહેર તથા સામૂહિક શૌચાલયની સફાઈ કરવામાં આવી, રાજકોટ શહેરના સિંગલ યૂઝ પ્લાસ્ટિક હોટપોસ્ટ વિસ્તારમાંથી પ્લાસ્ટિક દૂર કરવાની કામગિરિ કરવામાં આવી, સિંગલ યૂઝ પ્લાસ્ટિકનો વપરાશ કરતાં યુનિટ, શોપ પર તપાસ કરી પ્લાસ્ટિક જપ્ત કરવાની અને વહીવટી ચાર્જ વસૂલાત કરવાની કામગીરી કરવામાં આવી.
(3:59 PM IST)










