તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 19th June 2025
શનિવારે વિશ્વ યોગ દિવસઃ મનપા દ્વારા પાંચ સ્થળોએ યોગ નિદર્શન
૨૧ જુનનાં આયોજન માટે મેયર અને મ્યુનિ.કમિશરન સહિતના પદાધિકારીઓ, અધિકારીઓ, સંસ્થાઓની બેઠક યોજતા કમિશનર : માધવરાવ સિંધીયા ક્રિકેટરગ્રાઉન્ડ, નાનામવા સર્કલ, સરદાર વલ્લભભાઈ પટેલ શાળા-સંતકબીર રોડ, ખાસ કેટેગરીના વ્યકિતઓ માટે મહાત્મા ગાંધી મ્યુઝીયમ અને મહીલાઓ માટે જીજાબાઈ મહિલા સ્નાનાગાર ખાતે એકવા યોગ યોજાશે

રાજકોટ, તા.૧૯ઃ યોગ ઍ આપણી ભારતીય સંસ્કૃતિની દેન છે. પ્રાચીન ભારતીય પરંપરા દ્વારા માનવજાતને અપાયેલી ઍક અમૂલ્ય ભેટ ઍવી યોગ વિદ્યાને વિશ્વ ફલક ઉપર લાવવા તથા માનવજાતને આરોગ્ય, સુખાકારી અને માનવતા તરફ દોરવાના ઉમદા હેતુથી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા સંયુક્ત રાષ્ટ્રસંધની ૬૯મી સામાન્ય સભા સમક્ષ ૨૧મી જુનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવા કરેલ પ્રસ્તાવને સયુંકત રાષ્ટ્ર સંઘ દ્વારા મંજુર કરવામાં આવેલ. જેના ભાગરૂપે સમગ્ર વિશ્વમાં તારીખ ૨૧મી જુનના દિવસને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ વર્ષે પણ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તા.૨૧-મી જુન વિશ્વ યોગ દિવસ નિમિતે શહેરના પાંચ સ્થળોઍ યોગનું આયોજન કરવામાં આવેલ છે. આ યોગ કાર્યક્રમના આયોજન અંગે જરૂરી ચર્ચા-વિચારણા કરવા માટે મેયર નયનાબેન પેઢડીયાનાં અધ્યક્ષ સ્થાને સેન્ટ્રલ ઝોન કચેરી, કોન્ફરન્સ હોલમાં ઍક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાંસ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકર, મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, દંડક મનીષભાઈ રાડિયા, સમાજ કલ્યાણ સમિતિના ચેરમેન સુરેન્દ્રસિંહ વાળા, શિક્ષણ સમિતિ ચેરમેન વિક્રમભાઈ પૂજારા, શિક્ષણ સમિતિ વાઇસ ચેરમેન ડૉ.પ્રવિણભાઇ નિમાવત, નાયબ મ્યુનિસિપલ કમિશનર મનીષ ગુરવાની, ચેતન નંદાણી અને શ્રી હર્ષદ પટેલ, મહાનગરપાલિકાના વિવિધ સમિતિના ચેરમેનો, કોર્પોરેટરો, શિક્ષણ સમિતિના સભ્યો, વિવિધ સામાજિક સંસ્થા તથા યોગ સંસ્થાના પ્રતિનિધિઓ, રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીશ્રીઓ-કર્મચારીશ્રીઓ વિગેરે ઉપસ્થિત રહ્ના હતા. આ તકે ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી સ્વ.શ્રી વિજયભાઈ રૂપાણીને શ્રધ્ધાંજલિરૂપે ઉપસ્થિત સૌઍ બે મિનિટ મૌન પાડ્યું હતું.
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વિશ્વ યોગ દિન નિમિતે શહેરમાં કુલ પાંચ સ્થળોઍ યોગનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સેન્ટ્રલ ઝોન,શ્રી માધવરાવ સિંધિયા ક્રિકેટ ગ્રાઉન્ડ, રેસકોર્ષ, વેસ્ટ ઝોન, ટી.પી. પ્લોટ, નાના મૌવા સર્કલ પાસે, ૧૫૦ ફુટ રિંગ રોડ, ઈસ્ટ ઝોન,શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ શાળા ગ્રાઉન્ડ, સંત કબીર રોડ, ખાસ કેટેગરીના વ્યક્તિઓમાટે મહાત્મા ગાંધી મ્યુઝિયમ કેમ્પસ, જ્યુબિલીચોક પાસે, જવાહર રોડ અને ફક્ત મહિલાઓ માટે ઍક્વા યોગા શ્રી જીજાબાઈ મહિલાસ્નાનાગાર, સાધુવાસવાણી રોડ ખાતે યોગનું આયોજન કરવામાં આવેલ છે.
આ બેઠકમાં મેયર નયનાબેન પેઢડીયાઍ કહ્નાં હતું કે, યોગ ઍ ફક્ત શારીરિક વ્યાયામ નથી પરંતુ તે ઍક સંપૂર્ણ જીવનશૈલી છે જે શરીર, મન અને આત્માને જોડે છે. ભારતમાં ઉદ્ભવેલી આ પ્રાચીન પ્રથા આધુનિક જીવનશૈલીમાં પણ ઍટલી જ સુસંગત છે.
આ અવસરે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકરે ઍમ કયું હતું કે, વર્ષ ૨૦૧૪માં પ્રધાનમંત્રી તરીકેની જવાબદારી સંભાળનાર નરેન્દ્રભાઈ મોદીઍ સમગ્ર વિશ્વમાં ભારતની પ્રાચીન યોગ સાધનાને પહોંચાડવા મુખ્ય ભૂમિકા નિભાવી છે. અગાઉ વર્ષોની જેમ આ વર્ષે પણ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ઍકવા યોગા ઉપરાંત દિવ્યાંગજનો માટે પણ યોગાં ખાસ આયોજન કરવામાં આવેલ છે.
આ તકે મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાઍ જણાવ્યું હતું કે, યોગ કાર્યક્રમમાં પણ મ્ય્ લ્ઘ્ખ્ફ ની વ્યવસ્થા રાખવામાં આવી છે. કમિશનરે ઍક વિશેષ આયોજનની વાર કરતા કહ્નાં હતું કે, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ૧૫ મિનિટ યોગા સિટી કન્સેપ્ટ અપનાવવા આગળ ધપી રહી છે. આ આયોજન અમલમાં આવ્યેથી આવી સુવિધા ઉપલબ્ધ બનાવનાર રાજકોટ પ્રથમ શહેર બનશે. આ મીટિંગમાં સહાયક મ્યુનિસિપલ કમિશનર બી.ઍલ. કાથરોટીયાઍ સમગ્ર આયોજનની રૂપરેખા આપી હતી તેમજ અંતમાં આભાર વિધિ સમાજ કલ્યાણ સમિતિના ચેરમેન સુરેન્દ્રસિહ વાળા દ્વારા કરવામાં આવી હતી.
આ મીટિંગમાં બ્રહ્માકુમારી, બાલ ભવન, પતંજલિ યોગ સમિતિ, પ્રોજેક્ટ લાઈફ, કર્મયોગી મંદિર, ગ્ખ્ભ્લ્, અસ્તિત્વ ચેરીટેબલ ટ્રસ્ટ, શાંતિનિકેતન કોલેજ, ખોડલધામ ટ્રસ્ટ, થ્ઝ઼જ્, અંકુર વિદ્યાલય, ગુજરાત રાજ્ય યોગ બોર્ડ, તપન સ્કૂલ, આર્ટ ઓફ લિવિંગ, સ્વ-નિર્ભર શાળા સંચાલન, લોહાણા યુવક પ્રગતિ મંડળ, પી.વી.મોદી સ્કૂલ, રેસકોર્ષ ક્રિકેટ ઍકેડમી, મહારાણી લક્ષ્મીબાઈ કન્યા વિદ્યાલયના પ્રતિનિધિશ્રીઓ ઉપસ્થિત રહ્ના હતા.
આગામી ૨૧-મી જૂન,૨૦૨૫ વિશ્વ યોગ દિવસ નિમિતે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આયોજિત પાંચ સ્થળોઍ યોગ કાર્યક્રમમાં જોડાવામાટે રાજકોટ મહાનગરપાલિકાના મેયર શ્રીમતી નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, શાસક પક્ષ નેતાશ્રીમતી લીલુબેન જાદવ, શાસક પક્ષ દંડકશ્રી મનીષભાઈ રાડીયા અને સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન સુરેન્દ્રસિંહ વાળા દ્વારા શહેરીજનોને ખાસ અપીલ અને અનુરોધ કરેલ છે.
(3:40 PM IST)










