હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
કલેકટરની બદલી થતા ૩૦૦ કેસના ઠરાવોના હુકમો રહી ગયા
પ્રભવ જોષીની સહી બાકી રહી ગઇઃ માંધાતાસિંહજી પરીવાર સહિતના અનેક મહત્વના કેસોઃ નવા કલેકટર ૧ મુદત આપી હુકમો કરશે : કુલ ૬૦૦ કેસોનું હિયરીંગ ચાલી રહ્યું હતું: કલેકટર શનિવારે સાંજે જશેઃ નવા કલેકટર સોમવારે ચાર્જ લેશે

રાજકોટ તા. ૧૯: રાજકોટ જીલ્લા કલેકટરશ્રી પ્રભવ જોષીની એકાએક બદલી થતા અનેક વકીલો અને જમીનના કેસો અંગે અપીલ કરનારાઓ-અરજદારોમાં ભારે હલચલ મચી જવા પામી છે.
કલેકટર કચેરીના ટોચના અધીકારી સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ રાજકોટ કલેકટરની બદલી થતા મહેસૂલ-અપીલના કેસોના બોર્ડમાં સૂનાવણીઓ બાદ ઠરાવ ઉપર લેવાયેલા કે ઠરાવ થઇ ગયેલા અંદાજે રપ૦ થી ૩૦૦ કેસમાં સમયના અભાવે હુકમો કરવાનું બાકી રહી જતા શ્રી પ્રભવ જોષીની સહી બાકી રહી જતા વકિલો-અરજદારો-કેસ માલીકોમાં દોડધામ થઇ પડી છે, આ ૩૦૦ જેટલા કેસોમાં રાજકોટના રાજવી પરીવારના માંધાતાસિંહજીનો નોંધ પાડવાના કેસો સહિત અનેક મહત્વના કેસોનો સમાવેશ થાય છે.
વિદાય લઇ રહેલા કલેકટર શ્રી પ્રભવ જોષી ઠરાવો થઇ ગયેલા કેસોમાં હુકમો કરાયા બાદ સહીઓ કરે, ચૂકાદા આપે તેવી શકયતા બહુ ઓછી રહેલી છે.
સાધનોએ જણાવેલ કે જે રપ૦ થી ૩૦૦ કેસોના ઠરાવો થઇ ગયા છે, તેમાં હવે આવી રહેલા નવા કલેકટર શ્રી ઓમપ્રકાશ એક મુદત આપી સુનાવણી પૂર્ણ કરી બાદમાં ચુકાદા આપશે.
અત્રે એ નોંધનીય છે કે કલેકટરના મહેસૂલ-અપીલના કેસોનું બોર્ડમાં કૂલ ૬૦૦ કેસોનું હિયરીંગ ચાલી રહ્યું હતું, હવે ૧પ દિ' સુધી આ બધું મુલત્વી રહેશે, આજે કલેકટરનું બપોર બાદ કેસોનું બોર્ડ મળનાર હતું, તે હવે બેમુદતી મૂલત્વી રખાયું છે, આ ઉપરાંત બીનખેતી શરતભંગ, જયુડિશ્યલના કેસો, પૂરવઠાના કેસો પણ પેન્ડીંગ રહી ગયા છે.
કલેકટરશ્રી પ્રભવ જોષી શનિવારે જશે, અને નવા કલેકટર શ્રી ઓમપ્રકાશ સોમવારે ચાર્જ લેશે તેમ સાધનોએ ઉમેર્યું હતું, વર્તમાન કલેકટર શનિવારે યોગશીબીરનો કાર્યક્રમ પતાવી, લોકમેળાના ફોર્મ અંગે મુદત વધારવી કે કેમ તે નિર્ણય લઇ રવાના થશે તેમ સૂત્રો કહી રહ્યા છે.










