હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
આ વખતે શુક્રવારે જ ઇસ્લામી નૂતનવર્ષ ને’ આશૂરાહ પર્વ રવિવારે
ર૬મી ગુરૂવારે સાંજે ચંદ્રદર્શનઃ મહોર્રમ માસ શરૂ થવાને હવે આઠ દિવસ જ બાકીઃ કરબલાના શહીદોની સ્મૃતિમાં બનતા તાજીયા : છેલ્લા ત્રણ વર્ષથી ૩૦ દિ' પૂરા થવાની પરંપરા તૂટશે, જેથી આ વખતે જિલહજજ માસના ર૯ દી'જ થશેઃ ગુરૂવારે સાંજે જ હિજરી ૧૪૪૭ નો ચંદ્રોદય: રવિવારના લીધે તાજીયા જુલુસ વેળા રાહત રહેશેઃ ર૬મી રાત્રિથી જ લતેલતે હુસૈની મજાલિસોનો પ્રારંભ

તાજીયા નિર્માણ : મહોર્રમ માસમાં બની રહેલા વિવિધ પ્રકારના તાજીયાઓ માટે કાર્યરત તેના કારીગરો અને તાજીયા કામગીરી તસ્વીરમાં નજરે પડે છે.
(ફાઇખ દ્વારા) રાજકોટ તા.૧૯: આગામી શુક્રવારના રોજ ઇસ્લામી નૂતન વર્ષ અર્થાત હિજરી ૧૪૪૭ નો પ્રારંભથનાર છે.
હાલમાં ઇસ્લામી પંચાગનોહજજનો ૧૨મો મહિનો જીલ હજજ ચાલી રહ્યો છે જેના ર૯ માં દિવસે એટલે કે, તા.ર૬-૬-રપને ગુરૂવારે સાંજે ચંદ્રદર્શન થનાર હોઈ તા.ર૭-૬-રપના શુક્રવારે ૧ લી મહોર્રમ થશે. બીજી તરફ હાલમાં હિજરી સંવત ૧૪૪૬ ચાલી રહી છે જે ૨૭મી થી ૧૪૪૭ માં પરિવર્તીત થઇ જશે. મહોર્રમ માસ ઇસ્લામી પંચાગનો પ્રથમ મહિનો છે.
જો કે ગત ૧૨મો મહિનો જીલહજજમાં ઇદ ઉજવાઈ હતી. જે પર્વ પણબલિદાન પ્રકટ કરે છે ત્યારે ઇસ્લામી ઇતિહાસમાં મહોર્રમ માસમાં પણ અનેક ઘટનાઓ અંકીત થઈ છે જે પૈકી ઇરાકના કરબલા શહેરમાં બનેલી ઘટના પણ બલિદાનની ભાવના પ્રકટ કરતી હોય ઈસ્લામી વર્ષની શરૂઆત અને અંત બંને બલિદાનની ભાવના ઉંપર નિર્ભર રહ્યા છે.
આ મહિનામાં ખાસ ઇસ્લામી ૧૦મી તારીખના દિને આશૂરાહ પર્વ મનાવાશે જે આ વખતે તા. ૬-૭-રપના દિવસે રહેશે અને એ દિવસે રવિવાર હશે.
ખાસ કરીને મુસ્લિમ વર્ષનો આ પ્રથમ મહીનો મહોર્રમ માસમાં તાજીયા બનાવવામાં આવે છે જેની કામગીરી છેલ્લા એક મહિનાથી ચાલી રહી છે જે તાજીયા આગામી તા.૬-૭-ર૦રપ ના રવિવારના દિવસે ફરનાર છે જે ૧૦ મી મહોર્રમનો દિવસ હશે આ દિવસને આશૂરા કહેવામાં આવે છે. આ પૂર્વે તા.પ-૭-ર૦રપ શનિવારના સાંજે તમામ તાજીયાઓ મેદાનમાં આવી જશે.
ઇસ્લામ ધર્મના મહાન સ્થાપક અને અંતિમ પૈગમ્બર હઝરત મુહમ્મદ સાહેબના દોહીત્ર હઝરત ઇમામ હુસૈનએ સત્યતાની ક્રાજે ઇરાકના રેતાળ પ્રદેશ કરબલાના તપતા મેદાનમાં યુધ્ધ ખેલી પોતાના ૭૨ પરિવારજનો અને સાથીદારો સાથે ભવ્ય શહિદી પામી ઈતિહાસના પાને અમર થઈ જતા આ ભવ્ય બલિદાન ગાથાની સ્મળતિમાં દરવર્ષે મહોર્રમ માસમાં તાજીયા બનાવવામાં આવે છે.આ તાજીયામાં અનેક પ્રકારની કલાત્મકતા દર્શાવવામાં આવે છે અને તેમા વિવિધ સજાવટો કરવામાં આવે છે અને તેનો આશૂરાના દિવસે જાહેરમાં હિન્દુ મુસ્લિમો એક સાથે દર્શન કરવા ઉમર્ટી પડતા હોઇ ભાઇચારાની ભાવના એ સમયે મહેકી ઉઠે છે.
જેમાં પણ કેટલાક સ્થળે દર વર્ષે સંપુર્ણ નવા તાજીયા બનાવાય છે અને કેટલાક સ્થળે જૂના તાજીયાજે ઇમામખાનામાં રાખવામાં આવે છે તેને નવો ઓપ નવી સજાવટ અપાઈ છે. આમ રાજકોટ સહિત સૌરાષ્ટ્ર કચ્છમાં ગામેગામ તાજીયા બનાવવાની કામગીરી હાલમાં દરરોજ રાત્રે વધી જવા પામી છે.
આ ઉપરાંત મહોર્રમ માસમાં આજથી ૧૩૮૭ વર્ષ પહેલા કરબલા ખાતે બનેલી આ કરૂણગાથાના માનમાં દરરોજ રાતે લતે લતે ખાસ કરીને હુસૈની મજાલિસો યોજાય છે. સબીલો રચવામાં આવે છે અને તેના દ્વારા વિના ભેદભાવે સરબત, પાણી, ચાવગેરે વિતરણ કરવામાં આવે છે. જયારે દરરોજ જાહેર નિયાઝના કાર્યક્રમો પણ વિના ભેદભાવે યોજાય છે આ અંગેના આયોજનોને આખરી ઓપ અપાઈ રહ્યા છે.
આ માટે લતે લતે વિવિધ કમિટીઓ કાર્યરત થઈ ગઈ છે. સેંકડો તાજીયા બની રહ્યા છે અને રોશની પણ ગોઠવાઈ રહી છે.
મહોર્રમ માસમાં લતેલતે હુસૈની મજાલિસો યોજાય છે તે આગામી તા.ર૬-૭-૨૦૨પ ની ગુરૂવારની રાત્રીથી જ શરૂ થઇ જશે.
આમ ર૭ મી જુનથી જ ૧ લી મહોર્રમ ગણવામાં ઑવનાર છે.
આમ મહોર્રમ મહિનો શરૂ થવાને હવે માત્ર ૮ દિવસ બાકી રહ્યા છે.
રાજકોટમાં જૂદા જૂદા વિસ્તારોમાં તાજીયાઓ, ડોલીઓ અને દુલદુલબની રહ્યા છે. જેમાં લક્ષ્મીનગર -૧, નૂરાનીપરા રૈયા રોડ ૧, નહેરૂનગર ૧ બર્જરંગવાડી ૧, પોપટપરા - ૨, સદર ખાટકી જમાત-૧, તુલારામ રત્નારામ ધોબીનો ૧,પેન્ટર ઑરીફ નં.૧, મુસ્લિમ લાઇન, બાબરીયા કોલોની, જંગલેશ્વરના ૫૪ તાજીયા જે જંગલેશ્વરમાં જ રહે છે. લાઇન દોરીમાં ફરતા નથી. હૈદરી ચોક ભગવતી સોસાયટી તથા હાઉસીંગ કવાર્ટસ, ગંજીવાડા, માજોઠીનગર મળી કુલ ૧૪ અને ૧૦ ડોલી મોટા પીર છીલ્લા અને ચામડીયા ૧, કોઠારીયા કોલોની ૧, ઢેબર કોલોની-૧, લક્ષ્મીનગર ૧, બાવાગોર ૧, જિલ્લાવાળી શેરી ૧, રામનાથપરા, મફતીયા પતરાવાડ, નવયુગપરા, રામનાથપરાપોલીસ લાઇન, કુંભારવાડા-૧, મનહરપરા-૧, ફૉયરબ્રિગેડ, રાજમોતી મીલપાસે, મફતીયાપરાર, જિલ્લા ગાર્ડન ૧, આમ કુલ અંદાજીત ૧૪૬ થી વધુ તાજીયાઓ રાજકોટ શહેરમાં બની રહ્યા છે.
બીજી તરફ છેલ્લા ત્રણ વર્ષ સુધી જીલહજ્જ માસના ૩૦ દિવસ થયા હતા જે પરંપરા આ વખતે તૂટી છે અને આ વખતે ર૯ માં દિવસે અષાઢી બીજના દિવસે સાંજે જ ચંદ્રદર્શન થઇ જવાનો વર્તારાનો નિર્દેશ મળી રહ્યો છે જો કે હાલના સમયમાં આકાશી હવામાન અસ્થિર રહેશે તેવું ચોક્કસ છે ત્યારે ચંદ્રદર્શનનો કયાંક અભાવ સર્જાય તેવી સંભાવના વચ્ચે પણ ૧ લી મહોર્રમ શુક્રવારે થઇ જાય એ નિヘતિ છે.
દરમિયાન આ વખતે ઇસ્લામી નૂતનવર્ષ શુક્રવારે થતા મુસ્લિમોમાં આદ્યાત્મિક ઉત્સાહ બેવડાયો છે. બીજી તરફ આશૂરાહ રવિવારે થતા લોકોને રાહત મળી છે.










