<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 21st June 2025

પુરૂષાર્થ સોસાયટીમાં અસ્‍મીતા જાવીયાના ઘરમાં જૂગારનો દરોડોઃ ૬ પકડાયા

ભક્‍તિનગર પોલીસનો દરોડોઃ ૨૩૯૦૦ની રોકડ કબ્‍જેઃ કણકોટના પાટીયે જાહેરમાં પત્તા ટીચતા ૪ને તાલુકા પોલીસે પકડી લીધા

રાજકોટ તા. ૨૧: જૂગારના બે દરોડામાં  ભક્‍તિનગર પોલીસે પુરૂષાર્થ સોસાયટીમાં એક મહિલાના ઘરમાં દરોડો પાડી તેના સહિત છને પકડી લીધા હતાં. જ્‍યારે તાલુકા પોલીસે કણકોટ પાટીયે દરોડો પાડી જાહેરમાં પત્તા ટીચતા ચારને પકડી લીધા હતાં.

કોઠારીયા રોડ વિનોદનગર મેઇન રોડ પર પુરૂષાર્થ સોસાયટી ૪-બીમાં રહેતી અસ્‍મીતાબેન નિલેષભાઇ જાવીયા પોતાના ઘરમાં જૂગાર રમાડતી હોવાની બાતમી પરથી ભક્‍તિનગર પોલીસે દરોડો પાડી અસ્‍મીતાબેન તેમજ જલજીત સોસાયટીના હરિકૃષ્‍ણ સુરેશભાઇ વાઢેર, સહકાર સોસાયટીના જીજ્ઞેશ મનસુખભાઇ પરમાર, શ્રધ્‍ધા સોસાયટીના જીતેન્‍દ્ર મોહનભાઇ ગઢીયા, સુભાષનગરના જય રાજેન્‍દ્રભાઇ કાચા અને કૈલાસ પાર્કના ગોૈરવ વિનોદભાઇ ટાંકને તિનપત્તીનો જૂગાર રમતાં પકડી લઇ રૂા. ૨૩૯૦૦ કબ્‍જે લેવાયા હતાં. પીઆઇ એમ. એમ. સરવૈયાની રાહબરીમાં પીએસઆઇ જે. જે. ગોહિલ, એએસઆઇ હર્ષ માવદીયા, કોન્‍સ. ભગીરથસિંહ ઝાલા, નિલેષભાઇ મિયાત્રા,  કોન્‍સ. એમ. એલ. જાડેજા સહિતે આ કામગીરી કરી હતી.

જ્‍યારે કાલાવડ રોડ ગુ.હા. બોર્ડ ક્‍વાર્ટર કણકોટ પાટીયા પાસે ભોલા પાનવાળી શેરીમાં જાહેરમાં જૂગાર રમાતો હોઇ તાલુકા પોલીસે દરોડો પાડી લક્ષ્મીના ઢોળા પર રહેતાં મુળ યુપીના કુન્‍દન ધુમનભાઇ પ્રસાદ, રૂડા-૨ ઇસ્‍કોન મંદિર પાછળ રહેતાં જયરાજ રામકુભાઇ ખાચર, કણકોટ પાટીયે મફતીયાપરામાં રહેતાં આપા સામતભાઇ વાંક અને ઇસ્‍કોન મંદિર પાછળ રહેતાં નજુ વીરાભાઇ ધાખડાને તાલુકા એએઅસાઇ હરપાલસિંહ જાડેજા, કોન્‍સ. મયુરસિંહ જાડજા, શિવભદ્રસિંહ ગોહિલ, કુલદિપસિંહ જાડેજાની બાતમી પરથી પકડીલઇ રૂા. ૧૧૬૮૦ની રોકડ કબ્‍જે લેવાઇ હતી.

(2:37 PM IST)