હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ર૧ મીએ રાજકોટ જીલ્લાના ૨૪ પોલીસ મથકોમાં સમુહયોગ યોજાશે : રૂરલ એસ.પી.હિમકરસિંહ
પોલીસ લાઇનમાં પણ પોલીસ પરિવારની મહિલાઓ અને બાળકો માટે યોગ કાર્યક્રમ યોજાશે

રાજકોટ, તા., ૧૯ : આગામી તા. ર૧ જુને આંતરરાટ્રીય યોગા દિવસની ઉજવણી અંતર્ગત રાજકોટ જીલ્લાના તમામ ર૪ પોલીસ મથકમાં સમુહ યોગ કાર્યક્રમ યોજાશે તેમ રૂરલ એસપી હિમકરસિંહે જણાવ્યું હતું. યોગા કાર્યક્રમ વિષે વિશેષ માહિતી આપતા એસપી હિમકરસિંહે જણાવ્યું હતું કે, આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી અંતર્ગત આગામી તા. ર૧ જુને રાજકોટ જીલ્લાના તમામ ર૪ પોલીસ મથકોમાં સમુહ યોગ કાર્યક્રમ યોજાશે. જેમાં જીલ્લાના તમામ પોલીસ મથકના પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ સહિત ૧૪૦૦ તેમજ જીઆરડી હોમગાર્ડ અને ટીઆરબીના ૨૦૦૦ થી વધુ કર્મચારીઓ જોડાશે.
જીલ્લાની તમામ પોલીસ લાઇનમાં પણ પોલીસ પરિવારની મહિલાઓ અને બાળકો માટે સમુહ યોગ કાર્યક્રમ યોજાશે. તાલુકા મથકના સરપંચ વોટસએપ ગૃપમાં અને ઇન્સ્ટ, ફેસબુક તથા ટવીટર સહિતના સોશ્યલ મીડીયામાં પણ યોગા કાર્યક્રમના પ્રચાર અને પ્રસારનું આયોજન કરવામાં આવ્યું હોવાનું અંતમાં એસપી હિમકરસિંહે જણાવ્યું હતું. (૪.૧૨)










