નાગરીક બેંક ચૂંટણીમાંથી ઘણું શીખવા મળ્યું: ચાઇલ્ડ રેસ્કયુમાં એવોર્ડ પણ મહત્વની સફળતાઃ એઇમ્સ-હિરાસર લોકો માટે મહત્વના
વિદાઇ લઇ રહેલા કલેકટર પ્રભવ જોષીની પત્રકારો સાથે વાતચીતઃ શહેર અને પ્રજાનો ભરપૂર પ્રેમ મળ્યો... :' દિવ્યાંગોને ૩ાા કરોડના સાધનો અને વયોશ્રી યોજનામાં ૩ કરોડના સાધનો અપાયા તે મારા માટે સંતોષની બાબત રહી

રાજકોટ તા. ૧૯: જિલ્લા કલેક્ટર પ્રભવ જોષીની રાજ્ય સરકાર દ્વારા બદલી કરવામાં આવી છે. બે વર્ષ અને બે માસના ટૂંકા કાર્યકાળમાં જ તેમની બદલીના આદેશ આવતા રાજકોટના વહીવટી વર્તુળોમાં અને જાહેર જનતામાં ચર્ચાનો વિષય બન્યો છે. જોકે, તેમના કાર્યકાળ દરમિયાન તેમણે રાજકોટ શહેર અને જિલ્લામાં નોંધપાત્ર કામગીરી કરી છે, જેના કારણે તેમની વિદાયને ‘વિકાસ પુરુષ'ની વિદાય તરીકે જોવામાં આવી રહી છે.
વિદાય લઇ રહેલા કલેકટરની પ્રભવ જોષી આજે પત્રકારોને હળવી શૈલીમાં મળ્યા હતા. કાર્યકાળની સૌથી મહત્વપૂર્ણ અને યાદગાર કામગીરી પૈકી એક તેમની દબાણ હટાવ ઝુંબેશ રહી છે. તેમણે રાજકોટ શહેર અને જિલ્લામાંથી રૂ. ૧૦૦૦ કરોડથી પણ વધુની કિંમતની સરકારી જમીનો પરના દબાણો હટાવીને સરકારી મિલકતોને મુક્ત કરાવી હતી. આ ઝુંબેશ અત્યંત પડકારજનક હતી, છતાં તેમણે મક્કમતાપૂર્વક કામગીરી કરીને અનેક દબાણકર્તાઓને દુર કર્યા હતા, જેનાથી સરકારી તિજોરીને પણ ફાયદો થયો હતો અને જાહેર ઉપયોગ માટે જમીનો ઉપલબ્ધ બની હતી. દબાણ હટાવ ઝુંબેશ ઉપરાંત, કલેક્ટર પ્રભવ જોષીએ રાજકોટ શહેર અને જિલ્લામાં અનેક વિકાસ પ્રોજેક્ટોને નવી દિશા આપવાનો પ્રયાસ કર્યો હતો. તેમના નેતળત્વ હેઠળ એઈમ્સ (AIIMS) અને હીરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટ ને કાર્યરત કરવામાં આવ્યું, જે રાજકોટ અને સૌરાષ્ટ્ર માટે ગૌરવપૂર્ણ સિદ્ધિઓ છે. આ બંને પ્રોજેક્ટો માટે તેમણે બહુમૂલ્ય કામગીરી કરી હતી અને તેમના અમલીકરણમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. આ પ્રોજેક્ટોથી રાજકોટની આરોગ્ય સેવાઓ અને કનેક્ટિવિટીમાં ક્રાંતિકારી પરિવર્તન આવ્યું છે.
રાજકોટ શહેર અને જિલ્લામાં તેમની વિકાસલક્ષી કામગીરીને પગલે, કલેક્ટર પ્રભવ જોષીને તાજેતરમાં જ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે દિલ્હી ખાતે ‘પીએમ એવોર્ડ' એનાયત કરવામાં આવ્યો હતો. આ સન્માન તેમના અસાધારણ યોગદાન અને ઉત્કળષ્ટ વહીવટની કદરરૂપ હતું. વડાપ્રધાનના હસ્તે સન્માનિત થવું એ કોઈપણ અધિકારી માટે ગૌરવની વાત છે અને પ્રભવ જોષીએ રાજકોટમાં રહીને આ સિદ્ધિ હાંસલ કરી હતી. આ ઉપરાંત, તેમણે રાજકોટ શહેર અને જિલ્લામાં વિવિધ સરકારી યોજનાઓમાં પણ રેકોર્ડબ્રેક કામગીરી કરી છે. કુલ નવ જેટલી સરકારી યોજનાઓમાં ૧૦૦% લક્ષ્યાંક સિદ્ધ કરીને તેમણે કલ્યાણકારી યોજનાઓને લોકો સુધી પહોંચાડવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. ખાસ કરીને, બીનખેતી અપીલના કેસોમાં પણ તેમની કામગીરી નોંધપાત્ર રહી છે, જેનાથી અનેક લોકોના પ્ર‘ોનો ઉકેલ આવ્યો છે.
કલેક્ટર પ્રભવ જોષીએ તેમના કાર્યકાળ દરમિયાન સમાજના વંચિત અને દિવ્યાંગ વર્ગ માટે પણ વિશેષ સંવેદનશીલતા દાખવી હતી. તેમને દિવ્યાંગો માટે ખાસ કાર્ય કરવાનો મોકો મળ્યો હતો, અને તે અંતર્ગત સાડા ત્રણ કરોડ રૂપિયાની વધારાની ગ્રાન્ટમાંથી દિવ્યાંગો માટે આવશ્યક સાધનો ફાળવવામાં આવ્યા હતા. આનાથી અનેક દિવ્યાંગ વ્યક્તિઓને સીધો લાભ મળ્યો અને તેમનું જીવનધોરણ સુધારવામાં મદદ મળી.
વિકાસના મુદ્દે તેમણે ગ્રામ્ય પંથકમાં પણ ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. ગ્રામ્ય પંથકમાં સ્પોર્ટસ સંકુલ બનાવવાનો તેમનો સંકલ્પ હતો અને તે પણ તેમના પ્રયાસોથી સાર્થક થયો છે. આવા સંકુલ યુવાનોને રમતગમત માટે સુવિધાઓ પૂરી પાડીને તેમને સકારાત્મક પ્રવળત્તિઓ તરફ વાળવામાં મદદરૂપ થશે.
પ્રભવ જોષીએ પોતાના કાર્યકાળની યાદગાર ક્ષણો વિશે વાત કરતા જણાવ્યું હતું કે, તેમના માટે સૌથી યાદગાર ક્ષણ રાજકોટ નાગરિક બેંકની ચૂંટણી રહી છે. આ ચૂંટણીનો મુદ્દો હાઈકોર્ટ સુધી પણ પહોંચ્યો હતો, પરંતુ તેમના પ્રયાસોથી ચૂંટણી પારદર્શકતાપૂર્વક અને સફળતાપૂર્વક યોજવામાં આવી હતી, અને મને આ ચૂંટણીમાંથી ઘણું શીખવા પણ મળ્યું છે.
આ ઉપરાંત, રાજકોટનો લોકમેળો પણ તેમના માટે યાદગાર રહ્યો છે. લોકમેળાના સફળ આયોજનમાં તેમણે સક્રિય ભૂમિકા ભજવી હતી, જે રાજકોટની પરંપરા અને સાંસ્કળતિક ઓળખનો એક અભિન્ન અંગ છે.
કલેક્ટર પ્રભવ જોષી રાજકોટમાં એક વહીવટકર્તા તરીકે જ નહીં, પરંતુ એક સંવેદનશીલ અને વિકાસલક્ષી અધિકારી તરીકે યાદ રહેશે. રાજકોટની જનતા તેમના યોગદાનને હંમેશા યાદ રાખશે અને તેમની ભાવિ કારકિર્દી માટે શુભકામનાઓ પાઠવી રહી છે.










