<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 20th June 2025

યુરોકેર હોસ્‍પીટલ દ્વારા અદ્યતન સર્જીકલ રોબોટીક સેન્‍ટરનો શુભારંભ

સૌરાષ્‍ટ્ર-કચ્‍છના આરોગ્‍ય ક્ષેત્રે નવો ઇતિહાસ રચાયો : જટીલ ઓપરેશન વધુ સચોટ ઝડપી રીકવરી અને ઓછા ખર્ચમાં થઇ શકે : ડો. જીતેન્‍દ્ર અમલાણી, અમદાવાદ-મુંબઇ જતા દર્દીઓ માટે યુરોકેરની ટીમ ડો. જીગેન ગોહેલ, ડો. પ્રતીક અમલાણી, ડો. ધ્રુતિ કલસરીયા સહિતની ટીમ દ્વારા રાજકોટમાં આધુનિક રોબોટીક સર્જરીની સુવિધા ઉપલબ્‍ધ

રાજકોટ :  સૌરાષ્‍ટ્ર-કચ્‍છના જાણીતા યુરોલોજીસ્‍ટ ડો. જીતેન્‍દ્ર અમલાણીની યુરોકેર હોસ્‍પીટલના આધુનિક સર્જીકલ રોબોટીક સેન્‍ટરનો પ્રારંભ થઇ રહ્યો છે પ્રસ્‍તુત તસ્‍વીરમાં ડો. જીનેન્‍દ્ર અમલાણી, ડો. જીગેન ગોહિલ, ડો. પ્રતિક અમલાણી, ડો. ધ્રુતી કલસારીયા અમલાણી નજરે પડે છે. (તસ્‍વીરઃ અભિજીત બગથરીયા)

રાજકોટઃ સૌરાષ્ટ્ર અને કચ્‍છના આરોગ્‍ય ક્ષેત્રે નવો ઇતિહાસ રચાયો છે. શહેરના વિદ્યાનગર મેઇન રોડ ઉપર આવેલ   યુરોકેર હોસ્‍પિટલ દ્વારા અદ્યતન સર્જીકલ રોબોટિક સેન્‍ટર ની શરૂઆત થઇ છે.

ડો. જીતેન્‍દ્ર અમલાણી અને તેમની ટીમના પ્રયાસોથી હવે સૌરાષ્ટ્રના દર્દીઓને કિડની, પ્રોસ્‍ટેટ અને મૂત્રાશયની ગંભીર બીમારીઓની વિશ્વસ્‍તરીય સારવાર ઘરઆંગણે જ મળશે. તબીબી જગતમાં એક મહત્‍વપૂર્ણ માઇલસ્‍ટોન છે, જે પેશન્‍ટ્‍સ માટે ઓછી પીડાદાયક અને વધુ અસરકારક સર્જરીની દિશામાં એક મોટું પગલું સાબિત થશે.

સાલ ૧૯૯૩થી ‘સર્વે સંતુ નિરામયાઃ' નાં સૂત્રને અનુસરતા,  ડો. જીતેન્‍દ્ર અમલાણીના સુશ્રુષિત માર્ગદર્શન હેઠળ, યુરોકેર હોસ્‍પિટલ, આરોગ્‍ય ક્ષેત્રે વિશ્વાસનું પ્રતીક અને અદ્યતન મેડિકલ ટેક્‍નોલોજી માં અગ્રણી તરીકે ઓળખાય છે. તેઓ કહે છે, મારો હંમેશા એક જ ઉદ્દેશ રહ્યો છે  દર્દીઓ માટે શ્રેષ્ઠ, અદ્યતન અને અસરકારક સારવાર, ઘર આંગણે સુલભ કરવી  અને તે પણ સૌને પોસાય તેવા દરે. રોબોટિક સર્જરી એ જ દિશામાં એક પગલું છે. આ રોબોટ માત્ર યંત્ર નથી, પણ ટેક્‍નોલોજી સાથે જીવ બચાવવાની આશા છે જેના દ્વારા જટિલમાં જટિલ ઓપરેશન હવે વધુ સચોટ અને ઓછા જખમ સાથે કરવાં શક્‍ય બનશે, જેની સાથે દર્દી ઝડપથી સાજા થઈ વહેલા ડિસ્‍ચાર્જ મેળવી શકશે અને તેમની દિનચર્યામાં વહેલા પાછા ફરી શકશે.

અત્‍યાર સુધી જે સારવાર માટે દર્દીઓને અમદાવાદ, મુંબઈ કે દિલ્‍હી જેવા દૂર દૂરના શહેરોમાં જવું પડતું હતું, હવે એ સારવાર તેમને રાજકોટમાં જ મળી રહેશે. આરોગ્‍ય અને ટેકનોલોજી ક્ષેત્રે ખાસ કરીને A.I. ના આવવાથી,  મેડિકલ જગતમાં  ખૂબ જ કારગર કહી શકાય તેવી ટેકનોલોજી ના ઉપકરણો ની શોધ થઈ છે.

તેમણે વધુમાં જણાવેલ કે, મારો હંમેશા પ્રયાસ રહ્યો છે કે નવી પદ્ધતિઓ અને તકનીકો નું સતત અધ્‍યયન કરી અને દર્દીઓ માટે લાભદાયક લાગે, તો તે અપનાવી. મને આશા છે કે ભૂતકાળની જેમ હંમેશા  સરકારશ્રી, મેડિકલ જગતના તમામ સભ્‍યો અને દેશના અલગ અલગ પ્રાંત માંથી સારવાર માટે આવતા અમારા દર્દી મિત્રોના વિશ્વાસ પર અમો કાયમ રહેશું

ત્રણ દાયકાથી વધુની અવિરત સેવા સાથે યુરોકેર હોસ્‍પિટલ આધુનિકતામાં હંમેશા મોખરે રહી છે. યુરોકેરની અન્‍ય સિદ્ધિઓમાં પ્રાઇવેટમાં હોસ્‍પિટલમાં સૌરાષ્ટ્ર-કચ્‍છની સૌથી મોટી યુરોલોજી ટીમ, સૌરાષ્ટ્ર-કચ્‍છમાં પ્રથમ 3D લેપ્રોસ્‍કોપી દ્વારા સારવાર આપતી યુરોલોજી હોસ્‍પિટલ, 100W HOLEP લેઝર અને STERRAD પ્‍લાઝમા સ્‍ટરીલાઈઝેશન  ગુજરાતમાં સૌથી અદ્યતન ટેક્‍નોલોજી, RIRS, PCNL, ESWL જેવી આધુનિક પદ્ધતિ દ્વારા પથરીની સારવાર, URO-ONCOLOGY, ANDROLOGY વિભાગ, RECONSTRUCTIVE UROLOGY, બાળકોમાં પેશાબને લગતી તમામ સમસ્‍યાઓ અને જન્‍મજાત ખોડ ખાપણની શ્રેષ્‍ઠ સારવાર માટે યુરોલોજીકલ પીડિયાટ્રિક વિભાગનો સમાવેશ થાય છે.

રોબોટિક સર્જરી વિશે વધુ સમજાવતાં યુરોલોજીસ્‍ટ ડો. જીગેન ગોહેલ કહે છે, ‘રોબોટિક સર્જરી' સાથે જોડાયેલી એક માન્‍યતા એવી છે કે આ સર્જરી રોબોટ કરે છે, ડોક્‍ટર નહીં. આ માન્‍યતા ખોટી છે. રોબોટિક સર્જરી ડોક્‍ટર જ કરે છે પણ રોબોટની મદદથી. એક સમય હતો જયારે ઓપન સર્જરી કરાતી. ડોક્‍ટર શરીર પર કાપો મૂકી એને ખોલી સર્જરી કરતા. હવે રોબોટની મદદથી સાવ નાના કાપા સાથે સર્જરી કરવામાં આવે છે. જેને રોબોટિક અથવા તો રોબોટ આસિસ્‍ટેડ સર્જરી કહેવાય છે.

યુરોલોજીસ્‍ટ ડો. પ્રતીક અમલાણી જણાવે છે કે, આ સર્જરીમાં ડોક્‍ટર કંટ્રોલર અને વ્‍યૂઇંગ સ્‍ક્રીન દ્વારા રોબોટને ઓપરેટ કરે છે અને કમાન્‍ડ આપે છે. રોબોટ સાથે જોડાયેલા આર્મ્‍સ, આધુનિક એર-કન્‍ટ્રોલર સિસ્‍ટમ વડે, ડોક્‍ટર નાં હાથની કુદરતી મૂવમેન્‍ટને ફોલો કરી ઓપરેટ કરે છે અને રોબોટ ના હાથ સાથે જોડાયેલા કેમેરાથી ડોક્‍ટર દર્દીનાં આંતરિક અવયવો ને જુએ છે અને રોબોટની મદદથી સર્જરી કરે છે.

રોબોટિક સર્જરીથી દર્દીને થતા ફાયદાઓ પર પ્રકાશ પાડતા પીડિયાટ્રિક યુરોલોજીસ્‍ટ ડો.. ધૃતિ કલસરીયા અમલાણી કહે છે, રોબોટિક સર્જરીને કારણે દર્દીની રિકવરી ખૂબ ઝડપી થશે. સર્જરી એકદમ પ્રિસાઈઝ્‍ડ અને એક્‍યુરેટ થાય. સર્જરી દરમિયાન કાપો ખૂબ નાનો મૂકવામાં આવ છેજેને કારણે ઈન્‍ફેક્‍શનનો ભય નહીં રહે અને મિનિમલી ઇન્‍વેસિવ ટેકનોલોજી હોવાના કારણે બ્‍લડ લોસ પણ વધારે થતો નથી.

દર્દીને ખૂબ ઓછો સમય હોસ્‍પિટલમાં એડમિટ રહેવું પડે અને ખૂબ ઝડપથી પોતાનાં રૂટિન કામમાં પાછા ફરી શકાય. રોબોટિક સર્જરી દ્વારા બાળકોની યુરોલોજીકલ સર્જરીઓ પણ વધુ ચોકસાઈ સાથે થઈ શકશે. તેમ તેમણે અંતમાં જણાવ્‍યું હતું.

મહત્‍વનું એ છે કે,રાજકોટમાં સર્જીકલ રોબોટનું આગમન માત્ર ટેક્‍નોલોજીકલ વિકાસ નથી, પણ લોકો માટે જીવદાયક આશા છે. ડો.. જિતેન્‍દ્ર અમલાણી અને તેમની ટીમે આ કાર્ય દ્વારા રાજસ્‍થાન, ગુજરાતના દર્દીઓને સુખાકારીના નવા દરવાજા ખોલી આપ્‍યા છે. યુરોકેર હોસ્‍પિટલ હવે માત્ર રાજકોટ માટે નહીં, પણ સમગ્ર સૌરાષ્ટ્ર માટે આરોગ્‍યના ક્ષેત્રે નવી ઊંચાઇઓ પ્રાપ્ત કરી રહી છે. 

(2:30 PM IST)