તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 20th June 2025
Neetની પરીક્ષામા ૯૯.૯૯ પર્સેન્ટાઇલ મેળવી રાજપૂત સમાજનું ગૌરવ ટોચે પહોચાડયું
Ips પિતાનું (એસપી રવિરાજસિંહ જાડેજા)નું સ્વપ્ન નામ પ્રમાણે ગુણ ધરાવતા પુત્ર કુલવીરસિંહે પૂર્ણ કર્યું : માતા જ્યોતિબાની ખુશીનો તો કોઈ પાર નથી એતો સમજ્યા પરંતુ રાજપૂત સમાજ સાથે મૂળ કચ્છ પંથકના આ પરિવારના શુભેછકો પણ ખુશીથી ઝૂમી ઉઠયા છે

રાજકોટ, તા. ર૦: પ્રત્યેક પિતાનુ એક સ્વપ્ન હોય છે કે પોતાના સંતાન પોતાના કરતા વધુ પ્રગતિ કરે, આવું સ્વપ્ન નશીબદાર અને ઈશ્વરની કળપા હોય તો જ પૂર્ણ થાય. અને એટલેજ સમજુ લોકો કહે છે કે તમારી પાસે કેટલી સંપત્તિ છે તેના કરતા સંતતિ કેવી અર્થાત્ તમારા સંતાન કેવા છે? એનું આજના યુગમાં ખૂબ મહત્વ છે. આવું સ્વપ્ન એક અધિકારીનુ સાકર થયેલ છે. આ અધિકારી એટલે રાજ્ય પોલીસ તંત્રના કાર્યદક્ષ IPS અને હાલ ઇન્ટેલિજન્સ બ્યુરોમાં એસપી લેવલે જેમની ખાસ પસંદગી કરવામાં આવી છે તેવા રવિરાજસિંહ જાડેજા છે.
તો હવે વધુ સસ્પેન્સ ઊભું કર્યા વગર જણાવીએ કે આ IPS પિતા અને પરિવારનું સ્વપ્ન પૂર્ણ કર્યું છે નામ પ્રમાણે જ ગુણ ધરાવતા પુત્ર કુલવીરસિંહે દેશની સહુથી વધુ કપરી પરીક્ષા એટલે નીટ ની પરીક્ષાના પરિણામમાં કુલવીરસિંહ જાડેજાએ ૬૪૦/૭ર૦ માર્ક ૯૯.૯૯ પર્સેન્ટાઇલ મેળવી સમગ્ર ભારતમાં ૧ર૬ મો રેન્ક અને જનરલ કેટેગરીમાં ૮૯ મો રેન્ક મેળવી ગુજરાત અને સમગ્ર રાજપૂત સમાજનું નામ રોશન તો કર્યુ છે. તેમણે જે અભ્યાસ કર્યો તે કદાચ ગુજરાતમાં રાજપૂત સમાજમાં કોઇપણ યુવાને આ પ્રકારની સિધ્ધિ મેળવી નહીં હોય તેવા પ્રકારની સિધ્ધિ છે.
(11:01 AM IST)










