<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 20th June 2025

નારાયણ રેકી સત્‍સંગ પરિવારના સ્‍થાપક રાજેશ્‍વરી મોદીજી રાજકોટમાં: રવિવારે ‘કુબેર કા ખજાના' ટોક શો

રાજદીદી એક્‍યુપ્રેસર અને મોટીવેશનલ સ્‍પીકર છે, જીવન મુલ્‍યોની જાળવણી સાથે લોકો સમૃધ્‍ધ કેવી રીતે રહી શકે તે માટે પ્રયત્‍નશીલ છે

રાજકોટઃ નારાયણ રેકી સત્‍સંગ પરિવારના સ્‍થાપક રાજેશ્‍વરી મોદીજી કે જેઓ રાજદીદીના નામે જાણીતા છે. તેઓ સૌપ્રથમ વખત રાજકોટ આવી રહ્યા છે. અને આગામી ૨૨મીના રવિવારે ‘કુબેર કા ખજાના' ટોક શોનું આયોજન કરવામાં આવેલ છે.

નારાયણ રેકી સત્‍સંગ પરિવારના સ્‍થાપક રાજદીદી એક્‍યુપ્રેસર ચિકિત્‍સક, રેકી ગ્રાન્‍ડ માસ્‍ટર અને વિખ્‍યાત મોટીવેશનલ સ્‍પીકર છે. તેમને દેશ-વિદેશમાં અનેક એવોર્ડથી સન્‍માનિત કરવામાં આવ્‍યા છે. ૨૫ વર્ષથી તેઓ સમાજની સેવા સાથે જોડાયેલા છે. નારાયણ રેકીના પ્રયોગ દ્વારા જીવન મૂલ્‍યોની જાળવણી સાથે લોકો તન, મન, ધન અને સંબંધોથી સ્‍વસ્‍થ અને સમૃદ્ધ કેવી રીતે રહી શકે તેમના માટે રાજદીદી પ્રયત્‍નશીલ છે. શું તમે પણ કુબેર કા ખજાના પામવા ઈચ્‍છો છો? એવું તે શું કરી શકીએ કે આપણે પણ જીવનના દરેક ક્ષેત્રમાં સુખ, શાંતિ, સેહત, સમૃદ્ધિ, સફળતા, આદર-સન્‍માન મેળવી શકીએ. કેવી રીતે સ્‍થાયી રીતેમાં સરસ્‍વતી અને માં લક્ષ્મીને આપણાં જીવનમાં સરળતાથી લાવી શકીએ.

રાજદીદીના મૂખે ‘‘કૂબેર કા ખજાના''ને સાંભળવા અને મેળવો કુબેરકા ખજાનાની ચાવી. કાર્યક્રમ તા.૨૨ રવિવારે સવારે ૧૦ થી ૨ સ્‍વામિનારાયણ મંદિર, સભા ગૃહ હોલ, કાલાવડ રોડ, રાજકોટ ખાતે યોજાશે. પાસ કિંમત રૂ.૨૫૦ રાખેલ છે. મહાપ્રસાદ પણ રાખેલ છે.

પાસ મેળવવા તેમજ વધુ માહિતિ માટે અમીષા હદવાણી મો.૯૯૯૮૭ ૨૦૬૬૬, રીના થાનકી મો.૯૬૦૧૪ ૮૨૯૪૯, પારૂલ મોરી મો.૯૮૮૫૪ ૫૧૧૫૪, ઉન્‍નતી ચંદારાણા મો.૯૨૬૫૩ ૭૬૪૪૬, વિજય ગર્ગ મો.૭૪૦૫૪ ૪૫૩૬૫, સંદીપ શારાફ મો.૯૮૨૪૨ ૨૧૧૪૭નો સંપર્ક કરી શકાય છે. (તસ્‍વીરઃ અભિજીત બગથરીયા) (

(10:25 AM IST)