<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 19th June 2025

એઈમ્‍સ રાજકોટ પરિવાર દ્વારા વિજયભાઈને શ્રધ્‍ધાંજલી

રાજકોટઃ રાજ્‍યના લોકલાડીલા નેતા અને કોમન મેન તરીકે જાણીતા વિકાસના સ્‍વપ્‍નદ્રષ્‍ટા પૂર્વ મુખ્‍યમંત્રી સ્‍વ.વિજયભાઈ રૂપાણીનું પ્‍લેન દુર્ઘટનામાં આકસ્‍મિક અવસાનથી ગુજરાતભરમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. ત્‍યારે ગુજરાત સૌરાષ્‍ટ્ર રાજકોટ એઈમ્‍સ વિજયભાઈનું ઋુણી રહ્યું છે ત્‍યારે આજે એઈમ્‍સ પરિવાર દ્વારા સ્‍વ.શ્રી વિજયભાઈને પાંચ મિનિટનું મૌન પાળી ઓમ શાંતિ સાથે ભાવભીની શ્રધ્‍ધાંજલિ આપવામાં આવી હતી. દિવંગત વિજયભાઈ રૂપાણીને ભાવપૂર્ણ હૃદયાંજલિ આપવા એઈમ્‍સ રાજકોટના ડેપ્‍યુટી ડાયરેક્‍ટર કર્નલ પ્રતાપસિંહ ડેપ્‍યુટી મેડિકલ સુપ્રિડેન્‍ટ વિભાગના એચ.ઓ.ડી. તમામ ફેકલ્‍ટી, ડોક્‍ટર, એડમિનિસ્‍ટ્રેટિવ ઓફિસર, એડમિન સ્‍ટાફ, નર્સિંગ ઓફિસર, સ્‍ટુડન્‍ટ અને આઉટ સોર્સ સહિતના ઉપસ્‍થિત રહ્યા હતા.

(2:01 PM IST)