<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 19th June 2025

અંકુર સોસાયટીમાં હસીનાના ઘરમાં જૂગાર રમતાં પાંચ મહિલા સહિત ૧૦ને ભક્‍તિનગર પોલીસે પકડયા

આજીડેમના કાંઠે મંદિર પાસે તિનપત્તી રમતાં લોધેશ્વર સોસાયટીના ૭ને આજીડેમ પોલીસે પકડયા ભીલવાસમાં જાહેરમાં ઘોડીપાસાના પાટલા પર પ્ર.નગર પોલીસનો દરોડોઃ પાંચ પકડાયા, એક ભાગી ગયો

રાજકોટ તા. ૧૯: પોલીસે અલગ અલગ સ્‍થળે જૂગારના ત્રણ દરોડા પાડયા હતાં. જંગલેશ્વર અંકુર સોસાયટીમાં મહિલા ઘરમાં જૂગાર રમાડતી હોઇ ભક્‍તિનગર પોલીસે દરોડો પાડી પાંચ મહિલા સહિત ૧૦ને પકડયા હતાં. પ્ર.નગર પોલીસે ભીલવાસમાં જાહેરમાં ઘોડીપાસનો પાટલો માંડી જૂગાર રમી રહેલા પાંચને પકડી લીધા હતાં, એક ભાગી ગયો હતો. આજીડેમ પોલીસે આજીડેમ કાંઠે આવેલા મંદિર પાસે જૂગાર રમવા બેઠેલા લોધેશ્વર સોસાયટીના સાત શખ્‍સોને પકડી લીધા હતાં.

જાણવા મળ્‍યા મુજબ ભક્‍તિનગર પોલીસે ભવાનીનગર અંકુર સોસાયટી-૬માં રહેતી હસીનાબેન નીઝામભાઇ પડીયાના ઘરમાં જૂગાર રમાતો હોવાની બાતમી પરથી દરોડો પાડી તેણીને તથા ગંજીવાડા-૬૫ના અનિલ ધીરૂભાઇ દેગામા, ગાંધી સોસાયટી જંગલેશ્વરના કોૈશર સલીમભાઇ મેતર, ભગવતીપરાના સોહિલ મજીદભાઇ સોરા, અંકુર સોસાયટી-૯ના અશરફ અલ્લારખાભાઇ મેતર, બાબરીયા કોલોની-૭ની દિવ્‍યાબેન વિજયભાઇ દેવડા, સોરઠીયા વાડી પલંગ ચોક સજવી પ્‍લાઝાની મુક્‍તાબેન હસમુખભાઇ વેકરીયા, ગંજીવાડા સંતોષી ચોકની કૈલાસબેન સુરેશભાઇ રોજાસરા અને જંગલેશ્વર-૧૩ની નીલોફરબેન અજીતભાઇ હીંગોરાને તિનપત્‍ત્‍ીનો જૂગાર રમતાં પકડી લઇ રૂા. ૩૫૭૦૦ કબ્‍જે લીધા હતાં. પીઆઇની સુચના અંતર્ગત પીએસઆઇ જે. જે. ગોહિલ, ભગીરથસિંહ ઝાલા સહિતની ટીમે આ દરોડો પાડયો હતો.

જ્‍યારે બીજા દરોડામાં પ્ર.નગર પોલીસે ભીલવાસ ઇગલ પેટ્રોલ પંપ નજીક કતલખાના પાસે દરોડો પાડી જાહેરમાં ઘોડીપાસાનો પાટલો માંડી જૂગાર રમી રહેલા સદર બજાર નિશાંત રેસ્‍ટોરન્‍ટ પાસેના શબ્‍બીર ગફારભાઇ કટારીયા, સોની બોર્ડિંગવાળી શેરીના મકદુમ ગફારભાઇ કટારીયા, સદર મસ્‍જીદ નજીક રહેતાં અબુ હસનભાઇ ચોૈહાણ, ભીલવાસ-૨ના રફિક કાસમભાઇ દલવાડી, નાણાવટી ચોક આરએમસી ક્‍વાર્ટર ૩૫૧ના અબ્‍દુલ ગફારભાઇ કટારીયાને ઝડપી લઇ રોકડા ૪૭૩૦ તથા ઘોડીપાસા બે નંગ કબ્‍જે લીધા હતાં. દરોડો પાડવામાં આવતાં ભીલવાસનો નજીર અલ્લારખાભાઇ ઠાસરીયા ભાગી ગયો હતો.

પ્ર.નગર પોલીસ મથકના પીઆઇની સુચના અંતર્ગત તોૈફિકભાઇ મંધરા, રવિભાઇ ચાવડા, વનરાજભાઇ બોરીચા, એમ. સી. જાડેજા સહિતની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્‍યારે આ દરોડો પાડવામાં આવ્‍યો હતો.

ત્રીજા દરોડામાં આજીડેમ પોલીસની ટીમે  આજીડેમ કાંઠે મહાકાળી માતાજીના મંદિર પાસે જાહેરમાં જૂગાર રમતાં સાતને પકડી લીધા હતાં. ટીમ પેટ્રોલીંગમાં હતી ત્‍યારે માહિતી મળતાં દરોડો પાડી ગોંડલ રોડ લોધેશ્વર સોસાયટી-૭ના સંજય શાંતિલાલ ઝરીયા, ભરત કાનાભાઇ ઝરીયા, અજય ચુનીલાલ ઝરીયા, રણજીત જીવણભાઇ ઝરીયા, વિશાલ મનસુખભાઇ ઝરીયા, અશોક નંદરામભાઇ ઝરીયા અને રવિ અશોકભાઇ ઝરીયાને ગંજીપાનાથી જૂગાર રમતાં પકડી લઇ રોકડા ૧૨૭૦૦ કબ્‍જે લીધા હતાં. પીઆઇની સુચના અંતર્ગત હારૂનભાઇ ચાનીયા, એસ. ડી. બારોટ, દેવાભાઇ ધરજીયા સહિતના સ્‍ટાફે દરોડો પાડયો હતો. ઝડપાયેલા મોટા ભાગના કારખાનામાં મજૂરી કરે છે. બુધવારે  કારખાનામાં રજા હોઇ આ સ્‍થળે જૂગાર રમવા ભેગા થયા હતાં.

(2:07 PM IST)