તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 20th June 2025
વિજયભાઇના પ્રદાનને રાજકોટ સહિત સમગ્ર ગુજરાત કાયમી યાદ રાખશે : રાજુભાઇ ધ્રુવ
ગાંધીનગર ખાતેની શોકસભામાં ભાવપૂર્ણ શ્રધ્ધાસુમન અર્પણ

રાજકોટ તા૨૦ : ભારતીય જનતા પાર્ટીના પ્રખર રાષ્ટ્રવાદી સમર્પિત વિચારધારાને વરેલ નિષ્ઠાવાન કાર્યકર્તાથી લઈ ભાજપ પ્રદેશ અધ્યક્ષ તથા મુખ્યમંત્રી તરીકેની યશસ્વી વણથંભી સેવાયાત્રાને પ્રજા ચિરંતન マદયસ્થ રાખશે. તેમ જણાવી રાજુભાઇ ધ્રુવે લોકનેતા વિજયભાઈ રૂપાણીને ગાંધીનગર ખાતે ભાવભીની શ્રદ્ધાંજલિ આપી હતી.
તત્કાલીન મુખ્યમંત્રી તથા હાલના લોકલાડીલા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના નિકટના સાથીદાર સહયોગી વિજયભાઇની સંગઠન કૌશલ્યને આવડતને ભાજપના પ્રદેશ અને રાષ્ટ્રીય નેતળત્વે પારખી હતી. પક્ષ દ્વારા તેમને ભાજપના મહામંત્રી અને અધ્યક્ષ બનાવવામાં આવ્યા. રાજકોટ-સૌરાષ્ટ્ર-ગુજરાતમાં ભાજપના સંગઠનને તેમણે પ્રદેશ ભાજપના માર્ગદર્શક સહયોગ સાથે મજબુત બનાવ્યું હતું. તેઓએ પક્ષ કે સરકારમાં કદી પદની અપેક્ષા રાખી ન હતી, પરંતુ પક્ષ દ્વારા જે કંઇ જવાબદારી સોંપવામાં આવી તેને પુરી નિષ્ઠાથી બજાવી હતી અને તેના પરિણામ સ્વરૂપે ગુજરાતમાં ધારાસભ્ય-કેબિનેટ મંત્રી કે પ્રદેશ ભાજપ અધ્યક્ષ કે મુખ્યમંત્રી તરીકે કોઈપણ જવાબદારી સોંપવામાં આવી તો પોતાને અદના કાર્યકર્તા કે સીએમ તરીકે નહીં કોમનમેન તરીકે સહજ અને સુલભ બની સતત લોકો વચ્ચે સાથે રહીને ખૂબ યશસ્વીપૂર્ણ કામગીરી કરી પક્ષનો વિશ્વાસ જીત્યો અને પોતાની કામગીરીને બુલંદ બનાવી પક્ષને મજબૂત બનાવ્યો હતો.
તેમને રાષ્ટ્રીય સ્તરે પંજાબના પ્રભારી તરીકે જવાબદારી સોંપાઇ તો જિંદગીના આખરી શ્વાસ સુધી તેઓએ પંજાબમાં ભાજપનું વર્ચસ્વ વધાર્યુ હતુ.
વિજયભાઇ રૂપાણીએ સમગ્ર રાજકીય કારકિર્દી દરમ્યાન પોતાની પક્ષ પ્રત્યેની નિષ્ઠાને કદી આંચ આવવા દીધી નહીં અને પૂર્ણ નિષ્ઠાપૂર્વક એક શિસ્તબદ્ધ સૈનિક તરીકે વર્ત્યા. છેલ્લી પળ સુધી યશસ્વી પણે જવાબદારી નિભાવી એક આદર્શ કાર્યકર્તા તરીકેનું તેઓએ ઉત્તમ ઉદાહરણ પાડયું છે. તેમ જણાવી રાજુભાઇ ધ્રુવે ઊંડા શોકની લાગણી વ્યક્ત કરી ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ આપી હતી. તેમજ તેઓશ્રીના પરિવારજનોને સાંત્વના પાઠવી હતી.
(1:02 PM IST)










