તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Friday, 20th June 2025
રાજકોટમાં સૌપ્રથમ વખત ૧૧ વૈષ્ણવાચાર્યોના સાનિધ્યમાં વૈષ્ણવ પરિવારના તેજસ્વી તારલાઓનું સન્માન
૧૨ જુલાઈના કાર્યક્રમઃ સર્વોતમસ્ત્રોત પાઠ, યમુનાષ્ટકના પાઠ જેને કંઠસ્થ હશે તેવા છાત્રોને ભેટ અપાશે

રાજકોટઃ શહેરમાં સૌપ્રથમ વખત એક સાથે ૧૧ વૈષ્ણવાચાર્યોના સાનિધ્યમાં તા.૧૨ જુલાઈ શનિવારે પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ પરિવારના ધો.૧ થી ૧૨ના તેજસ્વી વિદ્યાર્થીઓના સન્માન સમારોહ વૈષ્ણવાચાર્યોના શુભાશીષ સાથે સ્મૃતિચિન્હ દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવશે તેમજ આકર્ષક ભેટ સાથે સર્ટીફીકેટ આપવામાં આવશે.
રાજકોટમાં વસતા પુષ્ટિમાર્ગીય પરિવારોના તેજસ્વી વિદ્યાર્થી ભાઈ-બહેનોને પ્રોત્સાહિત કરવા સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે સન્માન સમારોહનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં ધો.૧ થી ૯ સુધીના વિદ્યાર્થી કે જેઓએ વર્ષ ૨૦૨૫માં ૯૦% ઉપર માર્કસ મેળવેલ છે. એવા વિદ્યાર્થી ભાઈ-બહેનોમાંથી પ્રથમ ૫ ને શિલ્ડ સર્ટીફીકેટ તથા આકર્ષક ગીફટ આપી શ્રી વલ્લભકુળના વૈષ્ણવાચાર્યના હસ્તે આપવામાં આવશે. ધો.૧૦ થી ૧૨માં ૮૫% ઉપર મેળવેલ માર્કસવાળા પ્રથમ ત્રણ વિદ્યાર્થી ભાઈ-બહેનોને શિલ્ડ-સર્ટીફીકેટ તથા આકર્ષક ગીફટ તથા પ્રથમ ત્રણ પછીના વિદ્યાર્થી ભાઈ-બહેનોને કોન્સોલેશન પ્રાઈઝ આપવામાં આવશે.
સન્માન સમારોહ આગામી તા.૧૨ જુલાઈને શનિવારે રાત્રે ૮:૩૦ કલાકે પ્રમુખ સ્વામી ઓડીટોરીયમ, રૈયા રોડ ખાતે રાખેલ છે.
રાજકોટમાં વસતાં પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ પરિવારો (બ્રહ્મસંબધી)ના ભાઈ-બહેનો એ આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે વાર્ષિક પરીક્ષા માર્કશીટની ઝેરોક્ષ કોપી સાથે પોતાનો ફોટો તા.૨૨, રવિવાર સુધીમાં કાર્યાલય અરવિંદભાઈ પાટડીયા, મારૂતિનંદન કોમ્પલેક્ષ, આશાપુરા મેઈન રોડ, ૪૯ પ્રહલાદ પ્લોટ કોર્નર, રાજકોટ ખાતે સવારે ૧૧ થી ૧:૩૦ સુધી તથા સાંજે ૫ થી ૮:૩૦ સુધીમાં ઓરીજીનલ માર્કશીટ સાથે લાવી ઝેરોક્ષ જમા કરાવાની રહેશે. સંપર્ક માટે (મો.૭૦૧૬૪ ૫૨૬૧૧)
સાંસ્કૃતિક કાર્યક્રમ પ્રાર્થના આરતી તેમજ વિવિધ પુષ્ટિમાર્ગીય નાટિકા-નૃત્ય સાથે પ્રારંભ થશે. શ્રી સર્વોત્તમસ્ત્રોત પાઠ તથા શ્રી યમુનાષ્ટકના પાઠ જેને કંઠસ્થ હશે તેવા ભાઈ-બહેનોને વિશિષ્ટ પુરસ્કાર આપી પ્રોત્સાહિત કરવામાં આવશે.
રાજકોટમાં બિરાજતા પ.પૂ.ગો. શ્રીવ્રજેશકુમાજી મહારાજશ્રી, પ.પૂ.ગો. શ્રીગોવિંદરાયજી, પ.પૂ.ગો. શ્રીગોપેશકુમારજી મહારાજશ્રી, પ.પૂ.ગો. શ્રીવિશાલકુમારજી મહારાજશ્રી, પ.પૂ.ગો. શ્રીપરાગકુમારજી મહોદયશ્રી, પ.પૂ.ગો. શ્રીઅનિરૂદ્ધલાલાજી મહોદયશ્રી, પ.પૂ.ગો શ્રીરૂચિરરાયજી મહોદયશ્રી, પ.પૂ.ગો. શ્રી રત્નેશકુમારજી મહોદયશ્રી, તથા પ.પૂ.ગો. શ્રીપુરષોત્તમલાલજી મહારાજશ્રીના સાનિધ્યમાં તેજસ્વી તારલાઓનો સન્માન કાર્યક્રમ યોજાશે.
તસ્વીરમાં અરવિંદભાઈ પાટડીયા, અશ્વિનભાઈ પટેલ, રઘુરાજ સીસોદીયા, માનસીબેન શીંગાળા, દક્ષાબેન જોબનપુત્રા, હીનાબેન પોપટ, કમલાબેન ભાગ્યોદય, કિરીટભાઈ રાજપરા, અનિતાબેન પાઉ, પરેશભાઈ જનાલી નજરે પડે છે. (તસ્વીરઃ અભિજીત બગથરીયા)
(2:07 PM IST)










