<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 19th June 2025

ટાટાની પ્રોડક્‍ટ તનૈરામાં સાડી સહિતની આઈટમો ઉપર ૪૦ ટકાની વિશેષ છુટ

ગ્રાહકો નિર્મલા રોડ પરના તનૈરા શોરૂમ ખાતે આ ઓફરનો લાભ લઈ શકશે

રાજકોટઃ ટાટાની પ્રોડક્‍ટ તનૈરાએ આ વર્ષે ૩૦ ટકા વળદ્ધિ નોંધાવી છે આ તેજી તેના વિકાસ તરફી ટ્રેન્‍ડને વેગ આપી રહી છે. આ બ્રાન્‍ડે સૌપ્રથમ વખત દેશવ્‍યાપી સેલ લોન્‍ચ કર્યું છે જેમાં સાડી, રેડી ટુ વેર એન્‍સેમ્‍બલ્‍સ, અનસ્‍ટીચ્‍ડ કુર્તા સેટ્‍સ અને ફેસ્‍ટિવલ લહેંગા સહિતની વિશાળ રેન્‍જની પ્રોડક્‍ટ્‍સ પર ૪૦ ટકા સુધીની છૂટ આપવામાં આવી છે તેમ યાદીમાં જણાવાયું છે.

૪૧ શહેરોમાં ૮૦ સ્‍ટોર્સના રાષ્‍ટ્રવ્‍યાપી નેટવર્ક સાથે તનૈરા પસંદગીના એથનિક વેર ડેસ્‍ટિનેશન તરીકે તેની સ્‍થિતિને વધુ મજબૂત બનાવી રહી છે. તહેવારોની સિઝન ધાર્યા કરતાં વહેલી શરૂ થઈ છે ત્‍યારે આ સેલનો હેતુ સિઝનનો પ્રારંભ થયાની જાહેરાત કરવાનો અને ગ્રાહકોને શુદ્ધ તથા પ્રમાણિત રેન્‍જની પ્રોડક્‍ટ્‍સ ખરીદવાની તક આપવાનો છે. આ પ્રોડક્‍ટ્‍સ તનૈરાની અનન્‍ય ડિઝાઇનના લીધે બધાથી અલગ તરી આવે છે. ગ્રાહકો રાજકોટમાં નિર્મલા કોન્‍વેન્‍ટ રોડ પરના તનૈરા શોરૂમ ખાતે આ ઓફરનો લાભ લઈ શકે છે. તેમ ચીફ સેલ્‍સ એન્‍ડ માર્કેટિંગ ઓફિસર સોમપ્રભ કુમાર સિંહે જણાવ્‍યું હતું.(૪૦.૩૪)

છત્રી-રેઇનકોટનું વેંચાણ શરૂ : વિધિવત ચોમાસાની સારી શરૂઆત થઇ જતા રાજકોટના માર્ગો ઉપર છત્રી-રેઇનકોટનું વેચાણ શરૂ થઇ ગયુ છે. આનંદબંગલા ચોકમાં જામેલી છત્રી-રેઇનકોટ અને પ્‍લાસ્‍ટીક વેંચાણની બજાર તસ્‍વીરમાં નજરે પડે છે. (તસ્‍વીર : અભિજીત બગથરીયા) 

(2:25 PM IST)