News of Friday, 20th June 2025
રૈયાધારમાં સાગરને શક્તિ અને ગોગીએ ઘુસ્તાવ્યોઃ રોકડ પડાવી લીધાનો આક્ષેપ
કલર કામના પાંચ હજાર લઇને આવતો હતો ત્યારે બનાવ

રાજકોટ તા. ૨૦: રૈયાધાર ઇન્દિરાનગરમાં રહેતાં સાગર ચતુરભાઇ ડોડીયા (ઉ.વ.૩૨)ને ઘર નજીક ત્રણ માળીયા ક્વાર્ટર પાસે હતો ત્યારે આ વિસ્તારના જ શક્તિ, ગોગી સહિતે ઢીકાપાટુનો માર મારતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયો છ.ે
સાગર કલર કામ કરી ગુજરાન ચલાવે છે અને ચાર બહેન એક ભાઇમાં વચેટ છે. તેને સંતાનમાં એક પુત્ર છે. તેણે આક્ષેપ કર્યો હતો કે પોતે કલર કામના રૂપિયા પાંચ હજાર એક ગ્રાહક પાસેથી લેવાના હોઇ તે રકમ લઇને ઘરે આવતો હતો ત્યારે રસ્તામાં શક્તિ, ગોગીએ અટકાવી પૈસા માંગતા ન દેતાં ગાળો દઇ માર મારી આ રકમ પડાવી ગયા હતાં. હોસ્પિટલ ચોકીના સ્ટાફે જાણ કરતાં યુનિવર્સિટી પોલીસે તપાસ હાથ ધરી છે.
(3:01 PM IST)










