<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 20th June 2025

ગ્રામ પંચાયત ચૂંટણીઃ કાલે બપોરે સ્‍ટાફ બૂથ ઉપર રવાના થશેઃ ૬૦ બૂથ સંવેદનશીલ જાહેર કરાયા

કુલ ૧પ૦ બુથઃ ૮૪ બિલ્‍ડીંગઃ સાંજથી પ્રચાર પડઘમ શાંતઃ ૪૮માં સામાન્‍ય તો રર ગ્રામ પંચાયતમાં પેટા ચૂંટણી

રાજકોટ તા. ર૦: રવિવારે રાજકોટ જીલ્લાની કુલ ૪૮ ગ્રામ પંચાયત અને રર ગ્રામ પંચાયત પેટા ચૂંટણી યોજાશે, તે સંદર્ભે દરેક તાલુકા મથકે ફાઇનલ તૈયારીઓ શરૂ થઇ ગઇ છે.

તાલુકા વાઇઝ જોઇએ તો ઉપલેટામાં-૩, ધોરાજી-૧, ગોંડલ-૬, પડધરી-૧, જેતપુર-૩, જામકંડોરણા-ર, વિંછીયા-૧૪, જસદણ-૧પ, અને રાજકોટ તાલુકાની-૩ ગ્રામ પંચાયતમાં સામાન્‍ય ચૂંટણી થશે.

આવતીકાલે બપોરે તમામ સ્‍ટાફ બેલેટ પેપર અને મતપેટીઓ સાથે જે તે તાલુકામાંથી ગામોમાં રવાના થશે, કુલ ૧પ૦ બૂથ અને ૮૪ બિલ્‍ડીંગ છે, જેમાં ૬૦ બૂથો સંવેદનશીલ જાહેર કરાયા છે, તંત્રે ૩૧-પીએસઆઇ, ૬ર પોલીસ કર્મચારી ૬ર-હોમગાર્ડઝ જવાનો સુરક્ષા અર્થે મુકયા છે. આજ સાંજથી પ્રચાર પડઘમ શાંત થશે, ર લાખ ૧૮ હજાર આસપાસ બેલેટ પેપરો છપાવાયા છે, રાજય ચૂંટણી પંચે ફાઇનલ સૂચનાઓ પણ જાહેર કરી છે

(3:36 PM IST)