હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
શહેરમાં કોરોનાએ બીજો ભોગ લીધો : વધુ ૮ કેસ
ઠક્કરબાપા હરીજનવાસના ૬૫ વર્ષીય વૃધ્ધાની તબિયત લથડતા ખાનગી બાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા : કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો : કોરોનાનો કુલ આંક ૨૦૦ પાર પહોંચ્યો

રાજકોટ, તા.૧૯: કાળમુખા કોરોનાએ ફરી હાહાકાર મચાવ્યો હોય તેમ રાજકોટ સહિત રાજ્યભરમાં અજગર ભરડો લઈ રહ્યો છે અને દરરોજ અનેક લોકો કોરોનાની ઝપટે ચડી રહ્યાં છે ત્યારે રાજકોટમાં કોરોના જીવલેણ નિવેડ્યો હોય તેમ વધુ એક વળધ્ધાનું કોરોનાથી મોત નિપજતાં તંત્રમાં ચિંતા પ્રસરી છે. જ્યારે બે વર્ષના માસુમ સહિત આઠ લોકોના કોરોના રિપોર્ટ પોઝીટીવ આવતાં પોઝીટીવ આંકડો ૨૦૦ નજીક પહોંચ્યો છે. જેમાં હાલ ૫૧ દર્દી સારવાર લઈ રહ્યાં છે. જ્યારે ૧૪૪ લોકો સ્વસ્થ થતાં હોસ્પિટલમાંથી ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે.
આ અંગે મનપાના આરોગ્ય વિભાગના સતાવાર સુત્રોએ જણાવ્યા મુજબ કોરોનાએ વધુ એક ભોગ લીધો હોય તેમ અગાઉ એક વળધ્ધાનું મોત નિપજ્યા બાદ શહેરમાં યાજ્ઞીક રોડ પર આવેલા ઠક્કરબાપા હરિજનવાસ વિસ્તારમાં રહેતા ૬૫ વર્ષના વળધ્ધાની ગત તા.૧૨ના રોજ તબીયત લથડતાં ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડાયા હતાં જ્યાં તેમની તબિયત નાજુક જણાતાં વધુ સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતાં. જ્યાં તેમનો રિપોર્ટ કોરોના પોઝીટીવ આવતાં વળધ્ધાનું વેન્ટીલેટર પર રાખવામાં આવ્યા હતાં. વળધ્ધાનું ટૂંકી સારવાર દરમિયાન હોસ્પિટલના બીછાને મોત નિપજતાં પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે. જ્યારે તંત્રમાં દોડધામ મચી જવા પામી છે. પ્રાથમિક તપાસમાં મળતક વળધ્ધાએ વેકશીન નહીં લીધી હોવાનું અને ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવતાં નહીં હોવાનું જાણવા મળ્યું છે.
કોરોનાના કેસમાં સતત ઉછાળો આવી રહ્યો છે ત્યારે રાજકોટમાં આજે બે વર્ષના માસુમ બાળક સહિત આઠ લોકો કોરોનાની ઝપટે ચડયા છે. જેમાં યુનિવર્સિટી રોડ પર રહેતા પરિવારના બે વર્ષનો બાળક, યુનિવર્સિટી રોડ પરના ૫૦ વર્ષના મહિલા, તુલસી પાર્કના ૧૫ વર્ષના સગીર, ઘંટેヘરના ૧૮ વર્ષના યુવક, મવડી રોડ પર ૩૪ વર્ષની પરિણીતા, એરપોર્ટ રોડ પર રહેતા ૮૩ વર્ષના વળધ્ધ, વેકરીયા રોડ પરના ૩૯ વર્ષના યુવાન અને ગીતાનગરના ૩૭ વર્ષની પરિણીતાના રિપોર્ટ પોઝીટીવ આવ્યા છે. જેમાં ઘંટેશ્વરરના યુવકની અમદાવાદ એરપોર્ટના વળધ્ધની ગોધરા અને વેકરીયા રોડ પરના યુવકની ગીર તરફની ટ્રાવેલ હિસ્ટ્રી સામે આવી છે. પોઝીટીવ આવેલા બાળક સહિતના આઠ દર્દીઓની તબિયત હાલ સ્ટેબલ હોવાનું જાણવા મળ્યું છે.(૨૩.૨૫)










