<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 19th June 2025

૧૫૦ રીંગ રોડ પ્રેમવાટીકા પાર્ટી પ્‍લોટમાંથી ડેકોરેશનનો અઢી લાખનો સામાન ચોરાયો

ડેકોરેશનનું કામ કરતાં વાવડીના વિપુલભાઇ પેઢડીયાની યુનિવર્સિટી પોલીસમાં ફરિયાદ

રાજકોટ તા. ૧૯: શહેરના ૧૫૦ ફુટ રીંગ રોડ પર પ્રેમવાટીકા પાર્ટી પ્‍લોટમાં તાલપત્રી ઢાંકીને રાખેલો ડેકોરેશનનો અઢી લાખનો સામાન ચોરાઇ ગયો છે. આ બનાવમાં યુનિવર્સિટી પોલીસે વાવડી ૮૦ ફુટ રોડ, રાધેશ્‍યામ ગોૈશાળા પાસે સુરભી એપાર્ટમેન્‍ટ બ્‍લોક નં. બી-૫૦૩માં રહેતાં અને પ્રમુખ લાઇટ ડેકોરેશન નામે વેપાર કરતાં વિપુલભાઇ જીવરાજભાઇ પેઢડીયા (ઉ.વ.૩૨)ની ફરિયાદ પરથી ગુનો નોંધ્‍યો છે.

વિપુલભાઇએ જણાવ્‍યું છે કે હું પરિવાર સાથે રહું છું. અમારા વેપારની કામગીરી પ્રસંગોપાતમા ઓર્ડર પ્રમાણે લાઇટ ડેકોરેશન કરી આપવાની હોય છે અ ને કમલેશભાઈ ભુતના રાજકોટમા નવા ૧૫૦ ફુટ રીંગ રોડ પાસે આવેલ પ્રેમવાટીકા પાર્ટી પ્‍લોટમા છેલ્લા એક વર્ષથી થતાં તમામ કાર્યક્રમોનુ લાઇટ ડેકોરેશનનુ કામ હુ કરતો હતો. અહિ મારા પ્રમુખ લાઇટ ડેકોરેશનમા ચારેક મજુર માણસો કામ કરે છે. મારે અન્‍ય કોઈ જગ્‍યાએ સામાન રાખવાનુ ગોડાઉન ન હોઇ જેથી મારો લાઇટ ડેકોરેશનનો તમામ સામાન કમલેશભાઈ ભુતના પાર્ટી પ્‍લોટમા રાખતો હતો.  હાલ ચોમાસાની સિઝન નજીક આવતા ગત તા.૨૨/૦૫/૨૦૨૫ ના રોજ છેલ્લો ઓર્ડર પુરો કરી પ્રેમવાટીકા પાર્ટી પ્‍લોટમાં ખુલ્લી જગ્‍યામા તાલપત્રીથી ઢાકી મેં ડેકોરેશનનો સામાન રાખી દીધો હતો.

 ચાર પાંચ દિવસ પહેલા વરસાદ આવતાં મેં રાખેલા સામાનને કોઇ નુકસાન થયું છે કે કેમ? તે ચેક કરવા ગઇકાલે બુધવારે બપોરે અઢી વાગ્‍યા આસપાસ પ્રેમવાટીકા પાર્ટી પ્‍લોટ ખાતે જતાં તપાસ કરતાં ત્‍યાં મેં તાલપત્રી ઢાંકીને રાખેલો મારો ડેકોરેશનનો સામાન જોવા ન મળતાં કમલેશભાઇને ફોન કરી પુછતાં તેમણે આ સામાન બાબતે પોતે કંઇ જાણતા નથી તેમ કહ્યું હતું. છેલ્લે તા.૧૦/૦૬ના રોજ હું ત્‍યાં ગયેલ હતો ત્‍યારે મારો સામાન હેમખેમ હતો.  જે સામાન ચોરાયો તેમાં   પારલાઇટ નં-૭૨, વામલાઇટ નંગ-૨૫ , કેબલ ૧૬ એમ.એમ.નો આશરે ૨૫૦ ફુટ, સર્વિસ કેબલ આશરે ૨૦૦૦ મીટર, લાઇટ માટેની લીડ નંગ-૪, લેમ્‍પની લીડ નંગ-૧૦, લેમ્‍પ નંગ-૧૨૦, પ્‍લગ પોઇન્‍ટ નાના નંગ-૩૦, પ્‍લગ પોઈન્‍ટ મોટા નંગ-૫, પેનલ પેટી નંગ-૪, કેરેટ બોકસ નંગ-૧૦,  પારલાઈટ સ્‍ટેન્‍ડ નંગ-ર મળી કુલ ૨,૫૦,૦૦૦નો સામાન ચોરાઇ ગયો હતો. 

યુનિવર્સિટી પીઆઇ એચ. એન. પટેલની રાહબરીમાં પીએસઆઇ વી. જી. ડોડીયાએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે

(4:17 PM IST)