હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ઓછી સ્ટેમ્પ ડયૂટી ભરવાનું કારસ્તાન ઝડપી લઇ ૧૦ આસામીઓને ૨૭ાા લાખનો દંડ ફટકારતા એડી. કલેકટર
રૈયામાં વર્ધમાન એન્ટરપ્રાઇઝના ૪ ભાગીદારોને ૧૯ લાખથી વધુનો દંડઃ વાવડીમાં અન્ય ત્રણ આસામીઓ ઝપટે... : સ્ટેમ્પ ડયુટીના વાળાએ ધોકો પછાડયોઃ જીલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ તથા અન્યો સામે કાર્યવાહી

રાજકોટતા.૧૯: શહેરમાં રિયલ એસ્ટેટ ક્ષેત્રે સ્ટેમ્પ ડ્યુટી ઓછી દર્શાવ્યા અંગેના કૌભાંડનો પર્દાફાશ થયો છે. બાંધકામ ક્ષેત્રે ‘બિલ્ટઅ૫' ને બદલે ‘કાર્પેટ' વિસ્તાર મુજબ દસ્તાવેજ નોંધણી કરીને તેમજ બાંધકામ ઓછું દર્શાવીને સ્ટેમ્પ ડ્યુટીની ચોરી કરવાના કારસ્તાનને શહેરના સ્ટેમ્પ ડ્યુટીનાએડી. કલેકટર સી વાળાએ ે ઝડપી પાડ્યું છે. આ પ્રકરણમાં રાજકોટ જિલ્લા પંચાયતના ભૂતપૂર્વ પ્રમુખ ભૂપતભાઇ બોદર સહિત કુલ ૧૦ આસામીઓને રૂ. ૨૭.૫૦ લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે
પ્રાથમિક તપાસમાં માલવીયા ચોક, પ્રમુખ સ્વામી આર્કેડ બિલ્ડીંગમાં આવેલી રાજકોટ જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ ભુપતભાઈબોદર અને એડવોકેટના પુત્ર સૌમિલ દિલીપ પટેલની ઓફિસમાં આ પ્રકારનું ઓછી સ્ટેમ્પ ડયૂટી હોવાનું માલુમ પડ્યું હતું. તેમની ઓફિસમાં બીલ્ટઅપને બદલે કાર્પેટ મુજબ દસ્તાવેજ નોંધણી કરીને સ્ટેમ્પ ડ્યુટીની ચોરી કરવામાં આવી હતી. આ ગેરરીતિ પકડાતા, કચેરી દ્વારા ત્વરિત કાર્યવાહી કરીને રૂ. ૪૩,૩૨૬ ની ખૂટતી સ્ટેમ્પ ડ્યુટી વસૂલવા માટે નોટિસ ફટકારવામાં આવી હતી. આ કેસ ચાલતા, આસામીઓને રૂ. ૧,૫૫,૦૭૪ નો દંડ સહિત કુલ રકમ રૂ. ૧,૯૯,૩૦૦ નો દંડ ભરવા માટેનો હુકમ કરવામાં આવ્યો છે. આ કૌભાંડમાં કુલ ૧૦ આસામીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે.
આ ઉપરાંત વાવડી સર્વે નંબર ૧૮ પૈકી ૧ પૈકી ૭ માં આવેલી મિલકતમાં ત્રણ આસામીઓએ બાંધકામ ઓછું દર્શાવી દસ્તાવેજની નોંધણી કરાવી હતી. આથી સરકારી તંત્રએ સ્થળ પર જઈને તપાસ કરતા બાંધકામ વધુ મળી આવ્યું હતું. આથી ત્રણેય આસામીઓને ખૂટતી સ્ટેમ્પ ડ્યુટી રૂ. ૧,૫૩,૧૪૦, અને તેટલી જ રકમનો દંડ રૂ. ૧,૫૩,૧૪૦ મળી કુલ રૂ. ૩,૧૦,૮૭૪ નો દંડ ફટકારવામાં આવ્યો છે.
આ જ આસામીઓના બીજા એક પ્લોટમાં પણ આવું જ કામનું બહાર આવ્યું હતું. તેમાં પણ ખૂટતી સ્ટેમ્પ ડ્યુટીની રૂ. ૧,૫૩,૧૪૦ અને તેટલી જ રકમનો દંડ રૂ. ૧,૫૩,૧૪૦ મળી કુલ રકમ રૂ. ૩,૧૦,૮૭૪ નો દંડ કરવામાં આવ્યો છે.
ચોથા અને સૌથી મોટા કેસમાં, રૈયા ટીપી ૪ સર્વે નં. ૩૧૮ માં આવેલી વર્ધમાન એન્ટરપ્રાઈઝના ચાર ભાગીદારોએ પણ આવુ જ કર્યા નું બહાર આવતા તેઓને ખૂટતી સ્ટેમ્પ ડ્યુટી રૂ. ૭,૧૨,૦૯૪ અને રૂ. ૧૨,૧૭,૭૮૧ નો દંડ મળી કુલ રૂ. ૧૯,૨૯,૮૭૫ નો દંડ ફટકારવામાં આવ્યો છે.










