હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
જૈન ભોજનાલયનું સ્થળાંતર : રવિવારથી લીમડા ચોક પાસે કાર્યરત બનશે
જૈન ભોજનાલયનું જૈન શ્રેષ્ઠી જીતુભાઈ બેનાણી, રિનાબેન બેનાણીનાં હસ્તે સવારે ૯ કલાકે દ્વારોધ્ઘાટન યોજાશે:હાલ એસ.ટી. બસ પોર્ટ ખાતે દરરોજ ૫૫૦ ઉપરાંત નવનાત વણિક સમાજનાં સાધર્મિકો લાભ લઈ રહ્યા છે : જૈન ભોજનાલય દ્વારા અનુદાન માટે અપીલ : જૈન ભોજનાલયે અઢી વર્ષમાં ૪.૫૭ લાખથી વધુ સાધર્મિકોએ શુદ્ધ અને સાત્વિક ભોજન કર્યુ : સદગુરુદેવ પૂ. પારસમુનિ મ.સા.

રાજકોટ : ગોંડલ સંપ્રદાયના ગાદીપતિ પૂ શ્રી ગિરિશચંદ્રજી સ્વામીનાં સુશિષ્ય ગુજરાત રત્ન પૂ. શ્રી સુશાંતમુનિ મહારાજ સાહેબ એવં મહામંત્ર પ્રભાવક પૂજ્ય શ્રી જગદીશમુનિ મહારાજ સાહેબનાં સુશિષ્ય સદગુરુદેવ પારસમુનિ મહારાજ સાહેબની પાવન પ્રેરણાથી સમસ્ત જૈન સમાજના જનકલ્યાણ અર્થે રાજકોટ શહેર મધ્યે જૈન ભોજનાલય - રાજકોટ નો પ્રારંભ તારીખ ૫ ફેબ્રુઆરી-ર૦ર૩ ના રોજ જૈન સંકલ્પ ટ્રસ્ટ દ્વારા સેન્ટ્રલ બસ સ્ટેન્ડમાં ઉપર બીજા માળે કરવામાં આવ્યો હતો. જેને અઢી વર્ષનો સમય વ્યતિત થયો. સમગ્ર જૈન સમાજનાં અતૂટ વિશ્વાસ અને સાથ સહકારથી ૪,૫૭,૫૬૫ થી વધુ સાધર્મિકો એ અઢી વર્ષમાં જૈન ભોજનાલય માં ભોજનનો લાભ લીધો. જૈન સંકલ્પ ટ્રસ્ટ સાથે હવે જીવો ટ્રસ્ટ પણ કાર્યરત છે.
શહેરમાં અનેક સાધારણ જરૂરિયાતવાળા જૈન સાધર્મિક પરિવારો તેમજ રાજકોટની આસપાસના અનેક નાના-નાના ગામડાઓમાંથી કોઈને કોઈ કારણથી વારંવાર રાજકોટ આવતા જતા જૈન સાધર્મિકોને કંદમૂળ રહિત શુદ્ધ સાત્વિક જૈન ભોજન વ્યવસ્થિત પામે છે. અન્નં બ્રહ્મ-અન્ન જ ભગવાન છે આવા ભાવ સાથે ભોજન સઆદર ભક્તિ ભાવથી કરાવી, સમાજને નવો રાહ ચિંધવાનો આ એક ભવ્ય અને નવ્ય અમારો પ્રયાસ સફળ રહ્યો છે. આર્થિક અસમર્થ જરૂરિયાતમંદ સાધર્મિક બંધુઓ માટે ભોજન કે ટિફિન માત્ર દસ રૂપિયામાં આપવામાં આવે છે.
પરમ પૂજ્ય પન્યાસ પ્રવર શ્રી વજ્રસેન વિજયજી મહારાજા ની સ્મળતિમાં આચાર્યદેવ પરમ પૂજ્ય શ્રી મનમોહનસૂરીશ્વરજી મહારાજા તથા આચાર્યદેવ પરમ પૂજ્ય શ્રી હેમપ્રભસૂરીશ્વરજી મહારાજાની શુભ આશીર્વાદ અને પ્રેરણાથી માતુશ્રી જયાબેન ચુનીલાલ દોઢિયા હસ્તે પારસભાઈ, દીપાબેન, પ્રિયન તથા પરિવાર. હાલાર પંથકનાં નવાગામ નાં રહેવાશી, હાલ- લંડન એ આ મહિનાની આંશિક સાધર્મિક ભક્તિનો લાભ લઇ રહ્યા છે. અને પૂજ્ય શ્રીની પ્રેરણાથી શ્રી હાલારી વિશાઓસવાળ આદિજિન સેવા ટ્રસ્ટ પણ જૈન ભોજનાલય રાજકોટ ને પોતાનું ગણી સાથ સહયોગ આપી રહ્યુ છે. જિનશાસનનું ગૌરવ વળધ્ધિવંત કરી રહ્યું છે.
આ તકે જૈન ભોજનાલય - રાજકોટનાં સર્વ ટ્રસ્ટીઓ પૂજ્ય આચાર્ય ભગવંતો તથા રોલેક્ષ રિંગ્સ, ભાવેશભાઈ કામદાર આદિ સર્વ લાભાર્થી પરિવારો પ્રત્યે આત્મીયતાનાં ભાવ સાથે આભારની લાગણી વ્યક્ત કરે છે.
સદગુરુદેવ પારસમુનિ એ જણાવ્યું હતું કે સાધર્મિકનાં સગપણ સમુ અવર ન સગપણ હોય, ભક્તિ કરો સાધર્મિક તણી સમકિત નિર્મળ હોય. સગાના સબંધ અનંત વાર મળે છે, સાધર્મિકનાં સંબંધ અનંત કાળે મળે છે. સાધર્મિક એટલે આખું જિનશાસન સાધર્મિક માંથી જ કોઁક સાધુ બને છે, કોઁક આચાર્ય બને છે, કોઁક ગચ્છાધિપતિ બને છે, કોઁક દાનવીર દાતા બને છે. સાધર્મિક થકી જ તીર્થો ટકે છે. સાધર્મિકમાં આખું જિનશાસન સમાયેલું છે. સાધર્મિકની ભક્તિ એટલે વિશ્વ વંદનીય પરમ પવિત્ર જૈનશાસનની ભક્તિ.જૈન ભોજનાલય રાજકોટ એટલે જિનશાસનનું અવિસ્મરણીય સાધર્મિક ભક્તિનું અભિયાન.
સાથે ૧૫૦૦૦ કે તેથી ઓછી આવક ધરાવતાં નવનાત વણિક જૈન સાધર્મિક બંધુઓ માટે માત્ર રૂપિયા ૧૦ ના ટોકનદરે ભોજન/ટિફિન અપાય છે. ચાતુર્માસ કે પર્યુષણ મહાપર્વ દરમ્યાન ચૌવિહાર કરતાં હોય તેવા અનેક ધર્મપ્રેમીઓ પણ જૈન ભોજનાલય રાજકોટમાં લાભ લઈ રહ્યા છે. જેથી રાત્રિભોજનનાં પાપ દોષથી બચી રહ્યા છે.
સેવાકાર્ય ને વિશેષ ચાઈ પર લઈ જવા અને માનવમાત્ર સુધી પહોંચવા માટે રાજકોટમાં કોઈ ભૂખ્યા ઉઠે પણ ભૂખ્યા સૂવે નહીં તેવું કાર્ય કરવાની ટ્રસ્ટીગણની નેમ હતી. ે જૈન ભોજનાલયમાં ૧૦ રૂપિયામાં જમવાનું આપવાનો પ્રારંભ કરવાનો પણ ટ્રસ્ટીગણનો નિર્ધાર હતો.
તે અનુસંધાન માં શ્રી સદર સ્થાનકવાસી જૈન સંઘ રાજકોટ દ્વારા ટ્રસ્ટી મયુરભાઈ શાહ નો સંપર્ક કરવામાં આવ્યો. તેઓ પાસે પંચનાથ પ્લોટમાં એક ભેટ મળેલ બંગલો ખાલી હતો. અમળતપ્રભા ગોવિંદજી કામદાર આયંબિલ ભવન અને શ્રીમતી પ્રિયવંદા સુમતિચંદ્ર કામદાર સ્મળતિ ભવન નામનો બંગલો આવેલો છે. જયા સુધી જૈન ભોજનાલય ને પોતાની જગ્યા નવી ન બને ત્યાં સુધી તે બંગલામાં જૈન ભોજનાલય ચાલુ કરવા શ્રી સદર સંઘ દ્વારા વિનંતિ મળી અને તેનું રિનોવેશન કરવામાં આવ્યું.
જેનું તા.રર નાં અમળતપ્રભા ગોવિંદજી કામદાર આયંબિલ ભવન અને શ્રીમતી પ્રિયવંદા સુમતિચંદ્ર કામદાર સ્મળતિ ભવન માં જૈન ભોજનાલય પ્રારંભ કરવામાં આવી રહ્યું છે. ત્યારે દાતા કામદાર પરિવાર અને શ્રી સદર સંઘ પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરીએ છીએ કે સમગ્ર જૈન સમાજનાં કલ્યાણ અર્થે આવી ઉદાર ભાવના સાથે સ્થાન વાપરવા માટે આપ્યું.
ગોંડલ સંપ્રદાયનાં ગુજરાત રત્ન પૂ. સુશાંતમુનિ મ.સા., સદગુરુદેવ પૂ. પારસમુનિ મ.સા., શ્રી પંથકમુનિ મ.સા. તથા ગોંડલ સંપ્રદાય એવં સંઘાણી સંપ્રદાયનાં મહાસતીજી વળંદનાં સાનિધ્યમાં જૈન ભોજનાલય નાં નૂતન સ્થાનનું દ્વારોદઘાટન જૈન શ્રેષ્ઠીવર્ય જીતુભાઈ બેનાણી, રિનાબેન બેનાણી નાં હસ્તે તારીખ ૨૨ ને રવિવારે સવારે ૯ કલાકે થશે. પૂજ્ય ગુરુદેવ કે પૂજ્ય ગુરૂણીમૈયાનાં જન્મદિન/દીક્ષાદિન કે પુણ્યતિથિ નિમિત્તે તથા આપશ્રી કે આપનાં પરિવારનાં સભ્યોનાં જન્મદિન નિમિત્તે કે લગ્નદિન તથા પરિવારજનો કે વડીલોની પુણ્યતિથિ નિમિત્તે જૈન ભોજનાલય ને અવશ્ય યાદ કરશો. દાન આપવા ઈચ્છુક હોય તેઓ ૧૦૦ રૂપિયાનું એક ટિફિનનાં ગુણાંકથી દાનરાશિ અર્પણ કરી શકે છે. આ સેવાયજ્ઞમાં ખર્ચને પહોંચવા આપ સર્વ દિલેર દાનવીરોને અમો દાન રાશિ આપી દાનની ગંગા વહાવવા અપીલ કરીએ છીએ.
ભોજનનો સમય સવારે ૧૧ થી ૧.૩૦ અને સાંજે ૫ થી સૂર્યાસ્ત પહેલા ૧૫ મિનિટ (ફેરફાર ને પાત્ર )સુધીનો રાખવામાં આવેલ છે. (૯.ર૬)
જૈન ભોજનાલય - રાજકોટ
C/o. અમળતપ્રભા ગોવિંદભાઈ કામદાર આયંબિલ ભવન, એચડીએફસી બેંક ની બાજુમાં, હોટલ જયસન સામે, લીમડા ચોકની બાજુમાં, તાલુકા શાળા રોડ, રાજકોટ. સંપર્ક : ૯૩૭૪૧ ૦૦૦૭૫, ૯૩૭૪૧ ૨૭૯૨૪, ૯૯૭૮૯ ૫૦૯૨૩, ૯૩૭૪૧ ૦૦૧૫૯










