તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 20th June 2025
રેલનગરમાં ૧૪મા માળેથી પટકાતાં મજૂર દંપતિના ૩ વર્ષના પુત્રનું મોત
નવાગામમાં જન્મના ચોથા દિવસે બાળકનું મોતઃ કમળો થઇ ગયો'તો

રાજકોટ તા. ૨૦: માસુમ બાળકો પર હાલમાં ઘાત હોય તેવી ઘટનાઓ બની રહી છે. રોગચાળાએ બે બાળકોનો ભોગ લીધાની અને શાપરમાં એક બાળક રમતાં રમતાં પહેલા માળેથી પડી જતાં મોતને ભેટયાની ઘટના તાજી જ છે ત્યાં રેલનગરમાં ત્રણ વર્ષના બાળકનું નવા બની રહેલા બિલ્ડીંગના ૧૪મા માળેથી પડી જતાં મોત થયું છે. તો બીજા બનાવમાં જન્મના ચોથા જ દિવસે એક બાળકનું કમળાની બિમારી લાગુ પડતાં મૃત્યુ થયું છે.
જાણવા મળ્યા મુજબ રેલનગરમાં સુવર્ણમ હાઇટ્સ નામના નવા બની રહેલા ૧૪ માળના બિલ્ડીંગના ૧૪મા માળેથી પડી જતાં આયન મનોજભાઇ મગરાજ (ઉ.વ.૩)નું મોત થયું છે. આયન આ બિલ્ડીંગની સાઇટ પર માતા-પિતા સાથે રહેતો હતો. તેના પિતા લોખંડનું કામ કરે છે. સાંજે બધા ૧૪મા માળે હતાં ત્યારે આયન રમતો રમતો પડી જતાં આ બનાવ બન્યો હતો. આ મજૂર પરિવાર મુળ ઓરિસ્સાનો વતની છે. મૃત્યુ પામનાર આયન બે ભાઇમાં નાનો હતો. પ્ર.નગરના પીએસઆઇ જે. એમ. જાડેજાએ જરૂરી કાર્યવાહી કરી હતી.
બીજા બનાવમાં નવાગામ રંગીલા સોસાયટી આવાસ ક્વાર્ટર-૩૮માં રહેતાં નિશાબેન રવિભાઇ વાઘેલાનો પુત્ર (ઉ. ૪ દિવસ) બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયેલ. પરંતુ તેનું મૃત્યુ થતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે જાણ કરતાં કુવાડવા પોલીસ સ્ટેશનના હેડકોન્સ. લક્ષમણભાઇ મહાજને કાર્યવાહી કરી હતી. બાળકને જન્મ સાથે જ કમળો લાગુ પડયાનું જણાવાયું હતું. પ્રથમ સંતાનના મૃત્યુથી દંપતિ, પરિવારમાં શોક વ્યાપી ગયો હતો. (૧૪.૧૧)
(2:41 PM IST)










