<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 21st June 2025

કિરીટકાકાને મળી અત્‍યંત આનંદ અનુભવુ છું: આ મારી સોનેરી યાદ છે

બે વર્ષમાં રાજકોટમાં યાદગાર-રેકર્ડબ્રેક કામગીરી કરનાર કલેકટર પ્રભવ જોષી ‘અકિલા'ના ખાસ અતિથી બન્‍યાઃ મહત્‍વની ચર્ચાઓ કરી : અજીતકાકાએ આવિષ્‍કાર કરેલ સંપુર્ણ સ્‍વદેશી બનાવટના ‘પ્રિન્‍ટીંગ મશીન' ઉપર ‘અકિલા' પ્રિન્‍ટીંગ થતુ જોઇ અભિભૂત બન્‍યા : મેનેજીંગ તંત્રી કિરીટભાઇએ સૌરાષ્‍ટ્રના અનેક હેરીટેજ સ્‍થળો-ઐતિહાસિક ભોયરાઓ અંગે ટુરીઝમના એમડી પ્રભવ જોષીને વિગતો આપીઃ બે વર્ષ મારા ફરજકાળના કયારે વિતી ગયા તે ખબર ન પડીઃ અનેક પડકારો આવ્‍યા પરંતુ પાર કરવામાં સફળતા મળીઃ ‘અકિલા'માં હંમેશા પોઝીટીવ ન્‍યુઝ વાંચી મને હંમેશા પડકારજનક વર્ક કરવાની હિંમત રહેતી

પ્રભવ જોષી ‘‘અકિલા''ના અતિથી...ખુશ ખુશાલ બન્‍યા... : રાજકોટ જીલ્લા કલેકટર શ્રી પ્રભવ જોષી આજે સાંજે વિદાય લઇ રહયા છે, તેઓ ગઇકાલે ફુલ હળવાશના મુડમાં ખુશખુશાલ ચહેરે ‘‘અકિલા'' સાંધ્‍ય દૈનિક અતિથી બન્‍યા હતા, તસ્‍વીરમાં એક ચર્ચા સમયે કલેકટર શ્રી પ્રભવ જોષી ખુલ્લા મને હસી પડયા હતા, બાજુમાં શ્રી કિરીટભાઇ ગણાત્રા- શ્રી અજીતકાકા હળવી પણોમાં નજરે પડે છે. અન્‍ય તસ્‍વીરોમાં કલેકટર શ્રી પ્રભવ જોષી તમામ વિગતો મેળવતા જણાય છે. નીચેની તસ્‍વીરમાં અકિલા ભવનની વિગતો આપતા શ્રી કિરીટભાઇ તથા અજીતકાકા, બાજુની તસ્‍વીરમાં અકિલા પ્રિન્‍ટીંગ થતુ નિહાળી અને ફ્રેશ કોપીનું વાંચન કરી રહેલા પ્રભવ જોષી નજરે પડે છે તથા છેલ્લી તસ્‍વીરમાં શ્રી કિરીટભાઇ ગણાત્રા, શ્રી અજીતભાઇ ગણાત્રા અને સિનિયર પત્રકાર નીતિન પારેખ સાથે કલેકટરશ્રી પ્રભવ જોષી નજરે પડે છે.(તસ્‍વીરઃ અજીત બગથરીયા)

રાજકોટ, તા. ર૧: રાજકોટ જીલ્લા કલેકટર તરીકે માત્ર ર વર્ષના ટુંકાગાળામાં યાદગાર અને રેકર્ડબ્રેક કામગીરી કરનાર, પોતાની ટીમ પાસેથી કુનેહપૂર્વક કામ કરાવનાર અને બદલી વિદાય લઇ રહેલા ર૦૧૪ ની બેચના નખશીખ - પ્રમાણિક આઇએએસ ઓફિસર શ્રી પ્રભવ જોષી ‘અકિલા'ના ખાસ અતિથી બન્‍યા હતા, અને મેનેજીંગ એડીટરશ્રી કિરીટભાઇ ગણાત્રા, એડીટરશ્રી અજીતભાઇ ગણાત્રા અને ‘અકિલા' વેબ એડીશન એડીટર શ્રી નિમીષભાઇ ગણાત્રા સાથે અન્‍ય મહત્‍વની ચર્ચાઓ કરી એક યાદગાર પળ માણી હતી.

‘અકિલા' ના અતિથી બનનાર કલેકટર શ્રી પ્રભવ જોષીએ જણાવેલ કે છેલ્લા ઘણા સમયથી પ્રેસે આવવાનું નકકી કર્યુ હતું, પરંતુ કોઇને કોઇ અડચણ આવી જતી, પરંતુ આજે તો નકકી જ કર્યુ કે મારે કિરીટકાકાને ખાસ મળવુ છે, અને તે ફળીભૂત થયું હતું.

તેમણે જણાવેલ કે કિરીટકાકાને મળી અત્‍યંત આનંદ થશે, આ મારી એક સોનેરી યાદ છે, આપ બંને ભાઇઓ આ ઉમરે અત્‍યંત એકટીવ છો, તો જાણી ઘણું શીખવા મળ્‍યું.

કલેકટરશ્રી પ્રભવ જોષીએ શ્રી અજીતભાઇ ગણાત્રાએ આવિષ્‍કાર કરેલ સંપુર્ણ સ્‍વદેશી બનાવટના પ્રિન્‍ટીંગ મશીન ઉપર ‘અકિલા' પ્રિન્‍ટીંગ-પ્રસિધ્‍ધ થતુ જોઇ ત્‍યારે અભિભૂત બન્‍યા હતા.

તેમણે શ્રી કિરીટભાઇ સાથે વાતચીતમાં જણાવેલ કે મારા ફરજકાળના બે વર્ષ કયાં વીતી ગયા તે ખબર નો પડી, ૧૬૦૦ થી ૧૭૦૦ કરોડના સરકારી જમીનો પરના દબાણો અને બેંક બાકી લોનની વસુલાત તે પડકારજનક બાબત હતી પરંતુ અમે સફળતા મેળવી, આ ઉપરાંત TRP ગેમ ઝોન કાંડ, એટલાન્‍ટિસ દુઘર્ટના, નાગરીક બેંક ચુંટણી, વિચરતી વિમુકત જાતિના લોકોને પ્‍લોટ સનદ વિતરણ, અનેક પેચીદા પ્રશ્નો, દિવ્‍યાંગોને અને વયોશ્રી યોજનાના લાભાર્થીઓને સાધન સહાય વિતરણ, પી.એમ. એવોર્ડ, સેવ ચાઇલ્‍ડ એવોર્ડની કામગીરી સફળતાપૂવર્ક પાર પાડી, આખા રાજયમાં રાજકોટ જીલ્લો ફાઇલો-કેસ કલીયર કરવામાં ઝીરો પેન્‍ડલી પર રહયું, તેમજ જમીનોના દલાલો-એજન્‍ટો બે વર્ષમાં ફરકયાં નહિ તે સફળતા બની રહી.

સોમવારથી શ્રી પ્રભવ જોષી ગુજરાત ટુરીઝમના મેનેજીંગ એડીડર તરીકે ચાર્જ સંભાળશે, ‘અકિલા' નાં મેનેજીંગ તંત્રી શ્રી કિરીટભાઇ ગણાત્રાએ તેમને સૌરાષ્‍ટ્રના અનેક હેરીટેજ સ્‍થળો તથા ગીરનાર સુધી લંબાતા ઐતિહાસિક ભોયરાઓ અંગે વિગતો આપી હતી, આ વિગતો જાણી શ્રી પ્રભવ જોષી આખુ લીસ્‍ટ તમામ સ્‍થળોની માહિતી આપવા શ્રી કિરીટભાઇને વિનંતી કરી હતી, અત્રે એ નોંધનીય છે કે વિદાય લઇ રહેલા કલેકટર શ્રી પ્રભવ જોષીનો ટુરીઝમ એ ખાસ રસનો વિષય છે, તેમણે રાજકોટ શહેર-જીલ્લામાં તમામ મહત્‍વના હેરીટેજ સ્‍થળો વિકસાવવા અંગે મહત્‍વની કાર્યવાહી કરી હતી. તેમણે વિદાય લેતા સમયે ખાસ કહયું હતું કે કિરીટભાઇ ‘અકિલા' માં હંમેશા પોઝીટીવ અને અધિકારીઓ-કર્મચારીઓને પ્રોત્‍સાહન રહે એ પ્રકારના સમાચારો વાંચી મને પડકારજનક વર્ક કરવામાં ખાસ હિંમત રહેતી હતી.

શ્રી પ્રભવ જોષીએ અકિલાના મોભી શ્રી કિરીટભાઇના આર્શીવાદ લીધા બાદ કિરીટભાઇ-અજીતકાકાને ગાંધીનગર આવવા ખાસ આમંત્રણ આપ્‍યું હતું.

નિયમીત યોગાભ્‍યાસ ખૂબજ જરૂરીઃ પ્રભવ જોષી

રાજકોટમાં જીલ્લા કક્ષાના ૧૧મા આંતરરાષ્‍ટ્રીય યોગ દિનની ઉજવણીઃ વડાપ્રધાનનું જીવંત પ્રસારણનો લહાવો

રાજકોટ તા. ૨૧: ગુજરાત રાજ્‍ય યોગ બોર્ડ અને રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા રાજકોટના વિમલ નગર સ્‍થિત મલ્‍ટી પર્પસ ઈન્‍ડોર હોલ ખાતે ૧૧ માં આંતરરાષ્‍ટ્રીય યોગ દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી ઉમંગભેર કરવામાં આવી હતી.

     ‘‘એક પળથ્‍વી, એક સ્‍વાસ્‍થ્‍ય માટે યોગ'' થીમ પર રાજકોટ ખાતે યોજાયેલ આ કાર્યક્રમમાં યોગ બોર્ડના સૌરાષ્‍ટ્ર ઝોન કો-ઓર્ડિનેટર શ્રી વંદનાબેન રાજાણીએ મંચ સંચાલન કરી મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત જનમેદનીને ૪૫ મીનિટના કોમન યોગ પ્રોટોકોલમાં પ્રાર્થના, સુક્ષ્મ યોગ, યોગ આસન, પ્રાણાયામ, ધ્‍યાન અને સંકલ્‍પ લેવડાવી યોગ ક્રિયાઓનો મહિમા વર્ણવ્‍યો હતો.

આ તકે કલેકટર શ્રી પ્રભવ જોશીએ જણાવ્‍યું હતું કે, યોગ એક જીવન પદ્ધતિ છે, નિયમિત યોગ કરવાથી અનેક ફાયદાઓ થાય છે ત્‍યારે સ્‍વસ્‍થ ગુજરાત બનાવવા યોગ દ્વારા સ્‍થૂળતા મુક્‍ત પણ બનીએ.

રાષ્‍ટ્રીય કક્ષાની ઉજવણી પ્રસંગે વડાપ્રધાનશ્રી નરેન્‍દ્રભાઈ મોદીએ આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમથી અને રાજ્‍ય કક્ષાની ઉજવણી પ્રસંગે મુખ્‍યમંત્રીશ્રી ભુપેન્‍દ્રભાઈ પટેલે વડનગરથી આંતરરાષ્‍ટ્રીય યોગ દિવસની પ્રજાજનોને શુભેચ્‍છા પાઠવી પ્રસંગોચિત સંબોધન કર્યુ હતું જે કાર્યક્રમોનું જીવંત પ્રસારણ સૌએ નિહાળ્‍યું હતું. આ કાર્યક્રમમાં સાંસદ રામભાઈ મોકરીયા, જિલ્લા પંચાયત પ્રમુખ પ્રવીણાબેન રંગાણી, રેન્‍જ આઈ.જી. અશોકકુમાર યાદવ, જિલ્લા વિકાસ અધિકારી અનંદુ સુરેશ ગોવિંદ, પોલીસ અધિક્ષક હિમકરસિંહ, નિવાસી અધિક કલેકટર એ. કે.ગૌતમ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્‍સીના નિયામકશ્રી એ. કે. વસ્‍તાણી, પ્રાંત અધિકારી  ચાંદની પરમાર, જિલ્લા યુવા વિકાસ અધિકારી  હિતેશ દિહોરા, જિલ્લા રમતગમત અધિકારી  વી. પી. જાડેજા, ગુજરાત રાજ્‍ય યોગ બોર્ડના યોગ સાધકો, વિવિધ સંસ્‍થાઓ તેમજ શાળા- કોલેજના વિદ્યાર્થીઓ મોટી સંખ્‍યામાં યોગ દિનની ઉજવણીમાં સહભાગી બન્‍યા હતા.

(4:08 PM IST)