<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 20th June 2025

દુધ-માવામાં તેલની ભેળસેળઃ બે વેપારીઓને ૩૦ હજારનો દંડ

સાધુવાસવાણી રોડ ઉપરના સ્‍વામી'સ રેસ્‍ટોરન્‍ટના મૈસુર ઢોસાના મસાલામાં કલરની મિલાવટ ખુલીઃ નમુનો નાપાસ : મનપાના ફુડ વિભાગે થોડા સમય પહેલા જામનગર રોડ ઉપરની ખોડીયાર ડેરીમાંથી દુધ તથા મવડી પ્‍લોટના પટેલ સ્‍વીટ્‍સમાંથી માવાનો નમુનો લેવાયો હતોઃ પરિક્ષણ અર્થે મોકલાયેલ બંને સેમ્‍પલ ફેઇલ જાહેર થયા

રાજકોટઃ તા.૨૦ શહેરના લોકોનું સ્‍વાસ્‍થ્‍ય જાળવી રાખવા મનપાની ફુડ શાખા દ્વારા વિવિધ વિસ્‍તારોમાં ચેકીંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત સાધુવાસવાણી રોડ ખાતેના સ્‍વામી'સ  રેસ્‍ટોરન્‍ટ એન્‍ડ કેટરર્સમાંથી લીધેલ મેૈસુર ઢોસાના મસાલામાં કલરની હાજરી મળતા નમુનો નાપાસ થયેલ જયારે નાગેશ્વર મંદિર સામે, જામનગર રોડની જય ખોડીયાર ડેરી ફાર્મનો દુધનો તથા મવડી  પ્‍લોટની શ્રી પટેલ સ્‍વીટ્‍સનો માવાનો નમુનો સબસ્‍ટાર્ન્‍ડ જાહેર થતા ૧૫-૧૫ હજારનો દંડ ફટકારવામાં આવેલ. ઉપરાંત જંકશન પ્‍લોટ મેઇન રોડ ઉપર ૨૨ ખાણી-પીણીના ધંધાર્થીઓનું ચેકીંગ હાથ ધરી ૮ ને લાઇસન્‍સ અંગે સૂચના આપવામાં આવી હતી. 

રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા સ્‍વામીસ રેસ્‍ટોરેન્‍ટ એન્‍ડ કેટરર્સૅ, ૪-નિલકમલ પાર્ક, સનસીટીની સામે, સાધુવાસવાણી રોડ, રાજકોટ મુકામેથી લેવામાં આવેલ ખાદ્યચીજ ૅ મૈસૂર ઢોસાનો મસાલો (પ્રિપેર્ડ-લુઝ)ૅ નો નમૂનો તપાસ બાદ પળથ્‍થકરણ રિપોર્ટમાં "Non-Permitted Oil Soluble orange and pink Colour Dye" ની હાજરી મળી આવતા નમૂનો ૅઅનસેફ ફૂડૅ(ફેઇલ) જાહેર થયેલ છે. જે અંગે પ્રોસિકયુકેશન કાર્યવાહી કરવામાં આવશે.

 રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા લેવામાં આવેલ ખાધ્‍યપદાર્થના ૦૨ નમૂના ફેઇલ (સબસ્‍ટાન્‍ડર્ડ) જાહેર થતાં નામદાર એજ્‍યુડિકેટિંગ ઓફિસરશ્રી અને નિવાસી અધિક કલેકટરશ્રી સમક્ષ કેસ ચાલી જતાં કુલ રૂા.૩૦,૦૦૦/- દંડના હુકમ કરવામાં આવેલ છે.

જેમાં  ફૂડ વિભાગ દ્વારા ૅજય ખોડિયાર ડેરી ફાર્મૅ, જૈનમ એપાર્ટમેન્‍ટ, નાગેશ્વર મંદિર સામે, જામનગર રોડ મુકામેથી ૅમિક્‍સ દૂધ (લુઝ)ૅ નો નમુનો લેવામાં આવેલ. જે પુથ્‍થકરણ રિપોર્ટમાં ટેસ્‍ટ ફોર ફોરેન ફેટ (BR AT 40oC ધારા ધોરણ કરતાં વધુ) મળી આવતા નમૂનો ૅસબસ્‍ટાન્‍ડર્ડૅ જાહેર થયેલ. જે અંગેના કેસમાં નામદાર એજ્‍યુડીકેટીંગ ઓફિસર અને નિવાસી અધિક કલેક્‍ટરશ્રી રાજકોટ દ્વારા નમુનો આપનાર પેઢીના માલિક નિકુંજભાઈ જીવનભાઈ ખાંભલીયાને રૂા.૧૫,૦૦૦/- નો દંડનો હુકમ કરવામાં આવેલ છે.

ઉપરાંત  ફૂડ વિભાગ દ્વારા ૅ શ્રી પટેલ સ્‍વીટ્‍સ ૅ, ઁદર્શનઁ મવડી પ્‍લોટ-૪,  ગુજરાત વાયર પાસેથી ૅમાવો (લુઝ)ૅ નો નમુનો લેવામાં આવેલ. જે પૃથ્‍થકરણ રિપોર્ટમાં ય્‍પ્‍ વેલ્‍યૂ ધારા ધોરણ કરતાં ઓછી તથા ટેસ્‍ટ ફોર ફોરેન ફેટ (BR AT 40oC ધારા ધોરણ કરતાં વધુ)  મળી આવતા નમૂનો ૅસબસ્‍ટાન્‍ડર્ડૅ જાહેર થયેલ. જે અંગેના કેસમાં નામદાર એજ્‍યુડીકેટીંગ ઓફિસર અને નિવાસી અધિક કલેક્‍ટરશ્રી રાજકોટ દ્વારા નમુનો આપનાર પેઢીના માલિક અશ્વિનભાઈ ભીમજીભાઇ રામાણી તથા ઉત્‍પાદક પેઢી શ્રી પટેલ સ્‍વીટ્‍સને કુલ મળીને રૂા.૧૫,૦૦૦/નો દંડનો હુકમ કરવામાં આવેલ છે.

   ફૂડ વિભાગની ટીમ તથા જ્‍લ્‍ષ્‍ વાન સાથે શહેરના જંકશન પ્‍લોટ મેઇન રોડ વિસ્‍તારમાં આવેલ ખાદ્યચીજોનું વેચાણ કરતાં કુલ ૨૨ ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં ૦૮ ધંધાર્થિઓને લાઇસન્‍સ બાબતે સૂચના આપવામાં આવેલ. તેમજ ખાધ્‍ય ચીજોના કુલ ૨૨ નમૂનાની સ્‍થળ પર ચકાસણી કરેલ.

ચકાસણી કરેલ ધંધાર્થીઓમાં નીતિન કિરાણાં ભંડાર(૦૨) ભાગ્‍ય લક્ષ્મી સેલ્‍સ એજન્‍સી  (૦૩)કોહિનુર કોલ્‍ડ્રિંક્‍સ (૦૪)ભગવતી એન્‍ટરપ્રાઇઝ (૦૫)શિવ શક્‍તિ સ્‍વીટ એન્‍ડ ફરસાણ  (૦૬)સુખસાગર પાન ્રૂ કોલ્‍ડ્રિંક્‍સ  (૦૭)આરાધના ચિપ્‍સ  (૦૮)જય બાલાજી ચાઇનીઝ પંજાબીને-લાઇસન્‍સ મેળવવા બાબતે સૂચના આપવામાં આવેલ.

(4:02 PM IST)