તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 20th June 2025
રાજકોટ કાલે યોગમય બનશેઃ પાંચ સ્થળોએ કાર્યક્રમ
શહેરીજનોને નયનાબેન પેઢડીયા, નરેન્દ્રસિંહ જાડેજા, જયમીન ઠાકર, લીલુબેન જાદવ, મનિષ રાડીયા, સુરેન્દ્રસિંહ વાળા તથા તુષાર સુમેરાનો અનુરોધ

રાજકોટ, તા. ર૦ : સમગ્ર વિશ્વમાં તારીખ ૨૧મી જુનના દિવસને ઁઆંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે.યોગનો પ્રચાર પ્રસાર થાય અને યોગને પ્રોત્સાહન મળે તે માટે આ વર્ષે પણ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તા.૨૧-મી જુન ‘વિશ્વ યોગ દિવસ' નિમિતે શહેરના પાંચ સ્થળોએ યોગનું આયોજન કરવામાં આવેલ છે.શહેરીજનોને યોગ અભ્યાસમાં જોડાવા માટે રજીસ્ટ્રેશન https://egov.rmc.gov.in/geneventregi stration લીંકમારફત કરવાનું રહેશે. રજીસ્ટ્રેશન કરાવેલ નાગરિકોને કાર્યક્રમ પૂર્ણ થયા બાદ સ્થળ પર જ ઓનલાઈન સર્ટીફીકેટ ડાઉનલોડ કરી શકાશે.
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ૨૧-મી જૂન ‘વિશ્વ યોગ દિન' નિમિતે શહેરમાં કુલ પાંચ સ્થળોએ યોગનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં,(૧) સેન્ટ્રલ ઝોન, માધવરાવ સિંધિયા ક્રિકેટ ગ્રાઉન્ડ,રેસકોર્ષ (૨) વેસ્ટ ઝોન, ટી.પી. પ્લોટ, નાના મૌવા સર્કલ પાસે,૧૫૦ ફુટ રિંગ રોડ(૩) ઈસ્ટ ઝોન, સરદાર વલ્લભભાઈ પટેલ શાળા ગ્રાઉન્ડ,સંત કબીર રોડ (૪) ખાસ કેટેગરીના વ્યક્તિઓમાટે મહાત્મા ગાંધી મ્યુઝિયમ કેમ્પસ,જ્યુબિલીચોક પાસે, જવાહર રોડ અને (૫) ફક્ત મહિલાઓ માટે એક્વા યોગા જીજાબાઈ મહિલાતાાનાગાર, સાધુવાસવાણી રોડ ખાતે યોગનું આયોજન કરવામાં આવેલ છે. આ યોગ અભ્યાસમાં જોડાવા માટે શહેરીજનોએ સવારે ૦૬ કલાકે યોગ સ્થળ ખાતે ઉપસ્થિત થવાનું રહેશે.
આવતીકાલ ૨૧-મી જૂન,૨૦૨૫ ‘વિશ્વ યોગ દિવસ' નિમિતે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આયોજિત પાંચ સ્થળોએ યોગ કાર્યક્રમમાં જોડાવામાટે રાજકોટ મહાનગરપાલિકાના મેયર ᅠ નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, શાસક પક્ષ નેતામતી લીલુબેન જાદવ, શાસક પક્ષ દંડક મનીષભાઈ રાડીયા અને સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન સુરેન્દ્રસિંહ વાળા દ્વારા શહેરીજનોને ખાસ અપીલ અને અનુરોધ કરેલ છે.
કયા કયા સ્થળોએ યોગ નિદર્શન
* માધવરાવ સિંધીયા ક્રિકેટ ગ્રાઉન્ડ
* નાનામૌવા સર્કલ પાસેનું મેદાન
* સરદાર વલ્લભભાઇ પટેલ શાળા, સંત કબીર રોડ
* મહાત્મા ગાંધી મ્યુઝીયમ કેમ્પસ (ખાસ કેટેગરીના વ્યકિતઓ માટે)
* જીજાબાઇ મહિલા સ્નાનાગાર સાધુ વાસવાણી રોડ (મહિલાઓ માટે)
(3:57 PM IST)










