હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
વીવીપી એન્જી. કોલેજ, ઇન્દુભાઇ પારેખ આર્કીટેક સ્કુલ અને કીચ ડીઝાઇન સ્કુલ દ્વારા વિજયભાઇ રૂપાણી અને દિવંગતોને શ્રધ્ધાંજલી

રાજકોટ : પુજીત રૂપાણી મેમોરીયલ ટ્રસ્ટના માધ્યમથી નબળા પરિવારના અનેક વિદ્યાર્થીઓને શ્રેષ્ઠ કારકીર્દી ઘડતર માટે ઉચ્ચ અભ્યાસની શૈક્ષણિક અને આર્થિક સહાય આપી નબળા પરિવારોને આર્થિક અને સામાજીક રીતે સધ્ધર કરનાર રાજયના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીનું દુઃખદ અવસાન થતા વ્યવસાયી વિદ્યાપ્રતિષ્ઠાન (વીવીપી) સંચાલિત એન્જીનીયરીંગ કોલેજ, ઇન્દુભાઇ પારેખ સ્કુલ ઓફ આર્કીટેકચર, કીચ સ્કુલ ઓફ ડિઝાઇન દ્વારા પ્રાર્થનાસભા યોજી શ્રધ્ધાંજલી અર્પવામાં આવી હતી. સર્વે ટ્રસ્ટીઓ કૌશિકભાઇ શુકલ, ડો. સંજીવભાઇ ઓઝા, ડો. નરેન્દ્રભાઇ દવે, ડો. નવીનભાઇ શેઠ, નિયામક કિશોરભાઇ ત્રિવેદી, આચાર્ય ડો. પીયુષભાઇ વણઝારા, દેવાંગભાઇ પારેખ તમામ પ્રાધ્યાપકગણ, કર્મચારીગણે ઉપસ્થિત રહી શ્રધ્ધાસુમન અર્પણ કર્યા હતા. આ તકે કૌશિકભાઇ શુકલે વિજયભાઇની યાદો તાજી કરી જણાવ્યુ હતુ કે દેશ સેવા અને સમાજ સેવાના રંગે રંગાયેલા વિજયભાઇ વી.વી.પી.ની વિકાસયાત્રાના સદૈવ સાથી રહ્યા હતા. ડો. પીયુષભાઇ વણઝારા અને દેવાંગભાઇ પારેખે પણ શાબ્દીક શ્રધ્ધાંજલી અર્પણ કરી હતી. વ્યવસાયી પ્રતિષ્ઠાન (વી.વી.પી.) સંચાલિત એન્જીનીયરીંગ કોલેજ, ઇન્દુભાઇ પારેખ સ્કુલ ઓફ આર્કીટેકચર, કીચ સ્કુલ ઓફ ડીઝાઇનના ટ્રસ્ટીગણ, આચાર્યશ્રી, પ્રાધ્યાપકગણ, કર્મચારીગણ અને વિદ્યાર્થીગણે વિજયભાઇ રૂપાણી અને આ ગોઝારી ઘટનામાં મૃત્યુ પામેલ તમામ આત્માની શાંતિ અર્થે પ્રાર્થના કરી હતી. વિજયભાઇના પરિવારને આઘાત સહન કરવાની ઇશ્વર શક્તિ આપે તેવી પ્રાર્થના કરવામાં આવી હતી.










