તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 20th June 2025
જિલ્લા પંચાયત રાજકોટના વર્ગ-૩, ૪ ના તમામ સંવર્ગના પેન્શનર્સ કર્મચારીઓની રવિવારે મીટીંગ
૭૨ વર્ષ પૂર્ણ કરેલ પેન્શનરોનું સન્માન કરવામાં આવશે

રાજકોટઃ જિલ્લા પંચાયત-રાજકોટનાં વર્ગ-૩ અને વર્ગ-૪નાં તમામ સંવર્ગના પેન્શનર્સ કર્મચારીઓની મિટિંગ આગામી તા.૨૨ રવિવાર સવારે ૧૦:૩૦ કલાકે જિલ્લા પંચાયત રાજકોટ જુની કોર્ટ બીલ્ડીંગ, જનાના હોસ્પીટલ સામે, હોસ્પીટલ ચોક નજીક, જિલ્લા પંચાયત ખાતે સભાખંડમાં રાખવામાં આવેલ છે.
આ મિટિંગમાં હાજર રહેનાર પેન્શનર્સ કર્મચારી પૈકી જે પેન્શનર્સ કર્મચારીઓને ૭૨ વર્ષ પૂરા થઈ ગયેલ હોય તેમનું શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવશે. જેમને ૭૨ વર્ષ પૂરા થઈ ગયેલ હોય તેવા કર્મચારીઓને પોતાની વિગત સાદીકોટભાઈને મો.૯૮૯૮૧૦૬૨૪૩ ઉપર અગાઉથી આપી દેવા જણાવાયું છે.
ઉપરાંત કેન્દ્ર સરકારના સંબંધિત નાણા વિભાગને આગામી આઠમા પગાર પંચમાં પેન્શન કર્મચારીઓનું પેન્શન નહી ઘટાડવા માટે દરેક પેન્શનર દ્વારા વ્યક્તિગત અરજી જિલ્લા કલેક્ટરશ્રીને આપવાની થતી હોય દરેક પેન્શનર કર્મચારીને આ મિટિંગમાં અરજી કરવા માટે હાજર રહેવા મંડળના પ્રમુખ એ.ટી. સાદીકોટએ જણાવ્યું છે.
(3:25 PM IST)










