હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
આંગણવાડીના બાળકોને સુપોષિત કેમ બનાવશોઃ વર્કશોપ યોજાયો
પ્રતિજ્ઞા સાથે સંકલ્પ લેવાયોઃ ‘મિશન પોષણ RMC ' અંતર્ગત આઇ.સી.ડી.એસ. અને આરોગ્ય શાખાના સંયુકત ઉપક્રમે આયોજન

રાજકોટ તા.૧૮: મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા તથા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર મનીષ ગુરવાનીના માર્ગદર્શન તથા પ્રોગ્રામ ઓફિસર શારદાબેન દેસાઈ અને આરોગ્ય અધિકારી ડો. જયેશ વાકાણીના નિર્દેશન હેઠળ તા.૦૯ તા.૧૧ જુન દરમિયાન પ્રમુખ સ્વામી ઓડિટોરિયમ રાજકોટ ખાતે સરકારશ્રીના ‘‘પોષણ સંગમ'' કાર્યક્રમ અંતર્ગત ‘‘મિશન પોષણ RMC'' વર્કશોપનું આયોજન કરવામાં આવેલ.
આ કાર્યક્રમ અંતર્ગત આંગણવાડી વર્કરો, સુપરવાઇઝરો, સીડીપીઓ, ફિમેલ હેલ્થ વર્કરશ્રીઓ, મેડિકલ ઓફિસરે, RBSK મેડિકલ ઓફિસર અને તેમની ટીમને રાજકોટ મહાનગરપાલિકાની કુલ-૩૬૪ આંગણવાડી કેન્દ્રના કુપોષિત બાળકોને સુપોષિત કરવા માટે રૂબરૂ વિઝિટ કરી કાઉન્સેલિંગ દ્વારા સુપોષિત કરવા અંગે વિગતવાર માર્ગદર્શન આપવામાં આવેલ.
નાયબ આરોગ્ય અધિકારી ધવલ પાડલીયા તથા નાયબ નિયામક પૂર્વીબેન પંચાલ, આઈ.સી.ડી.એસ વિભાગના બાળ વિકાસ અધિકારીશ્રીઓ, મુખ્ય સેવિકાઓ અને તેમને ટીમ તેમજ આરોગ્ય વિભાગના મેડિકલ ઓફિસરશ્રીઓ, ANMઓ, ફિમેલ હેલ્થ વર્કરશ્રીઓ અને આંગણવાડી કાર્યકર બહેનોએ હાજર રહીને આ કાર્યક્રમને સફળ બનાવેલ.
‘‘મિશન પોષણ RMC'' વર્કશોપના અંતે કુપોષિત બાળકોને સુપોષિત બનાવવા માટે આઈ.સી. ડી. એસ તેમજ આરોગ્ય શાખાના અધિકારીઓ અને કર્મચારીશ્રીઓએ સાથે મળીને પ્રતિજ્ઞા લઈને કુપોષિત બાળકોને સુપોષિત બનાવવાનો સંકલ્પ કરેલ છે.










