<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 19th June 2025

પ્‍લેનક્રેશ દુર્ઘટનાઃ રાજકોટના આર્કીટેક્‍ટ નરશીભાઈ સગપરીયાના ડીએનએ મેચઃ સ્‍મશાનયાત્રા

રાજકોટઃ વિમાન ક્રેશ દુર્ઘટનામાં અવસાન પામેલા રાજકોટના જાણીતા આર્કિટેક્‍ટ નરશીભાઈ રાઘવભાઈ સગપરિયાના ડીએનએ ગઈકાલે મેચ થતા આજરોજ સવારે ૮ વાગે તેમના નિવાસસ્‍થાન રૂડા નગર ૧, ભક્‍તિધામ મંદિર પાછળ કાલાવડ રોડ ખાતેથી સ્‍મશાનયાત્રા નીકળી હતી. મોટી સંખ્‍યામાં લોકો જોડાયા હતા. જેમાં શહેર ભાજપ પ્રમુખ માધવભાઈ દવે, મહામંત્રી અશ્વિનભાઈ મોલિયા, મંત્રી રાજદીપસિંહ જાડેજા સહિતના અગ્રણીઓ તેમજ ઉદ્યોગપતિ બિલ્‍ડરો, સ્‍નેહીજનો ઉપસ્‍થિત રહ્યા હતા. જે તસ્‍વીરમાં નજરે પડે છે. (મો.૯૬૦૧૭ ૭૮૮૫૫) (તસ્‍વીરઃ અભિજીત બગથરીયા) કાલે બેસણું

તા.૨૦ શુક્રવાર સવારે ૯ થી ૧૧ માધવ બાગ, એચસીજી હોસ્‍પિટલ પાછળ, અયોધ્‍યા ચોક, ૧૫૦ ફૂટ રીંગરોડ, રાજકોટ.

(10:30 AM IST)